બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (14:28 IST)

જાણો કેવું રહેશે મૂલાંક 2 માટે 2018 નો ભવિષ્ય

મૂલાંક -2 આ વર્ષે જે જાતકોનો મૂલાંક 2 છે તેમના માટે વર્ષ 2018નો સમય અનૂકૂળ રહેવાની આશા છે આ એ સમય છે જેમાં તમે તમારા લક્ષ્યને મેળવી શકો છો. પણ આ યોગ્ય નથી કે નવા મિત્રના ચક્કરમાં તમે તમારા જૂના મિત્રોને ભુલી જાઓ તેથી તેમના માટે પણ સમય કાઢો.  ખાસ કરીને  જ્યારે તેણે તમારી અત્યંત જરૂર હોય તે સ્થિતિમાં તમને તેમની પાસે હોવું જોઈએ. અપરિણીત અને એકાંત જીવન ગાળતા જાતકોને પણ પ્રેમ મળી શકે છે. તમે તમારા નવા પ્રેમી સાથે  ખુશનુમા ક્ષણ  વિતાવી શકો છો. આ વાતનું પણ ધ્યાન રાખો કે રોમાંટિક જીવનનો આનંદ લેવા માટે તમને તમારા કામ સાથે સમજૂતી ન કરવી પડે.  એટલે કે  "ઘોડા ઘાસ સે યારી કરેગા તો ખાયેગા ક્યા" એટલે કે પ્રેમ અને મિત્રતા તેમની જગ્યા અને કામ તેમની જગ્યા. એક મુખ્ય અને ધ્યાન આપવા યોગ્ય વાત પણ છે કે આ વર્ષે તમને પડકારનો સામનો  નહી કરવો પડે. તમારી સામે કેટલાક એવા ક્ષણ પણ આવી શકે છે જે ખૂબ પડકારપૂર્ણ રહેશે.  અમારી સલાહ આ છે કે આવી સ્થિતિમાં ધૈર્ય અને દ્ર્ઢ નિશ્ચયનો પરિચય આપી અને વ્યકતિગત અને ધંધાકીય જીવનમાં સંતુલન બનાવતા તેમાથી ઉગરવાનો પ્રયાસ કરો. આ વર્ષે તમે ઘણું મેળવી શકો છો. તેના માટે તમને થોડી મેહનત તો કરવી જ પડશે. બેસ્યા રહેવાથી કઈક નહી મળે. ટૂંકમાં  જો તમે તેનો સારી રીતે ઉપયોગ કરો તો આ વર્ષનો સમય  તમારા માટે સૌભાગ્યશાળી છે.