શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: મંગળવાર, 1 જાન્યુઆરી 2019 (00:06 IST)

કન્યા રાશિફળ 2019 - જાણો 2019માં કેવી રહેશે કન્યા રાશિના લોકોની લાઈફ

કન્યા રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમને કેરિયરના મિશ્રિત પરિણામ મળશે. આ દરમિયાન આગળ વધવાની અનેક તક મળશે. સારી ભાષા શૈલી અને સંવાદને કારણે તમે નોકરી અને વ્યવસાયમાં એક જુદો મુકામ મેળવી લેશે.  આ વર્ષે આર્થિક જીવન પણ સામાન્ય રહેવાના સંકેત આપી રહ્યુ છે.  આવક વધશે અને જુદા જુદા સાધનો તમને પ્રાપ્ત થશે. જો કે આવક વધવાની સાથે સાથે ખર્ચમાં પણ વૃદ્ધિ થશે.  તેથી ખર્ચ પર કાબુ રાખવાની જરૂર છે. 
 
આ વષે પૌરાણિક જીવન સારુ વ્યતિત થશે.   આ વર્ષે તમારા વૈવાહિક જીવનમાં મિશ્રિત પરિણામ જોવા મળહ્સે.  શરૂઆતના મહિનામાં જીવનસાથીના આરોગ્યમાં કમી જોવા મળશે.   માર્ચ એપ્રિલનો સમય વૈવાહિક જીવન માટે સારો રહેશે.  આ વર્ષે તમારા અભ્યાસ પ્રત્યે વધુ ગંભીર જોવા મળશો.  આ વર્ષે તમારુ આરોગ્ય સામાન્ય રીતે સારુ રહેશે.  નાના મોટા વિકારોને જો છોડી દેવામાં આવે તો તમારો સમય સારી રીતે પસાર થશે. 
 
રાશિફળ 2019 મુજબ કન્યા રાશિનુ પારિવારિક જીવન  - આ વર્ષે તમને પારિવારિક જીવનમાં મિશ્રિત પરિણામ મળશે.  નોકરીના કારણે તમને ઘરેથી દૂર પણ જવુ પડી શકે છે. તમે પરિજનોનો ખ્યાલ રાખશો.  જો ઘરના સભ્યો સાથે કોઈ પણ પ્રકારની લડાઈ થઈ જાય તો મહેરબાની કરીને તેને લઈને વાદ વિવાદ ન કરશો.  પણ સ્થિતિને સાચવવાનો પ્રયાસ કરો. ઘરમાં કોઈ વાતને લઈને પિતા જી સાથે મતભેદ થઈ શકે છે.  માતા પિતાજીના આરોગ્યનો ખ્યાલ રાખો અને તેમની સાથે સંવાદ કાયમ રાખો. ઘરમાં કોઈ પ્રકારનુ મોટુ ફંક્શન થઈ શકે છે. ઘરમાં કોઈ સભ્યના લગ્ન થઈ શકે છે. વર્ષની શરૂઆત પારિવારિક જીવન માટે સારી છે. માર્ચ એપ્રિલમાં ઘરની શાંતિ માટે ધાર્મિક આયોજન થઈ શકે છે.  સપ્ટેમ્બર ઓક્ટોબરનો સમય ભાઈ બહેનો માટે અનુકૂળ નથી. આ દરમિયાન આરોગ્યમાં કમી આવશે. કેરિયર અને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.  પડોશીઓ દ્વારા તમને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.  તેથી સાવધ રહો.  ઓક્ટોબર પછી ફેમિલી માટે સારો સમય છે.   આ દરમિયાન ઘરમાં ખુશીઓ આવશે. 
 
રાશિફળ 2019 મુજબ કન્યા રાશિનુ લગ્નજીવન 
રાશિફળ 20-19 મુજબ આ વર્ષ તમારુ વૈવાહિક જીવન મિશ્રિત રહેશે.  શરૂઆતના મહિનામાં જીવનસાથીના આરોગ્યમાં કમી આવી શકે માર્ચ એપ્રિલનો અમય વિવાહિક જીવન માટે સારો રહેશે.   આ દરમિયાન મેરિડ લાઈફમાં પડકારોનો સમાનો કરવો પડી શકે છે પણ જીવનસાથીની સૂજબૂજ અને તમારી સમજદારીથી તમે એ પરિસ્થિતિઓનો સામનો સહેલાઈથી કરશો. જીવનસાથી સાથે તમારુ વૈવાહિક જીવન  મજબૂત થશે.  જો તમારો જીવનસાથી નોકરીમાં છે તો તેની મહેનત રંગ લાવશે.  આ દરમિયાન કદાચ તે તમને પર્યાપ્ત સમય ન આપે.  પણ તમને તેમા તાલમેલ બનાવવી પડશે.  જીવનસાથીને તેના ભાગનો સમય આપો. 
 
રાશિફળ 2019 મુજબ કન્યા રાશિનુ સ્વાસ્થ્યજીવન 
 
રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમારા સ્વાસ્થ્ય જીવનમાં ઉતાર ચઢાવની પરિસ્થિતિઓ આવશે.  આ વર્ષે તમારુ સ્વાસ્થ્ય જીવનમાં મિશ્રિત પરિણામ મળશે.  જેવા કે સ્વસ્થ્ય લાભની સાથે સાથે તમારા આરોગ્યમાં પણ કમી આવી શકે છે. વષની શરૂઆતમાં તમે ઉત્સાહિત અને ઉર્જાવાન વ્યક્તિ જોવા મળશો પણ ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીનો સમય તમારા આરોગ્ય માટે વધુ અનુકૂળ નથી.  તેથી આ સમય તમારા આરોગ્યમાં કમી જોઈ શકાય છે.  આ દરમિયાન મૌસમ પરિવર્તનથી થનારા રોગ તમને ઘેરી શકે છે. જોકે ત્યારબાદનો સમય તમારે માટે ઉત્તમ રહેશે.  તેનાથી તમને સ્વાસ્થ્ય લાભ મળશે પણ આ દરમિયાન તમારા પર કામનો બોઝ રહી શકે છે.  કામ પ્રત્યે તમારી નિષ્ઠા જોવા મળશે.  તમે તમારી ક્ષમતાથી વધુ કામ કરશો. બની શકે છે કે તમે આ દરમિયાન થાકનો અનુભવ કરો. આ સમય તમારા શરીરને આરામ આપો અને રાત્રે પૂરતી ઉંઘ લો. તેનાથી તમે તાજગી અનુભવ કરશો. ફિટ રહેવા માટે રેગ્યુલર એક્સરસાઈઝ કરો. મે ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો સમય તમારા આરોગ્ય માટે સારો રહેશે.  આ સમય તમારુ આરોગ્ય સારુ રહેશે.   તમારી દિનચર્યામાં યોગ અને ધ્યાન ક્રિયાને જોડો.  તેનાથી તમારુ મન શાંત અને એકાગ્રચિત રહેશે. અને ચેહરા પર ચમક આવશે.  સ્વસ્થ્ય દિનચર્યાનુ પાલન કરો અને માસ મદિરાનુ સેવન ન કરો તો સારુ રહેશે. 
 
કન્યા રાશિફળ 2019 મુજબ કેરિયર 
 
આ વર્ષે તમારુ કેરિયરમાં મિશ્રિત પરિણામ મળશે.  આ ક્ષેત્રમાં અનેક તક આવશે જ્યારે તમને નિરાશ થવુ પડી શકે છે. તો બીજી બાજુ અનેક એવી તક પણ આવશે જ્યરે તમને સફળતાનો સ્વાદ મળશે.  તમારી કુશળ સંવાદ શૈલીના માધ્યમથી તમે કેરિયરમાં પ્રોગ્રેસ કરશો.  તેનાથી તમને પ્રોફેશનલ ક્ષેત્રમાં સારા પરિણામોની પ્રાપ્તિ થશે. પ્રોફેશનલ ગ્રોથ માટે મે થી ઓક્ટોબરનો સમય ખૂબ જ સારા રહેવાનો સંકેત કરી રહ્યા છે. આ દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં સફળ પરિણામ મળશે. કંપની અથવા સંસ્થાનમાં તમારા કાર્યોની પ્રશ6સા થશે.   પુરસ્કારના રૂપમાં તમારુ પ્રમોશન થઈ શકે છે.  અથવા તમારી સેલેરીમાં વૃદ્ધિ થવાની પ્રબળ શક્યતા છે.  જો કે આ પહેલા જાન્યુઆરી ફેબ્રુઆરી અને બીજી બાજુ મે-જૂનમાં તમે તમારી જૉબ બદલી શકે છે કે આમ કહો કે તમને કોઈ નવી જોબ મળી શકે છે.  કોઈ અન્ય સ્થાન પર ટ્રાંસફર પણ થઈ શકે છે. બીજી બાજુ જે જાતક વેપાર સાથે જોડાયેલા છે તેમના વેપારમાં વધાઓર થશે અને તેમને આર્થિક નફો થશે.  નવેમ્બર-ડિસેમ્બરમાં તમારે તમારા નવા કામ પર જ ફોકસ કરવાનુ રહેશે.    આ સમય ઓફિસમાં થનારી ફાલતુ વાતોને નજરઅંદાજ કરો અને કોઈ વિવાદનો ભાગ ન બનો. તેનાથી તમારી એક સારા કર્મચારીની છબિ બનશે અને ચોક્કસ રૂપે તમને તેનો લાભ મળશે.   એક વધુ વાતનુ વિશેષ ધ્યાન રાખો. જો પરિણામ તમારી આશા મુજબ ન મળે તો નિરાશ થવાને બદલે વધુ મહેનત કરો.  આ સમય તમે ધૈર્ય બિલકુલ ન ગુમાવો.  સકારાત્મક વિચાર સાથે આગળ વધો. 
 
 
વેપાર - માર્ચ સુધી બિઝનેસમાં બધુ સારુ રહેશે અને ત્યારબાદ પણ તમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી. વેપારમાં ઘણુ બધુ સારુ થવાનુ છે. કેતુ અને શનિની દશામાંથી પસાર થતા લોકો થોડા સાવધ રહેવાની જરૂર છે.  નહી તો બાકી લોકો માટે આ વર્ષ ખૂબ સારુ છે. 
 
કન્યા રાશિફળ 2019 મુજબ આર્થિક જીવન 
 
ભવિષ્યફળ 2019 મુજબ આ વર્ષે તમારુ આર્થિક જીવન સામાન્યથી સારુ રહેશે અને વર્ષની શરૂઆતથી જ તમને તેનો આભાસ થવા માંડશે.  જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં તમને વિવિધ સ્ત્રોતોથી આવક પ્રાપ્ત થશે.  પણ આ સમય તમારે ખર્ચમાં વૃદ્ધિની શક્યતા છે. જો કે પરિસ્થિતિ છતા પણ તમારા કાબુમાં રહેશે.  જૂન અને ઓક્ટોબરનો સમય મુખ્ય રૂપથી તમને આર્થિક નફો આપવાનુ વચન આપે છે.   આ સમય તમને અચાનક જ ધન લાભ થવાની પ્રબળ શક્યતા રહેશે.   પૈતૃક સંપત્તિમાં વૃદ્ધિ થઈ શકે છે. જો તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરો છો તો આ સમય તમારે માટે લાભકારી રહી શકે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તમને ધનહાનિ થવાની શક્યતા છે.  ખર્ચમાં વૃદ્ધિ શક્ય છે જયરે આવક સ્થિર રહેશે.   બાળકોના અભ્યાસમાં અને તેમની જરૂરિયાતો પૂરી કરવામાં વધુ ધન ખર્ચ થશે.   આ સમય તમારે સાચવીને પૈસા કરવા પડશે.  વધુ જરૂર પડૅતા તમે કોઈની પાસેથી ઉધાર પણ લઈ શકો છો.   આગળનો સમય આર્થિક જીવન માટે સારો રહેશે.  ઘરમાં લગ્ન પ્રસંગે ઘરેણા વગેરે બનાવડાવી શકો છો. તમારી પ્રોપર્ટી વધશે. કોઈ નવુ વાહન ખરીદી શકો છો અથવા જૂના વાહનની ખરીદી પર ધન ખર્ચ થશે. 
 
કન્યા રાશિફળ 2019 મુજબ પ્રેમ જીવન 
 
વર્ષ 2019 તમારા પ્રેમ જીવન માટે મિશ્રિત રહેશે. તેમા તમને ઉતાર ચઢાવ બંને જોવા મળશે.  પ્રેમ જીવન માટે વર્ષની શરૂઆત ખાસ નથી.  આ સમય તમને પ્રેમમાં પડકારોનો સામનો કરવો પડશે.   જો કે ત્યારબાદ પરિસ્થિતિ સુધરશે.  વાતવાતમાં નારાજ થતા બચો.  અને પ્રેમને એક યોગ્ય દિશામાં લઈ જાવ.  લવ રિલેશનશિપમાં પાર્ટનરને મહત્વ આપો અને તેમના વિચારોને સમજો.  જે જાતક રિલેશનશિપમાં છે તેમનો પ્રેમ સંબંધ વધુ મજબૂત થશે.  તમે બંને વચ્ચે સારો તાલમેલ જોવા મળશે.   જાન્યુઅરીથી માર્ચનો સમય તમારા પ્રેમ જીવનમાં ઉથલ પાથલ લાવી શકે છે.  આ સમય સાથે તમે જુદા પડી શકો છો.  લવ પાર્ટનરની સાથે વિવાદ ન કરો.  જો રિલેશનશિપમાં કોઈ વિવાદ છે તો તેને પ્રેમથી ઉકેલવાનો પ્રયાસ કરો. વાતચીતથી સમસ્યાનુ સમાધાન કરો.  લવ રિલેશનશિપ માટે જૂન અને ડિસેમ્બરનો સમય બેસ્ટ રહેશે.  આ દરમિયાન કોઈ વ્યક્ત્તિ તમારા દિલને સ્પર્શી જશે.  નવી રિલેશનશિપની શરૂઆત પણ થઈ શકે છે.  દિલના મામલે કોઈ વ્યક્તિ પર વધુ ભરોસો  ન કરો. પણ તેને પારખો. નવા સંબધોને શરૂઆત કરવામાં ઉતાવળ કરવી યોગ્ય નથી. 
 
કન્યા રાશિફળ માટે 2019ના ઉપાય 
 
વર્ષ 2019માં તમારે નિમ્ન લિખિત ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમને મનપસંદ પરિણામો પ્રાપ્ત થશે.  
 
- નિયમિત રૂપે ગીતાનો પાઠ કરો અથવા શ્રી ગોપાલ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો 
- સમય સમય પર કિન્નરો (માસીબા) ને કોઈ વસ્તુ ભેટ આપો અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરો. 
- બુધવાર અને રવિવારે ભૈરવ મંદિર જઈને દર્શન કરો અને કાળા રંગના કૂતરાને રોટલી અને દૂધ આપો.