મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 26 જુલાઈ 2018 (16:22 IST)

Chandra Grahan 2018 : ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ ધ્યાનમાં રાખે આ 5 વાતો

સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ અને વર્ષનુ બીજુ ચંદ્રગ્રહણ 27 જુલાઈના રોજ પડી રહ્યુ છે. આ ગ્રહણ 27 જુલાઈની રાત્રે 22.54 વાગ્યે શરૂ થશે અને 28 જુલાઈના રોજ 3.49 વાગ્યે સમાપ્ત થશે.  પણ ચંદ્રગ્રહણને કોઈપણ પોતાની ઉઘાડી આંખથી જોઈ શકે છે.  કારણ કે આ દરમિયાન કોઈપણ પ્રકારની હાનિકારક કિરણો નથી નીકળતી. 
 
લોક માન્યતા છે કે ગ્રહણના સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવામાં ગર્ભવતી મહિલાઓને વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.  જેથી કોખમાં ઉછરી રહેલા શિશુ પર કોઈ નકારાત્મક પ્રભાવ ન પડે. 
 
ચંદ્રગ્રહણનો સૂતક કાળ - 
 
27 જુલાઈના રોજ ગ્રહણ શરૂ થતા પહેલા બપોરે 02:54 વાગ્યાથી 28 જુલાઈ રાત્રે 03:49 વાગ્યા સુધીના સમયના રોજ સૂતક કાળ છે. 
 
ધ્યાન રાખો આ 5 વાતો 
 
1. ગ્રહણ પહેલા અને ગ્રહણ પછી ગર્ભવતી મહિલાઓએ સ્નાન કરવુ જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી સૂતકની અસર ખતમ થઈ જાય છે. 
 
2. ગ્રહણ સમયે ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવુ. 
 
3. ગ્રહણના સમયે ખાવુ પીવુ પણ અશુભ માનવામાં આવે છે. આવા સૂતક કાળમાં ગર્ભવતી મહિલા કશુ ખાય તો તેમા તુલસીનુ પાન અને કુશા (એક પ્રકારની ઘાસ) નાખી દે. 
 
4. ગ્રહણ દરમિયાન પતિ પત્નીએ ન મળવુ જોઈએ. 
 
5. ગ્રહણ સમયે તમે જાગી રહ્યા છો તો ભગવાનના નામનો જાપ કરો. માન્યતા છેકે આવુ કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થાય છે.