શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (15:38 IST)

ડાકોર મંદિરના મેનેજર રૂપેશ શાસ્ત્રી પર સેવકોનો હૂમલો, મંદિરનો વિવાદ ચરમસીમાએ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના મેનેજર અને કેટલાંક સેવકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતો વિવાદ ગુરૂવારના રોજ ઉગ્ર બની ગયો હતો. મંદિર બહાર જ થયેલા આ હુમલાથી હાજર શ્રદ્ધાળુઓ પણ ચોંકી ગયાં હતાં.  જોકે, મોડે સુધી આ બાબતે કોઇ ફરિયાદ નોંધાઈ નહતી. સુપ્રસિધ્ધ યાત્રાધામ રણછોડરાયજી મંદિરના મેનેજર રૂપેશ શાસ્ત્રી ઉપર ગુરૂવારે કેટલાક સેવકોએ મંદિર નજીક જ ગુરૂવારના રોજ હુમલો કર્યો હતો. એટલી હદે માર માર્યો હતો કે મેનેજર રૂપેશ શાસ્ત્રીને મોઢા પર ગંભીર ઇજા પહોંચી હતી.  કેટલાક સેવકોએ મેનેજરની ઓફિસને તાળાબંધી કરી દઇ તેની ચાવી લઇ જતા રહ્યા હતા.

દરમિયાન રૂપેશ શાસ્ત્રી મંદિરના દરવાજા નજીકથી પસાર થતા હતા, ત્યારે કેટલાક સેવકોએ તેમને રોકી ‘તું અમને નકલો કેમ આપતો નથી’ એમ કહી માર મારતા તેઓ લોહીલુહાણ થઇ ગયાં હતાં. આથી રૂપેશ શાસ્ત્રીને તાત્કાલિક 108માં સારવાર માટે કરમસદ હોસ્પિટલે લઇ ગયા હતા.   હું મંદિરના પરિસરમાં પ્રવેશ કરું તે પહેલા મંદિરના એક કર્મચારી અને તેના પરિવારે હુમલો કર્યો છે. મને માથામાં માર્યો છે, નાકમાં લોહી નીકળ્યું છે. દ્વેષ રાખી હુમલો કર્યો છે, આટલી સિક્યુરીટી હોવા છતાં હુમલો કર્યો છે. મારે કોઇ પોલીસ ફરિયાદ કરવી નથી. એવું મેનેજર રૂપેશ શાસ્ત્રીએ જણાવ્યું હતું.