શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: મંગળવાર, 21 મે 2019 (18:04 IST)

ચૂંટણી 2019 - શુ નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી બની શકશે ?

મોદીજીની વૃશ્ચિક લગ્નની કુંડળી છે. તેમને અને લગ્નેશ છે મંગળ, જો લગ્નમાં જ સ્થિત છે. લગ્નેશનો લગ્નમાં જ સ્થિત હોવી એક ખૂબ જ મોટો પ્લસ પોઈંટ છે પણ પણ સાથે જ પોતાની નીચ રાશિમાં સ્થિત ચંદ્ર નીચ ભંગ રાજયોગ બની રહ્યો છે.  અને પંચ મહાપુરૂષ યોગની વાત કરીએ તો મંગળ સ્વરાશિ સ્થિત થઈને રૂચક નામક યોગ બનાવી રહ્યા છે. આ યોગ ખૂબ જ શુભકારક માનવામાં આવે છે. 
 
એકાદશ ભાવમાં જ્યા 6નો અંક છે. ત્યા સૂર્ય બુધનુ બુધાદિત્ય યોગ લગ્નમાં ચંદ્ર મંગળનો મહાલક્ષ્મી યોગ અને ચંદ્ર ગુરૂનો ગજકેસરી યોગ સાથે જ ગુરૂ શુક્રનો દ્રષ્ટિ સંબંધથી બનેલો શંખ યોગ છે.  તો અમે જોયુ કે નરેન્દ્ર મોદીની જન્મ કુંડળી અનેક વિશિષ્ટ યોગથી અલંકૃત છે અને જેનુ વિશ્લેષણ તમે ખુદ મોદીમાં કરી શકો છો. 
 
જન્મ કુંડળીમાં અરિષ્ટ યોગ પણ સ્થિત છે. એકાદશ ભાવમાં સ્થિત સૂર્ય અને પંચમ ભાવમાં સ્થિત રાહુથી બનેલુ ગ્રહણ દોષ સાથે જ બુધ કેતુનુ જડત્વ દોષ અને બુધની અસ્ત અને વક્રી સ્થિતિ બીજી બાજુ ચતુર્થ ભાવમાં વક્રી ગુરૂ દશમ ભાવમાં અસ્તગત શનિ તેમની અશુભ યોગોને કારણે આવનારા સમયમાં મોદી માટે કષ્ટપ્રદ રહી શકે છે. 
 
વિશોત્તરી દશા - તેમના ચંદ્રની મહાદશા (28/11/2011 થી 20/11/2021 સુધી) માં બુધનુ અંતર 29/09/2017 થી 28/02/2019 સુધી) શ્રેષ્ઠ નથી કહેવાયુ છે. જેથી ચંદ્ર મનનો કારક છે. અને સાથે જ ચંચલતાનો કારક છે અને બુધ બુદ્ધિનો કારક છે તો સ્પષ્ટ છે બુદ્ધિમાં ચંચળતા શ્રેષ્ઠ નથી હોતી જેનુ સ્પષ્ટીકરણ કરો તો હાલ કેટલાક નિર્ણય મોદીએ બુદ્ધિની ચંચળતાના ફળસ્વરૂપ માટે છે. કારણ કે બુધની સ્થિતિ શ્રેષ્ઠ નથી. 
 
તેની કુંડળીમાં બુધ અસ્ત વક્રી અને રાહુની પૂર્ણ દ્રષ્ટિ બુધ પર છે. જોકે બુધની પ્રત્યંતર દશા ફેબ્રુઆરી 2019 સુધી હતી. ત્યારબાદ કેતુની પ્રત્યંતર દશા  (28/02/2019 થી  28/09/2019 સુધી)ચાલી રહી છે. જો કે કેતુ એકાદશ ભાવમાં સ્થિત શ્રેષ્ઠ ફળ પ્રદાન કરશે.  કારણ કે કોકીપણ ક્રૂર અને પાપી ગ્રહ કુંડળીના ક્રૂર ભાવ (ત્રીજા છઠ્ઠા અગિયારમા)બેસવ્યા છે તો તમારી દશા-અંતરદશામાં શ્રેષ્ઠ ફળકારક હોય છે. વૈદિક જ્યોતિષનુ માનીએ તો ચંદ્રમં કેતુનુ અંતર ગ્રહન દોષના સમકક્ષ ફળ પ્રતિપાદિત કરે છે. તેથી 2019માં મોદીને સફળતા તો મળશે પણ સંઘર્ષો પછી. 
 
ગોચર સ્થિતિ - 2019ની શરૂઆતમાં તેમના લગ્ન ભાવમાં સ્થિત દેવ ગુરૂ બૃહસ્પતિ સરેરાશ ફળકારક હોય છે અર્થાત કોઈ વિશેષ અનિષ્ટકારી પણ નથી. તો શુભ ફળકારક પણ નથી. પણ ગુરૂ વક્રી અવસ્થામાં ગોચર કરવા જઈ રહ્યો છે. જે પરેશાનીઓ પેદા કરી શકે છે. 
 
દ્વીતીય ભાવમાં શનિ જો સાઢેસાતીનુ નિર્માણ કરી રહ્યા છે અને આ સમય અસ્તગત સ્થિતિમાં છે. કાર્યમાં અવરોધની સ્થિતિનુ નિર્માણ કરે છે. વર્તમાનમાં રાહુ કેતુનો તૃતીય અને નવમ દ્રષ્ટિ સંબંધ તૃતીય ભાવ સંઘર્ષ પછી વિજયનુ પ્રતીક છે. નવમ ભાવ ભાગ્યનો પ્રતીક છે. તેથી તૃતીય ભાવનો કેતુ વિજય પ્રદાન કરશે. પણ પણ અનેક સંઘર્ષ પછી કારણ કે નવમ ભાવનો રાહુ ભાગ્યમાં અવરોધ પેદા કરે છે.  તો ભાગ્યનો સાથ કદાચ નહી મળે પણ 6 માર્ચનો રાહુ  કેતુ રાશિ પરિવર્તન કરી ચુક્યો છે. 
 
રાહુ તેમના અષ્ટમ ભાવ અને કેતુ બીજા ભાવમાં સ્થિત રહેશે. જો કે રાહુ શનિવત અને કેતુ મંગળના સમકક્ષ ફળ આપે છે. તેમની કુંડળીમાં શનિ ત્રીજા અને ચોથા ભાવનો સ્વામી છે અને શનિ 30 એપ્રિલથી 18 ઓગસ્ટ સુધી વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યો છે. જે તેમના લગ્નભાવના સમકક્ષ ફળ આપશે મતલબ વૃશ્ચિક રાશિમાં સ્થિત ફળ આપશે. ગત લોકસભા ચૂંટણીમાં શનિ તેમના લગ્નમાં જ સ્થિત હતા જે શ્રેષ્ઠ ફલકારક હતા. તેથી શનિનો આ ગોચર શ્રેષ્ઠ ફળકારક કહી શકાય છે. બીજી બાજુ કેતુના મંગલવત ફળની વાત કરીએ તો 22 માર્ચથી મંગળ તેના છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને આ પ્રતિસ્પર્ધામાં વિજયનુ પ્રતિક છે. 
 
તેથી દશાઓ અને ગોચરના વિશ્લેષણ પછી નિષ્કર્ષની વાત કરીએ તો  90% સિતારા નરેન્દ્ર દામોદરદાસ મોદીના પ્રધાનમંત્રી બનવાના શુભ સંકેત આપી રહ્યુ છે. 
 
(આ લેખમા વ્યક્ત વિચાર/વિશ્લેષણ લેખકના વ્યક્તિગત છે. તેમા સામેલ તથ્ય અને વિચાર વેબદુનિયાના નથી અને વેબદુનિયા તેની કોઈ જવાબદારી લેતુ નથી.)