મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Updated : શનિવાર, 29 જૂન 2019 (18:05 IST)

માસિક રાશિફળ જુલાઈ 2019 - જાણો કેવો રહેશે જુલાઈ મહિનો તમારે માટે

મેષ - કોઈ પણ વિવાદમાં ફસાય શકો છો. વાણીમાં સંયમ રાખવો. કોઈ મિત્રની મદદથી નાણાકીય વિવાદનું નિવારણ આવશે. આર્થિક ખર્ચા વધશે. ક્યાંક ફરવા જવાનું થઈ શકે છે. લાલ રંગ તમારા માટે શુભ છે. સાસરીમાંથી લાભ થશે. કોઈ નવી યોજનાની સફળતાથી મન પ્રફુલ્લિત રહેશે. ભાઈની મદદથી કોઈ પણ સરકારી કાર્ય પૂરુ થશે. 
ઉપાય - વહેતા પાણીમાં દર બુધવારે નાળિયેર પધરાવવું. શ્રી હનુમાનજીની પૂજા કરી. ગાયને ભોજન કરાવવું.
 
વૃષભ -  આ રાશિના લોકો માટે આ મહિનો શુભ રહેશે. બિઝનેસમાં કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરવા માંગતા હોવ તો તેમાં તમને સફળતા મળશે. અભ્યાસમાં સફળતા મળશે.સંતાનની સફળતાથી માતા-પિતા પ્રસન્ન થશે. મીઠી વાણીથી તમને લાભ થશે. 
ઉપાય - આ મહિનાનો શુભ કલર વાદળી અને સફેદ છે. યશ તથા પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે.
 
 મિથુન - તમારી પાસે કામનું ભારણ વધશે. કોઈ સરકારી કાર્ય હેતુ સમસ્યા રહેશે. કઠીન પરિશ્રમ કર્યા પછી સફળતાની પ્રાપ્તિ થશે. લીલો રંગ તમારા માટે લાભકારી છે. નવી તકો મળશે. તુલા અને વૃષભ રાશિના જાતકોથી તમને લાભ થશે. સરકારી યોજના પૂરી થશે. તેમજ કોઈ ધાર્મિક ક્રિયામાં જવાનું થઈ શકે છે.
ઉપાય - ગણપતિને દર બુધવાર દુર્વા અર્પણ કરો, અવરોધ દૂર થશે 
 
કર્ક - તમારા મન પર અને મગજમાં આધ્યાત્મિક અને ધાર્મિક પ્રભાવ રહેશે. શિક્ષા તથા પ્રતિયોગિતાની દિશામાં વિદ્યાર્થીને સફળતાની પ્રાપ્તિ થશે. ધનનું આગમન થશે. વેપારમાં પ્રગતિ થશે પરંતુ આ મહિનામાં તમે બહુ વ્યસ્ત રહેશો. પૈસાનો ખર્ચ વધશે. ક્યાંક ફરવા જવાનું થઈ શકે છે. . ધન તથા મીન રાશિના જાતકોથી તમારા વેપારમાં લાભ થશે. શિક્ષા તથા પ્રતિયોગિતાની દિશામાં કરી રહેલા પ્રયાસોમાં સફળતા મળશે. ધાર્મિક યાત્રા પર જવાનું થઈ શકે છે.
ઉપાય - પીળો રંગ તમારા માટે શુભ રહેશે. 
 
સિંહ - શિક્ષા તથા પ્રતિયોગિતામાં સફળતાની પ્રાપ્તિ થશે. કોઈ કન્યા અથવા મિથુન રાશિના જાતકોથી તમને વેપાર-વ્યવસાયમાં લાભ થશે. શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરવી. લીલો રંગ શુભ રહે છે. વિદ્યાર્થીઓએ પીળા રંગનો પ્રયોગ કરવો. આર્થિક ખર્ચાઓ વધી શકે છે. યાત્રાની સંભાવના રહેશે. શાસન તથા પ્રશાસનનો સહયોગ પ્રાપ્ત થશે. રાજનીતિમાં ઉચ્ચ નેતાઓથી લાભની પ્રાપ્તિ થશે.
ઉપાય -  દર રવિવારે શ્રી આદિત્યહૃય સ્ત્રોતનાં ત્રણ વખત પાઠ કરવા.
 
કન્યા - આ મહિનામાં તમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેમજ ઘરમાં કે ઓફિસમાં વિવાદ થાય તેવી સંભાવના છે. વાણી પર સંયમ રાખવો. કાયદા અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને સફળતાની પ્રાપ્તિ થશે. પૈસાનો ખર્ચ વધારે થઈ શકે છે. તેમજ પ્રવાસ જવાનો યોગ છે. શાસન તથા પ્રશાસનનો સહયોગ પ્રાપ્ત થશે. રાજનીતિ સાથે જોડાયેલા જાતકોને આ મહિનામાં લાભ થશે. 
ઉપાય - દર બુધવારે વહેતા પાણીમાં નાળિયેર પધરાવવું.
 
તુલા - તુલા રાશિના જાતકો માટે આ મહિનો શુભ ફળ આપનાર છે. વેપાર-વ્યવસાયમાં પ્રગતિ થશે. મિત્રોની સાથે ફરવા જવાનું થઈ શકે છે. લીલો રંગ શુભ છે. મિથુન અને કન્યા તમારા માટે શુભ રાશિ છે, આ મહિનામાં તેમનો સહયોગ મળશે. અપરણિત લોકો માટે લગ્નનો યોગ બને છે. તેમજ નવા વેપાર કરાર થઈ શકે છે. લેખન, પત્રકારત્વ તથા શિક્ષણ સાથે જોડાયેલા જાતકોને લાભ થશે. તેમજ ભાઈનો સહયોગ પ્રાપ્ત થશે.
ઉપાય - હનુમાનજીને ગોળ ચણાનો પ્રસાદ દર મંગળવારે ઘરાવવો. 
 
વૃશ્ચિક - આ મહિનો તમારા માટે ભાગ્યશાળી છે. આ મહિનામાં તમને તમારા જૂના મિત્રનો સાથ મળી શકે છે. અટવાયેલા કાર્યમાં સફળતા મળશે. કોઈ જગ્યાએ પૈસા રોકાય ગયા હોય તો તે પાછા આવશે. સંતાનની સફળતાથી તમે ગર્વની લાગણી અનુભવશો. વિદ્યાર્થીઓને નવી તકો પ્રાપ્ત થશે. શિક્ષણ તથા પ્રતિયોગિતાની દિશામાં કરવામાં આવતા પ્રયત્નમાં સફળતા મળશે. વાણીને સંયમમાં રાખવી.
ઉપાય -  તલનું દાન કરવું.
 
ધન - આ મહિનામાં તમારી ક્રિએટિવિટી તમને યશ તથા સામાજીક પ્રતિષ્ઠા અપાવશે. કોઈ મોટા ફંકશનમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે. લેખન તથા પત્રકારિતા સાથે જોડાયેલા લોકોને સન્માન મળશે. સ્વાસ્થ્યની સમસ્યા રહેશે. 
ઉપાય - પીળો રંગ શુભ છે. શનિ સાથે સંબંધિત વસ્તુ જેમ કે તલના તેલનું દાન કરવું. દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો.
 
મકર - રાજનીતિમાં હોય તે વ્યક્તિને આ મહિનામાં સારી તકો મળશે. કોઈ પણ સારા સમાચાર આવવાથી મન પ્રફુલ્લિત થઈ જશે. ભાઈની મદદથી કોઈ પણ સરકારી કાર્ય થઈ જશે. વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે. ધનની પ્રાપ્તિ થશે. રાજનીતિમાં હોય તેવા જાતકો માટે આ મહિનો બહુ લાભકારી છે. શ્રી હનુમાનજીની ઉપાસના કરવી. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી. ભાઈની મદદથી સરકારી કાર્યોમાં સફળતા મળશે.
ઉપાય - પીળો રંગ શુભ છે. પીળો રંગ શુભ છે.
 
કુંભ - વેપાર-વ્યવસાયમાં કંઈક નવું કરવા માટેના પ્રયત્નોમાં સફળતા મળશે. કન્યા અથવા મિથુન રાશિનો સહયોગ.  વેપારમાં અચાનક ધન લાભ થશે. જો કે, સ્વાસ્થ્ય થોડું ખરાબ થઈ શકે છે. બીપી તથા ડાયાબિટીસના લોકોએ ખાસ સાવધાની રાખવી. શિક્ષણ તથા પ્રતિયોગિતાની દિશામાં કરવામાં આવી રહેલી કોશિશ સાર્થક નિવડશે.
ઉપાય - રોજ સૂર્યને જળ અર્પિત કરો. લાભ થશે 
 
મીન - ઘણા સમયથી અટવાયેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. સંતાનને સફળતા મળશે. શિક્ષણ, લેખન તથા પત્રકારિતા સાથે સંબંધિત જાતકોને લાભ થશે અને યશ તથા પ્રતિષ્ઠા મળશે.  ધન લાભ થશે.
ઉપાય - સફેદ રંગ શુભ છે. દર શુક્રવારે લક્ષ્મીજીને સફેદ રંગની મીઠાઈ અર્પિત કરવી