3 કલાક 55 મિનિટનો રહેશે 27 જુલાઈનું ચંદ્રગ્રહણ, આ વસ્તુઓનુ કરો દાન, બધા કષ્ટ થશે દૂર

grahan
Last Updated: બુધવાર, 25 જુલાઈ 2018 (17:04 IST)
27 જુલાઈના રોજ સદીનુ સૌથી લાંબુ લાગશે. જ્યોતિષિયો મુજબ બધા જાતકો પર તેની અસર રાશિ મુજબ જુદી જુદી પડશે.
માન્યતા છે કે ગ્રહણ પછી દાન કરવાથી બધા કષ્ટ દૂર કરી શકાય છે.
આવો જાણીએ કે આ ગ્રહણના પ્રકોપને ઓછુ કરવા માટે કંઈ કંઈ વસ્તુનુ દાન કરવુ જોઈએ.

- જો તમે લાંબા સમયથી સંપત્તિના સંબંધિત વિવાદમાં ગૂંચવાયા છો તો ગ્રહણ પછી સ્નાન કરીને તલથી બનેલી મીઠાઈઓનું દાન કરો.
આ માટે તમે તલના લાડુ, તલ ગોળની બરફી, તલ લોટની બરફી કે તલ અને મગફળીની બરફીનુ દાન કરી શકો છો.

- લાંબા સમયથી આર્થિક પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો ગ્રહણ પછી સૌ પહેલા સ્નાન કરો. સ્નાન પછી રસવાળી મીઠાઈનુ દાન કરવુ જોઈએ. તમે ચાહો તો રસગુલ્લા કે અંગુરી પેઠાનુ દાન કરી શકો છો.

- જો ઘરમાં હંમેશા કોઈને કોઈ બીમાર રહે છે કે ઘરનુ કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર છે તો એ માટે ગ્રહણ પછીએક ઘી થી ભરેલી વાડકીમાં એક ચાંદીનો ટુકડો નાખીને તેમા તમારો પડછાયો જોઈને દાન કરો.

- ચંદ્ર ગ્રહણ પછીની સવારે દરેકે કીડીઓ અને માછલીઓને ભોજન કરાવવુ જોઈએ. આવુ કરવાથી તમારા બધા કષ્ટ દૂર થાય છે.


આ પણ વાંચો :