મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (14:30 IST)

જાણો કેવું રહેશે મૂલાંક 4 માટે 2018 નો ભવિષ્ય

મૂલાંક 4 -  વર્ષ 2018માં જે જાતકોનો મૂલાંક  4 છે તેને નવા વર્ષમાં સફળતા મેળવવા માટે પૂરા મનથી, મહેનતથી, દ્ર્ઢનિશ્ચયની સાથે કામ કરવાની જરૂર છે.. પ્રતિસ્પર્ધા ભરેલા આ સમયમાં તમને આગળ રહેવા માટે તમે તમારા કૌશલને વધારવું પડશે, સમયના સાથે સતત કદમ મિલાવીને આગળ વધવું પડશે. જૂના વિચારો, રીતમાં ફેરફાર કરી નવીન વિચારો અજમાવવાની જરૂર પડશે. તમારી યોજનાઓને સારી રીતે અમલીકરણ કરવા લાયક સામર્થ્ય, ઉર્જા તમારામાં રહેશે. પણ તેના માટે તમારા ઈરાદા મજબૂત હોવા જોઈએ. યાદ રાખો દ્ર્ઢ નિશ્ચય અને મેહનતથી સફળતાની મિસાલ રજુ  કરી શકાય છે. સારું રહેશે કે જો તમે વર્ષના અંત સુધીના લક્ષ્યનું  નિર્ધારણ અત્યારથી જ કરી લો. લક્ષ્યના નિર્ધારણ પછી તમે તેને હાસલ કરવાની કોશિશ કરવાના સરસ ઉપાય કરી શકો છો. આ વર્ષે જે કઈક પણ મેળવવા ઈચ્છો છો તેના માટે કોઈ કસર ન મૂકવી. પણ તમને કામની સાથે સાથે આરામ પણ ખાસ જરૂર છે. આ  વર્ષ તમારા સ્વાસ્થય પર તેનો પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે. જો તમે નિયમિત રૂપથી વ્યાયામ નથી કરી શકતા તો તેને તમારી ટેવ બનાવી શકો છો. તમે ખૂબ સારુ અનુભવશો. ટૂંકમાં આ વર્ષ તમારા માટે ખાસ રહેશે કે સામાન્ય એ  તમારા પ્રયાસ પર નિર્ભર રહેશે.