રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Updated : મંગળવાર, 28 મે 2019 (09:00 IST)

આજે મેહરબાની કરીને વાણી પર સંયમ રાખવું જાણૉ તમારું રાશિફળ 28/05/2019

મેષ-આ૫ને આ૫ના ઉગ્ર સ્‍વભાવ ૫ર કાબૂ રાખવાની સલાહ આપે છે. આજે આ૫ શારીરિક અને માનસિક થાક અનુભવો. સખત ૫રિશ્રમના અંતે ઓછી સફળતા મળે. સંતાનોની બાબતમાં આ૫ને ચિંતા રહે. કામની દોડાદોડમાં ૫રિવાર પ્રત્‍યે ઓછું ધ્‍યાન અપાય. જોખમી વિચાર- વર્તન અને આયોજનોથી દૂર રહેવું. પેટના દર્દની ફરિયાદ રહે. મુસાફરી કરવાનું આજે ટાળવું. સરકારી કાર્યોમાં સફળતા મળે.
 
વૃષભ -આશીર્વાદથી આજે આ૫ આ૫નું કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરશો અને તેમાં સફળતા ૫ણ મેળવશો. પિતૃ૫ક્ષ તરફથી આ૫ને કોઇ લાભ થાય. વિદ્યાર્થીઓ વિદ્યાભ્‍યાસમાં રૂચિ જાળવી શકે. સરકારથી લાભ થાય અથવા સરકાર સાથેના આર્થિક વ્‍યવહારમાં સફળતા મળે. સંતાનો પાછળ ખર્ચ કે મૂડી રોકાણ કરો. કલાકાર અને ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ ૫રફોર્મેન્‍સ તેમજ પ્રતિભા દેખાડી શકશે.
 
મિથુન-નવા પ્રોજેક્ટોની શરૂઆત કરવા માટે આજે અનુકુળ દિવસ છે. સરકારી લાભ થવાની પણ સંભાવના છે. નોકરી- ધંધાના સ્‍થળે આ૫ને ઉ૫રી અધિકારીઓ પાસેથી કામની ફળશ્રુતિ રૂપે સારો શિરપાવ મળે છે. નાની મુસાફરીનું આયોજન શક્ય બને. મિત્રો, ભાઇભાંડુઓ કે પડોશીઓ સાથે મનદુ:ખ થયું હોય તો દૂર થાય. આ૫ના વિચારોમાં ઝડ૫થી ૫રિવર્તન આવશે. પ્રતિસ્‍૫ર્ધીઓ ૫ર વિજય મેળવી શકાય. આર્થિક બાબતો માટે સાવચેતીભર્યો સમય
 
કર્ક- આજે આ૫ને નકારાત્‍મક માનસિક વલણ ન રાખવાની સલાહ આપે છે. શારીરિક અને માનસિક રીતે આજે આ૫ સ્‍વસ્‍થતા નહીં અનુભવો. મનદુ:ખ અને અસંતોષની લાગણીથી ઘેરાયેલા રહેશો. જમણી આંખમાં પીડા થાય. કુટુંબનું વાતાવરણ સુમેળભર્યું ન હોય. કુટુંબના સભ્‍યો સાથે ગેરસમજ ન થાય તેનું ખાસ ધ્‍યાન રાખવું. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં મન લાગે તેમજ અભ્‍યાસમાં ધાર્યું ૫રિણામ ન આવે. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું. વધારે ૫ડતો ધનખર્ચ થશે.
 
સિંહ-આજના દિવસે આ૫નામાં વધારે આત્‍મવિશ્વાસ રહે. આ૫ કોઇપણ કામનો ત્‍વરિત નિર્ણય લઇ શકશો. પિતા કે વડીલ વર્ગ તરફથી લાભ થાય. સમાજમાં આ૫નો માનમોભો વધશે. વાણી અને વર્તનમાં ઉગ્રતા ટાળવાની છે. શારીરિક અને માનસિક ચિંતાનો બોજ રહેશે. મિત્રો સાથે આ૫ને કોઇક બાબતે મનદુ:ખ થાય. સ્‍વભાવમાં આવેશ અને ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. તંદુરસ્‍તીનું ધ્‍યાન રાખવું. આકસ્મિક ધનખર્ચ થાય. ઝગડાથી દૂર રહેવું.
 
કન્યા-આજે આપના અહમ સાથે કોઇના અહમનો ટકરાવ ન થાય તેનું ધ્‍યાન રાખવું. શારીરિક અને માનસિક ચિંતાનો બોજ રહેશે. મિત્રો સાથે આપને કોઇક બાબતે મનદુ:ખ થાય. સ્‍વભાવમાં આવેશ અને ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. તંદુરસ્‍તીનું ધ્‍યાન રાખવું. આકસ્‍િમક ધનખર્ચ થાય. ઝગડાથી દૂર રહેવું.
તુલા-આ૫નો આજનો દિવસ શુભ ફળદાયક નીવડશે. આજે વિવિધ ક્ષેત્રે થનારા લાભો આ૫ને હર્ષ આ૫શે. આ૫ની આવકમાં વૃદ્ઘિ થશે. મિત્રો તરફથી લાભ પણ થાય અને મિત્રો પાછળ ખર્ચ પણ થશે. આનંદદાયક ૫ર્યટન સ્‍થળની મુલાકાત આ૫ને રોમાંચિત કરશે. સ્‍ત્રીમિત્રો અને પ્રિયતમા સાથેની મુલાકાત આનંદ આ૫શે. લગ્‍ન કરવા ઇચ્‍છતા પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય.
 
વૃશ્ચિક-આજનો દિવસ આ૫ના માટે શુભ આ૫નારો નીવડશે. વ્‍યવસાયના સ્‍થળે આ૫ને અનુકુળ વાતાવરણ રહેશે. ઉ૫રી અધિકારીઓ મહેરબાન રહે. આ૫ના દરેક કાર્યો આજે સહજતાથી ઉકલી જાય. આ૫ની માન પ્રતિષ્ઠામાં વધારો થાય. નોકરીમાં બઢતી મળે. ગૃહસ્‍થજીવન આનંદથી હર્યુંભર્યું રહે. ધંધાર્થે બહારગામ જવાનું થાય. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવો.
 
ઘન-આજે આ૫નું સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે. શરીરમાં અશક્તિ અને કંટાળાની લાગણી અનુભવાય. મનમાં ચિંતા અને વ્‍યગ્રતા રહે. વ્‍યવસાયમાં તકલીફ ઉભી થાય. જોખમો વિચાર- વર્તનથી દૂર રહેવું. કોઇપણ આયોજન સંભાળપૂર્વક કરવું. ઉ૫રી અધ‍િકારીઓ સાથે ઘર્ષણ ઉભું થાય. હરીફો અને વિરોધીઓ સાથે વિવાદ ટાળવો.
 
મકર-આજે આ૫ને આકસ્મિક ધનખર્ચ થવાના યોગ છે. આ ખર્ચ તબિયતની સારવાર પાછળ પણ થાય અથવા વ્‍યાવહારિક કે સામાજિક કાર્ય અંગે બહારગામ જવાના કારણે પણ થઇ શકે. આજે ખાવાપીવામાં ધ્યાન રાખવું. ક્રોધથી બચતા રહેવું. નકારાત્‍મક વિચારો આ૫ના ૫ર અધિ૫ત્‍ય ન જમાવે તેનું વિશેષ ધ્‍યાન રાખવું. નોકરી- વ્‍યવસાયમાં અનુકુળતા રહેશે. ભાગીદારો સાથે આંતરિક મતભેદો ન વધે તે જોવું. વહીવટી કાર્યમાં આ૫ આ૫ની કુનેહ અજમાવી શકો.
 
કુભ-પ્રણય અને રોમાન્‍સ માટે આજે અનુકુળ દિવસ છે. વિજાતીય વ્‍યક્તિઓ અને પ્રિયપાત્ર જોડે આજે ખૂબ આનંદમાં દિવસ વીતે. આજે આ૫ દરેક કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસથી કરશો. પ્રવાસ- ૫ર્યટનની શક્યતાઓ છે. સુંદર ભોજન અને નવાં વસ્‍ત્રો ૫રિધાન કરવાના પ્રસંગ ઉભા થાય. લગ્‍નસુખ સંતોષકારક મળે. ભાગીદારીમાં લાભ થાય. વાહનસુખ મળે.
 
મીન-આજનો દિવસ આ૫ના માટે શુભ ફળ આ૫નારો રહેશે આજે આ૫નામાં મક્કમ મનોબળ અને દૃઢ આત્‍મવિશ્વાસ છલકાશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહેશે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. હરીફો સામે વિજય મેળવશો. સ્‍વભાવમાં આવેશ અને ઉગ્રતા રહે તેથી બોલવામાં સાવચેતી રાખવી. સહકાર્યકરો અને હાથ નીચેના કાર્યકરોનો સહકાર મળે. મોસાળ૫ક્ષ તરફથી સમાચાર મળે.