મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (16:30 IST)

જાણો કૌભાંડી નિરવ મોદીની ગુજરાત કનેક્શનની જાણી અજાણી વાતો

લગભગ 12,000 કરોડનું કૌભાંડ આચરનાર હીરા કારોબારી નિરવ મોદીનો પરિવાર ગુજરાતના પાલનપુરનો છે. નિરવના પિતા પીયૂષ બહુ પહેલા પરિવાર સાથે બેલ્જિયમમાં સેટ થઈ ગયા હતાં. કેટલાક અહેવાલો મુજબ નિરવના દાદા પાલનપુરમાં જ એક મકાનમાં રહેતા હતાં અને દાદી પાપડ વેચતી હતી.

નિરવનો ભાઈ નિશાલ બેલ્જિયમનો નાગરિક છે. નિરવની પત્ની એમી પાસે અમેરિકી નાગરિકતા છે.  પાલનપુરના ઢાળવાસની સાંકડી ગલીઓમાં નિરવ મોદીના દાદા મફતલાલ મોદી રહેતા હતાં. તે મકાન હાલ દુકાનમાં ફેરવાઈ ગયું છે. પરંતુ પહેલા નીચે દુકાન અને ઉપરના માળે પરિવાર સાથે રહેતા હતાં. આ મકાનની બાજુમાં એક પુરાણું મકાન આવેલું છે. આ મકાન પણ તેમનું જ હતું.

પાલનપુરના વિદ્યામંદિર ટ્રસ્ટને જમીન દાન આપનાર એક બહેને ભેટમાં આપ્યું હતું. વિસ્તારના લોકો તો જો કે આજે પણ તેમને યાદ કરતા કહે છે કે મફતલાલ મોદી મિલનસાર સ્વભાવના હતાં. દાદા પાલનપુરમાં મહેતાજીનો વ્યવસાય કરતા હતાં. નિરવના પિતા પિયૂષભાઈ હીરાબજારનું કામ કરતા હતાં. પાલનપુરમાં જ નિરવનો જન્મ થયો હતો ઢાળવાસની ગલીઓમાં બાળપણ વિત્યું. પરંતુ ત્યારબાદ પિતા બેલ્જિયમના એન્ટવર્પમાં વસી ગયાં.