શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: મંગળવાર, 1 જાન્યુઆરી 2019 (00:09 IST)

મકર રાશિફળ 2019 - Capricorn Horoscope 2019

મકર રાશિફળ 2019 મુજબ મકર રાશિવાળા માટે આ વર્ષ સારુ રહેવાનુ છે.  નોકરી અને બિઝનેસ બંનેમાં તમને સફળતા મળવાના યોગ છે. પારિવારિક જીવન પણ સુખદ વ્યતિત થશે.  જો કે તમારા આરોગ્યમાં આ વર્ષે ગડબડ થઈ શકે છે. જો તમે નોકરી કે વ્યવસાયમાં કોઈ વિદેશી ફર્મ સાથે જોડાયા છો તો આ વર્ષે તમને વિદેશમાંથી તગડુ ધન લાભ થઈ શકે છે.  સપ્ટેમ્બર પછીનો સમય બિઝનેસ કરનારા જાતકો માટે કોઈ શુભ સમાચાર લાવી શકે છે. જીવનસાથી તરફથી તમારી કોઈ પ્રકારનો લાભ મળશે.  તેમના દ્વારા તમને કોઈ ખુશખબર પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી તમારી ભાવનાઓને સમજશે અને એ ભાવનાઓની કદર કરશે. 
 
રાશિફળ 2019 મુજબ પારિવારિક જીવન 
 
ભાવિષ્યફળ 2019 મુજબ મકર રાશિના જાતકોનુ પારિવારિક જીવન મધુર રહેશે.  તમે તમારા પરિવારની ખુશીઓમાં ભગ લેશો. અને પરિજનો સાથે કેટલોક સારો સમય વિતાવશો. ઘરમાં ખુશીઓ આવશે.  પરિજનો સાથે તાલમેલ રહેશે.  આ વર્ષ તમારા પરિવારને એક સૂત્રમાં બાંધશો. જેનાથી પરિવારમાં એકતા જોવા મળશે.  ઘરના સભ્યોમાં પ્રેમભાવ વધશે.  અને તે પોતાના કાર્યમાં સફળ રહેશે.  મે જૂન માતાજીનુ આરોગ્ય થોડુ નબળુ રહી શકે ચ હે. તેથી તેમના આરોગ્યનો ખ્યાલ રાખો. પિતાજીનુ આરોગ્ય સારુ રહેશે. જો પિતાજી જોબ કરે છે તો તેમને આર્થિક લાભ મળવાની શક્યતા છે.  ભાઈ બહેનોની મદદ પ્રાપ્ત થશે.  ધ્યાન રાખો કોઈ એવુ કાર્ય ન કરો જેનાથી પરિવારની પ્રતિષ્ઠા પર ડાઘ લાગે.  માતા પિતાનુ સન્માન કરો અને ઘરના નાના સભ્યોને પ્રેમ કરો.  જો તમે કોઈ સારુ કાર્ય કરવા માંગો છો તો પરિવારના લોકો સપોર્ટ કરશે. 
 
 
રાશિફળ 2019 મુજબ લગ્નજીવન 
તમારા  વૈવાહિક જીવન માટે વર્ષ 2019 ખૂબ સારુ છે.  જીવનસાથી અને તમારી વચ્ચે એક સમજદારી જોવા મળશે.  દરેક પરિસ્થિતિમાં જીવનસાથી તમારી ઢાળ બનીને પાછળ ઉભો રહેશે.   વર્ષની શરૂઆતમાં દામ્પત્યજીવન વધુ કંઈ  ખાસ લાગી રહ્યુ નથી. પણ માર્ચ પછી તેમા ખુશીઓ આવશે.  જીવનસાથી તરફથી તમને કોઈ પ્રકારનો લાભ મળશે.  તેમના દ્વારા કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.  જીવનસાથી તમારી ભાવનાઓને સમજશે   અને એ ભાવનાઓની ક્દર પણ  કરશે. એવુ કોઈ કાર્ય ન કરશો જેનાથે બંને વચ્ચે અંતર વધે. તમે તેમની જરૂરિયાતોને પૂરી કરશો. 
 
રાશિફળ 2019 મુજબ સ્વાસ્થ્ય 
 
રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમારે તમારા આરોગ્યનો ખ્યાલ રાખવો પડશે.  આ વર્ષ આરોગ્યની દ્રષ્ટિએ અનુકૂળ નથી.  શરૂઆતમાં ત્રણ મહિના (જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ) તમારુ આરોગ્ય સારુ રહેશે.  આ સમય તમે ઉર્જાવાન અનુભવશો. પણ ત્યારબાદ એપ્રિલથી સપ્ટેમ્બર સુધી તમને આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે  તમે ખુદને ફિટ રાખવા માટે યોગ અને એક્સરસાઈઝ જોઈન કરો જો તમે કોઈ રોગથી પીડિત છો તો આ સમય તમને તમારા આરોગ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.  જો ડોક્ટરે  કોઈ વસ્તુ ખાવાની ના પાડી છે તો તેનુ પાલન કરો અને એવી વસ્તુઓનુ સેવન ન કરો જેનાથી તમારા આરોગ્યને વધુ નુકશાન થાય.  હેલ્દી ફૂડ જ ખાવ.  વાસી ફાસ્ટ ફૂડ તળેલુ વગેરે ખાદ્ય પદાર્થ ન ખાશો. શરીરમાં પાણીની કમી ન થાય તે માટે પૂરતુ પાણી પીવો. 
 
મકર રાશિફળ 2019 મુજબ કેરિયર 
 
રાશિફળ 2019 મુજબ કેરિયર માટે આ વર્ષ ખૂબ સારુ રહેવાના સંકેત આપી રહ્યુ છે  આ વર્ષે તમારુ કેરિયર ચમકશે.  નોકરી વ્યવસાયમાં ઉન્નતિ થશે.  વર્ષની શરૂઆતથી જ તમને કેરિયરમાં સારા પરિણામ મળશે. વેપારમાં તમારી ઉન્નતિ થશે. એપ્રિલ જૂન કે પછી ઓગસ્ટમાં તમારી ઓગસ્ટ  તમારી ટ્રાંસફર થઈ શકે  છે. કંપની તમને તમારી મનપસંદ જગ્યા પર મોકલી શકે છે.  તેમા વિદેશ જવાની પણ શક્યતા છે. જે જાતક બિઝનેસમાં પાર્ટનરશિપ કરી રહ્યા છે તેમને થોડુ સાવધ રહેવાની જરૂર છે. તમાર આ ભાગીદાર પર વધુ પડતો વિશ્વાસ ન કરો. જો તમે કોઈ કાગળમાં હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છો તો તેને એકવાર જરૂર વાંચો. વગર વાંચે કોઈપણ ડોક્યૂમેંટમાં હસ્તાક્ષર ન કરો. 
 
 
મકર રાશિફળ 2019 મુજબ વેપાર 
ગોચરના અશુભ પ્રભાવની અસર તમારા વેપાર પર પણ પડશે. નુકશાન ઉઠાવવુ પડી શકે છે. કામમાં બિનજરૂરી મોડુ થશે.  લાંચ આપ્યા પછી પણ સરકારી કામ નહી થાય. તમે તમારો બિઝનેસ વધારવા અંગે કે  કે પાર્ટનરશિપ વિશે વિચારી શકો છો.  પણ તમને તેમા સફળતા નહી મળે .  
 
મકર રાશિફળ 2019 મુજબ આર્થિક જીવન 
 
રાશિફળ 2019 મુજબ આ વર્ષ તમારુ આર્થિક જીવન મિશ્રિત રહેશે.  આ વર્ષે તમારા ખર્ચ વધવાની શક્યત અછે. જ્યારે કે આવકની વાત કરીએ તો તેમા વૃદ્ધિની શક્યતા ઓછી છે.  આર્થિક નિર્ણય લેતા પહેલા અનુભવી લોકોની સલાહ જરૂર લો. અને પછી પગલા ઉઠાવો. ઘરની સંપત્તિમાં વધારો થશે.   પણ આ સંબંધમાં કોઈપ્રકારનો વિવાદ થઈ શકે છે.   આવા મામલા આગળ ન વધારશો નહી તો કાયદાકીય વિવાદ થતા તમને આર્થિક રૂપે મોટુ નુકશાન થઈ શકે છે.  જો તમે તમારી સંપત્તિનો યોગ્ય પ્રયોગ કરશો તો તેમા ધન લાભ થશે.  જોખમ ભર્યો વેપાર કરવાથી બચો. જો તમે શેયર માર્કેટમાં રોકાણ કરો છો તો તેમા ઈનવેસ્ટ કરતી વખતે ધ્યાન રાખો. જો તમારા પૈસા ક્યાક ફસાયા છે તો તેને કાઢવામાં થોડી મુશેક્લીનો સામનો કરવો પડી શકે છે.  ધ્યાન રાખો કે તમારે તમારી આર્થિક વ્યવસ્થા ઠીકથી ન કરી તો તમારા પર આ વર્ષે કર્જ વધી શકે છે. 
 
મકર રાશિફળ 2019 મુજબ પ્રેમ જીવન 
રાશિફ્ળ 2019 મુજબ આ વર્ષે તમે પ્રેમ જીવનને ખૂબ એંજોય કરશો. તમારુ પ્રેમ જીવન રોમાંચક રહેશે. જો તમે તમરા લવ પાર્ટનરને લાઈફ પાર્ટનર બનાવવા માંગો છો તો તમારી આ ઈચ્છા આ વર્ષે પૂરી થઈ શકે છે. આ વર્ષે તમારી રિલેશનશિપ મજબૂત થશે.  તમે બંને એકબીજાની કંપનીને ખૂબ એંજો કરશો.  આ વર્ષે સાથી તમારી લાગણીઓને સમજશે ને તમારી કદર કરશે.  તમે અપ્ણ તેના પર વિશ્વાસ રાખો અને તેનો પણ વિશ્વાસ તૂટવા ન દો.  તમારા પ્રેમ પર શક ન કરો અને ન તો પ્રેમમા કોઈ શરત મુકો જે જાતક પ્રેમની શોધમાં છે તેમને પ્રેમ મળશે. જો નવી રિલેશનશિપ છે તો પ્રેમમાં ઉતાવળ ન કરો અને પ્રિયતમને સમય આપો.  ખાસ કરીને શરૂઆતમાં કામુક વિચારો પર કાબુ રાખો. જો સાથીને કોઈ વાતની ગેરસમજ છે તો તે તરત દૂર કરો નહી તો સંબંધોમાં દરાર પડી શકે છે.  
 
 
મકર રાશિફળ 2019 ઉપાય 
 
વર્ષ 2019 માં તમારે નિમ્નલિખિત ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી તમને વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મલશે અને તમે  તમારા મનપસંદ પરિણામોને સહેલાઈથી પ્રાપ્ત કરશો 
 
- શ્રી ગણપતિ અથર્વશીર્ષ સ્ત્રોત્ર અથવા શ્રીસૂક્તનુ નિયમિત રૂપથી પાઠ કરો 
- જો તમે સ્વસ્થ છો તો મંગળવારે સ્વેચ્છાથી રક્તદાન કરો 
 યથાસંભવ શ્રી શિવ રૂદ્રાભિષેક પૂજન કરો અને શિવજીને નિયમિત રૂપથી જળ અને દૂધ અર્પિત કરો.