રવિવાર, 6 ઑક્ટોબર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : સોમવાર, 11 નવેમ્બર 2019 (17:21 IST)

17 જાન્યુઆરીનું રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (17-02-2018)

મેષ (અ,,ઈ) : આવતી કાલનો િદવસ આ રાશિ માટે ખૂબ ઉત્તમ છે. દિવસ દરમિયાન આનંદના સમાચારમાં સગાં-સ્નેહીઓ તરફથી કોઈ શુભ સમાચાર મળે. નોકરી-ધંધામાં બઢતી અને બદલીના બંનેના યોગ છે. બપોર પછી ખૂબ આનંદ.

વૃષભ (બ,,ઉ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મિશ્ર ફળદાયી રહે. દિવસ દરમિયાન તેમને સુખ અને દુખ બંનેના સમાચાર મળે. પત્ની તથા બાળકો તરફથી સારા-માઠા સમાચાર મળે.

મિથુન (ક,,ઘ) : આ રાશિના જાતકો આવતી કાલે હતાશામાં ગરકાવ ન થાય તે જોવું, કારણ કે દિવસ દરમિયાન ખૂબ દુઃખના સમાચાર મળે, જેના કારણે માનસિક હતાશા ઉપજે તેવા સમાચાર પ્રાપ્ત થાય.



કર્ક (ડ,હ) : આ રાશિના જાતકો આવતી કાલનો દિવસ ખૂબ આનંદ જનક રહે. દિવસ દરમિયાન તેમણે ઓફિસ તરફથી આનંદના સમાચાર મળે. પત્ની બાળકો તરફથી સુખદ સમાચાર મળે. નાના પ્રવાસનો યોગ છે. કોઈ વિજાતિય તરફથી પ્રેમ પ્રસ્તાવ પ્રાપ્ત થાય.

સિંહ (મ,ટ) : આવતી કાલનો દિવસ સિંહ જાતકો માટે મિશ્ર ફળદાયી છે. શક્ય છે કે તમને થોડો આનંદ અને વધુ ખેદ મળે તેવા સંજોગો છે. પ્રવાસ દરમિયાન કોઈ આર્થિક નુકસાનનો યોગ થાય.

કન્યા (પ,,ણ) : આવતી કાલનો દિવસ આપના માટે સાવધાની સૂચક છે. વાહન હંકારતી વખતે ખૂબ કાળજી રાખવી. અકસ્માતનો યોગ છે. પત્ની સાથે ચડભડ થાય, પરંતુ સાંજે સુખદ સમાધાન થાય.

તુલા (ર,ત) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ત્રાજવાના પલ્લા જેવો રહે. ઘડીકમાં આનંદ તો ઘડીકમાં હતાશા રહે. સાંજ પછી તેમના માટે કોઈ આકસ્મિક સુખદ સમાચાર પ્રાપ્ત થાય.













વૃશ્ચિક (ન,ય) : આવતી કાલનો દિવસ આપના માટે ખૂબ આનંદનો રહે. સાસરી પક્ષ તરફથી કોઈ આકસ્મિક લાભ થાય. બાળકો તથા વિદ્યાર્થીઓ દિવસ દરમિયાન કાળજી રાખવી. સ્ત્રીવર્ગને આનંદના સમાચાર મળે.

ધન (ભ,,ફ) : આવતી કાલના દિવસ દરમિયાન આ રાશિના જાતકોએ શક્ય એટલી કાળજી રાખીને કોર્ટ-કચેરીના કામકાજમાં સાવધ રહેવું. વાહન સંભાળીને ચલાવવું. વિદ્યાર્થીમિત્રો માટે આનંદજનક દિવસ રહે.

 

 

મકર (ખ,જ) : કોર્ટ-કચેરીના ચક્કરમાં ફસાવવું નહીં. કોઈની ખોટી સોબત કે લેણદેણથી દૂર રહેવું. બપોર પછી મિશ્ર ફળદાયી િદવસ થાય. બહુ હરખપદુડા થવું નહીં, નહીંતર જોખમ ઉભું થાય.


કુંભ (ગ,,સ) : આવતી કાલનો દિવસ આ રાશિના જાતકો માટે આનંદજનક છે. તેમના ઓફિસમાંથી પણ કોઈ સુખદ સમાચાર મળે. ધંધામાં અણધાર્યો નફો થાય. વિદ્યાર્થી મિત્રો માટે આ દિવસ ખુબ આનંદનો રહે. સ્ત્રી વર્ગ માટે દિવસ દરમિયાન સુખદ સમાચાર પ્રાપ્ત થાય.

મીન (દ,,,થ) : આ રાશિના જાતકો આવતી કાલનો િદવસ ખુબ સંભાળપૂર્વક વિતે તેવી રીતે રહેવું. દિવસ દરમિયાન કોર્ટ કચેરીનું લફરું ઉભું થાય. ન ધારેલા બનાવ બને. વિદ્યાર્થીમિત્રો તથા સ્ત્રી વર્ગ માટે ખૂબ સાવધ રહેવું. નાનો-મોટો પ્રવાસ થાય. જોકે આ પ્રવાસ એકંદરે હિતકારક નથી. બપોર પછી કાંઈક અંશે રાહત મળે.