સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By

21 જાન્યુઆરી ચંદ્રગ્રહણ - આ રાશિ પર પડશે પ્રભાવ

પૌષ શુક્લ પક્ષ પૂર્ણિમા 21 જાન્યુઆરી 2019 દિવસ સોમવારે ખગ્રાસ ચંદ્ર ગ્રહણ લાગશે. આ ખગ્રાસ ચંન્દ્ર ગ્રહણ 21 જાન્યુઆરીને સવાર સુધી રહેશે. આ ગ્રહણ ભારતમાં દ્રશ્ય નહી થાય. તેથી તેનુ કોઈ ધાર્મિક મહત્વ નહી રહે. છતા પણ ગ્રહ નક્ષત્રીય પ્રભાવ વગર નહી રહે.  ધાર્મિક માન્યતા મુજબ સૂર્ય ગ્રહણ અથવા ચંદ્રગ્રહણમાં ગંગા સ્નાનથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. 
 
માન્યતા છે કે ચન્દ્ર ગ્રહણ પછી સ્નાન અને દાન કરવુ ખૂબ સારુ હોય છે.  તેથી ઘઉ, ધાન, ચણા, મસૂર દાળ, ગોળ, ચોખા કાળો ધાબળો સફેદ ગુલાબી વસ્ત્રો. ચુડો, ચાંદી કે સ્ટીલની વાડકીમાં ખીર દાનથી ખાસ લાભ થશે.  જ્યોતિષમાં ગ્રહણનુ ખૂબ મહત્વ છે તેની સીધી અસર રાશિઓ પર પણ પડશે.  જાણો વિવિધ રાશિ પર તેનો પ્રભાવ 
 
મેષ રાશિ - ભાગ્યમાં વૃદ્ધિ, પરાક્રમ, વૃદ્ધિ, ખર્ચ વૃદ્ધિ, પેશાબની સમસ્યા, વાહનને નુકશાન 
વૃષભ રાશિ - પેટની સમસ્યા, પરિશ્રમમાં અવરોધ, પરાક્રમ અને ધન વૃદ્ધિ ભાઈ તરફથી કષ્ટ 
મિથુન રાશિ - વાણીમાં તીવ્રતા આંતરિક શત્રુ અને રોગ, છાતીમાં તકલીફ, દાંમ્પત્યથી કષ્ટ 
કર્ક રાશિ - ખભામાં દુખાવો, વિદ્યા વૃદ્ધિ, મનોબળ કમજોર, ભાગ્ય વૃદ્ધિ, મન અશાંત 
સિંહ રાશિ - ગૃહ અને વાહન સુખ વૃદ્ધિ, બુદ્ધિ અને ધન વૃદ્ધિ, વાણીમાં તીવ્રતા, પગમાં દુખાવો 
કન્યા રાશિ - છાતીની તકલીફ, આંતરિક ભય, અભ્યાસમાં અવરોધ, દાંમ્પત્યમાં તનાવ આવકમાં વધારો 
તુલા રાશિ - ધન, પરાક્રમ અને છાતીની તકલીફમાં વૃદ્ધિ, શત્રુ વિજય પરિશ્રમમાં અવરોધ 
વૃશ્ચિક રાશિ - ધન,  બુદ્ધિ અને વિદ્યા વૃદ્ધિ વાણીમાં તીવ્રતા, પરાક્રમમાં વૃદ્ધિ ભાગ્ય વૃદ્ધિ 
ધનુ રાશિ -  દાંમ્પત્યમાં તનાવ કે અવરોધ, પેટ અને પગની સમસ્યા, ક્રોધમાં વૃદ્ધિ, માનસિક પીડા, આંતરિક શત્રુઓમાં વૃદ્ધિ 
મકર રાશિ - દાંમ્પત્યમાં તનાવ, ખર્ચમાં વૃદ્ધિ, મન અશાંત, પગમાં કષ્ટ, ખભા કે રૂમમાં દુખાવો 
કુંભ રાશિ - આવકમાં વધારો, સન્માનમાં વૃદ્ધિ, વિદ્યાધ્યયનમાં અવરોધ, વાણી તીવ્ર, રોગ અને શત્રુનો સામનો 
મીન રાશિ - ક્રોધમાં વૃદ્ધિ, સન્માન અને પરિશ્રમમાં અવરોધ, આવકમાં વૃદ્ધિ મન અશાંત