બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By

વૃશ્ચિક રાશિફળ 2019 - Scorpio 2019 Horoscope

રાશિફળ 2019 મુજબ વૃશ્ચિક રાશિના લોકો માટે આગામી વર્ષ પ્રગતિ કારક રહેશે.  કેરિયરમાં નવી તક મળવાથી ઉન્નતિ થશે. બીજી બાજુ આર્થિક મામલા માટે પણ આ વર્ષ સારુ રહેવાનુ છે. આ વર્ષે વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે. અભ્યાસમાં સફળતા માટે તનતોડ મહેનત કરશો અને તમારી મહેનતનુ સારુ ફળ પણ પ્રાપ્ત થશે. જો કુંવારા છો તો લવ મેરેજના યોગ બનશે. તમે લવ પાર્ટનર સાથે કિમંતી સમય વ્યતીત કરી શકો છો. તમારી ફેમિલી લાઈફની ચર્ચા કરીએ તો આ વર્ષે તમે તમારા પરિવારની જવાબદારી નિભાવશો. પરિવારના લોકોને તમારાથી ખૂબ આશા રહેશે.  તેમના વિશ્વાસને ન તોડો અને એવુ કોઈપણ કાર્ય ન કરો જેનાથી સમાજમાં પરિજનની બદનામી થાય.  
 
રાશિફળ 2019 મુજબ પારિવારિક જીવન,
 
વર્ષ 2019 મુજબ પારિવારિક જીવન માટે શુભ રહેશે. આ વર્ષે તમારો પરિવાર સુખ પૂર્વક પોતાનુ જીવન વ્યતીત કરશે.  પૈતૃક સંપત્તિમાં વધારો થશે.  ઘરમાં સુખ શાંતિ અને વૈભવનુ આગમન થશે.  ઘરના સભ્ય પોતપોતાના ક્ષેત્રમાં સારુ પ્રદર્શન કરશે અને સૌની વચ્ચે સામજસ્યપૂર્ણ વ્યવ્હાર જોવા મળશે.  આ દરમિયાન તમે કોઈ નવો ઘર અથવા વાહન ખરીદી શકો છો.  પરિજનોના આરોગ્યમાં ઘટાડો થશે પણ તેમને જલ્દી જ સ્વાસ્થ્ય લાભ મળશે. ભાઈ બહેનોને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવામં તેમની મદદ કરો. તેમના દ્વારા પણ તમને મદદ મળશે.   આ સમય તમે તમારા પરિવારની જવાબદારી સમજશો અને તેમને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.  પરિવારને તમને ઘણી આશાઓ રહેશે.  તેમની આશાઓ પર ખરા ઉતરો અને એવુ કોઈપણ કાર્ય ન કરો જેનાથી સમાજમાં તેમનુ માથુ શરમથી ઝુકી જાય.   આ વર્ષે તમારી સંતાન કેરિયરમાં પ્રગતિ કરશે.   સંતાન દ્વારા તમને ખુશીઓ મળશે.   ટૂંકમાં જોવા જઈએ તો આ વર્ષે તમારા ઘરેલુ જીવન માટે ઉત્તમ છે.  ઘરમાં કોઈ પવિત્ર કાર્ય જેવા કે લગ્ન પૂજા પાઠ વગેરે થવાની શક્યતા છે.  પરિવારમાં કોઈ નવા સભ્યનુ આગમન થશે.  ઘરમાં વડીલોનુ સન્માન કરો અને સારા કાર્ય માટે તેમનો આશીર્વાદ મેળવો. 
 
રાશિફળ 2019 મુજબ લગ્નજીવન  
 
ફળાદેશ 2019 મુજબ આ વર્ષે તમારુ વૈવાહિક જીવન સારુ રહેશે.  જો કે નાની-મોટી વાતોને લઈને જીવનસાથી સાથે તકરાર જોવા મળશે. પણ તમે બંને વચ્ચે પ્રેમ ભાવ પણ વધશે.   આ સમય તમે એકબીજાના સમ્પૂરક રહેશો. બંને વચ્ચે કોઈ પ્રકારની ગેરસમજ થઈ શકે છે.  આવી સ્થિતિમાં એ ગેરસમજને તરત દૂર કરો.  જીવનસાથીના સ્વાસ્થ્યમાં કમી પણ આવી શકે છે.  તેને લઈને તમે તણાવગ્રસ્ત પણ રહી શકો છો.  તણાવ લેવાને બદલે જીવનસાથીના આરોગ્યની દેખરેખ કરો અને તેમને તમારો ભાવનાત્મક સપોર્ટ આપો. 
 
વૃશ્ચિક રાશિફળ 2019 મુજબ સ્વાસ્થ્ય 
 
રાશિફળ 2019 મુજબ આ વર્ષે તમારે તમારા આરોગ્યનુ વિશેષ ધ્યાન રાખવુ પડશે.  સ્વસ્થ્યને લઈને રાખેલી બેદરકારી તમને મોંઘી પડી શકે છે.  ફિટનેસને લઈને સમસ્યા ન આવે એ માટે તમારે  શારીરિક વ્યાયામ કરવાની જરૂર છે.   જેમ દિનચર્યામાં યોગ એક્સરસાઈઝ ધ્યાન રનિંગ મોંરિંગ વોક જીમને જોડો. આળસનો ત્યાગ કરો. આ ઉપરાંત રાતના સમયસર સૂઈ જાવ અને સવારે સૂર્યોદય પહેલા ઉઠો. સાથે જ તમારા ખાન પાન પર વિશેષ ધ્યાન રાખો.  ધ્યાન રાખો તમારુ સ્વાસ્થ્ય જ તમારુ ધન છે. વર્ષની શરૂઆતમાં  તમારે તમારા આરોગ્ય પર વધુ ધ્યાન આપવુ પડશે.  ભવિષ્યફળ 2019 મુજબ ફેબ્રુઆરી અને માર્ચ મહિનો તમારા આરોગ્ય માટે ઠીક નથી.   આ સમય તમારે સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઈ શકે છે. ત્યારબાદ્દ એપ્રિલમાં તમારા આરોગ્યમાં સુધારો થશે અને તમને સ્વાસ્થ્ય લાભ મળશે.   પણ ત્યારબાદ મે અને જૂનમાં તમને કોઈ શારીરિક પીડા થઈ શકે છે.  ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ તમારુ આરોગ્ય નાજુક રહી શકે છે.  આ સમય તમને ખાંસી શરદી, તાવ સોજો વગેરેની સમસ્યા રહી શકે છે. આ સમય તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા કમજોર થઈ શકે છે. આવુ થતા ડોક્ટર સાથે સંપર્ક કરો અને તમારા સ્વાસ્થ્યનો ઈલાજ કરાવો. 
 
 
રાશિફળ 2019 મુજબ કેરિયર
 
  ભવિષ્યફળ 2019 મુજબ તમારા કેરિયરમાં ઉન્નતિ શક્ય છે. નોકરી વેપર માટે પરિસ્થિતિયો તમારે અનુકૂળ લાગી રહી છે. આ સમય તમે તમારા કેરિયરને ગતિ આપવા માટે ખૂબ મહેનત કરશો. તમારી સામે આગળ વધવાના અનેક તક આવશે.  સારા કામને કારણે કોઈ સારી અને પ્રતિષ્ઠિત સંસ્થામાંથી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.  કેરિયરને લઈને વિદેશ જવાની શક્યતા છે. જો તમે આ અવસરને સમય રહેતા ફાયદો લઈ લેશો તો તમને સફળતા જરૂર મળશે.   આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં તમને કેરિયરમાં કોઈ ઉપલબ્ધિ મળી શકે છે.  આ સમય નોકરીમાં પ્રમોશનના યોગ છે. અથવા તમારી આવકમાં વૃદ્ધિ થવાની શક્યતા છે.  ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તમને કેરિયરમાં સારા ફળ પ્રાપ્ત થશે. આ સમય સીનિયર્સનો તમને સંપૂર્ણ સપોર્ટ મળશે.   તમારા કાર્ય અને વિચારોની પ્રશંસા થશે.  ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તમને કેરિયરમાં સારા ફળ પ્રાપ્ત થશે.    આ સમય સીનિયર્સનો તમને ભરપૂર સપોર્ટ મળશે.  તમારા કાર્યો અને વિચારોની પ્રશંસા  થશે. આ સમય તમે મદદ માટે તમારા સહકર્મચારીઓ પર નિર્ભર ન રહો તો સારુ છે. કારણ કે આ સમય તેઓ તમારી સફળતાથી ચિડાય શકે છે.  અથવા તેઓ તમારા સારા કાર્યોનો શ્રેય ખુદ લઈ શકે છે.   તેથી સાવધ રહો.  વર્ષના શરૂઆતના મહિનામાં તમારી નોકરીની ટ્રાસફર થઈ શકે છે.  જો કે તમને કેટલીક વાતોનુ ધ્યાન પણ રાખવુ પડશે. જેવુ કે ઓફિસ અથવા કાર્યક્ષેત્રમાં ફાલતૂ વિવાદમાં ન પડો અને પૂરી ઈમાનદારી સાથે તમારા કાર્ય પર ધ્યાન આપો.  સીનિયર્સના દિશા નિર્દેશનુ પાલન કરો અને સમય પર કાર્ય પૂર્ણ કરો. 
 
 
 વેપાર  - બિઝનેસ માટે સારો સમય છે.  તમને કોઈ નવુ કામ મળી શકે છે. નવા મિત્ર કે કોઈ નવ બિઝનેસ તમારા મગજમાં ચાલતો રહેશે.  લોકોનો સહયોગ મળશે.  રાહુ કે કેતુ ની દશામાંથી પસાર થઈ રહેલા જાતક ખરાબ સ્વપ્નથી પરેશાન થઈ શકે છે. નહી તો આ વર્ષ તમારે માટે શુભ રહેશે. 
 
 
રાશિફળ 2019 મુજબ આર્થિક જીવન 
 
રાશિફળ 2019 મુજબ આ વર્ષ તમારા આર્થિક જીવન માટે મિશ્રિત રહી શકે છે. ફાઈનેંશિયલ કંડીશન્સમાં ઉતાર ચઢાવ જોવા મળશે.  તમારા ખર્ચ અને આવકમાં અંતર જોવા મળશે.  અર્થાત આ વર્ષે તમારા ખર્ચ વધશે. પણ આવક સ્થિર રહી શકે છે.  આવામાં તમારા ખર્ચ પર લગામ લગાવવી પડશે.  જેથી આવક અને ખર્ચમાં તાલમેલ કાયમ રહે.  તમે મનોરંજન લકઝરી આઈટમ્સને ખરીદવામાં તમારો પૈસો ખર્ચ કરશો.   માર્ચ અને એપ્રિલમાં તમને આર્થિક લાભ થઈ શકે છે.  આ સમય દરમિયાન તમે ધને જોડવામાં સફળ રહેશો.  અને સપ્ટેમ્બર મહિનામં તમને અચાનક ધન લાભ પણ થઈ શકે છે.  જો કોઈ કોર્ટ કચેરીમાં ધન સંપત્તિનો મામલો ચાલી રહ્યો છે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.  આ સમય તમારી પાસે ધન આવશે. જો કે ધનનો પ્રયોગ કેવી રીતે કરવાનો છે ? આ વાત પર તમારે વિચાર કરવો પડશે.  ધનના લાલચમાં એવુ કોઈપણ કાર્ય ન કરો જે પૂર્ણ રૂપે અવૈધ અથવા અનૈતિક હોય.  આ વર્ષે તમારે તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આર્થિક સંકટમાથી પસાર થઈ શકો છો.  એવામાં તમે કોઈ વ્યક્તિ પાસેથી ઉધાર લઈ શકો છો. વિલાસિતાપૂર્ણ વસ્તુઓમાં થનારા ખર્ચને ઓછો કરો અને પૈસાની બચત પર ધ્યાન આપો. સંપત્તિને લઈને વિવાદ થવાની શક્યતા છે. 
 
વૃશ્ચિક રાશિફળ 2019 મુજબ પ્રેમ જીવન 
 
રાશિફળ 2019 મુજબ પ્રેમ પ્રસંગ માટે આ વર્ષ સારુ રહેશે.  આ વર્ષ તમારે લવ પાર્ટનર સાથે રોમાંસ કરવાની ભરપૂર તક મળશે અને તમારા સંબંધોમાં મજબૂતી આવશે.   અવિવાહિત છો તો પ્રેમ લગ્ન થઈ શકે છે.       પ્રિયતમ સાથે તમે દિલની વાત શેયર કરશો. બંને વચ્ચે તાલમેલ રહેશે.  તેમની સાથે કોઈ રોમાંટિક યાત્રા પર જઈ શકો છો.  તમે પાર્ટનરને લોંગ ડ્રાઈવ પર પણ લઈ જઈ શકો છો.   સાથી સાથે હરવુ ફરવુ થશે.  મનોરંજન માટે તેમની સાથે સિનેમા જોવા જઈ શકો છો. અને લંચ અને ડિનર પણ તમે સાથે કરશો.  ફેબ્રુઆરીમાં બંને વચ્ચે કોઈ ભેટની આદાન પ્રદાન થશે.  બીજી બાજુ એપ્રિલ અને મે માં તમને સારુ પરિણામ મળશે.  પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો પ્રેમ સંબધો માટે સારો નથી.  આ દરમિયાન કોઈ ગેરસમજ તમારા સબંધોને બગાડી શકે છે.   આ સમયે સાથી પર કોઈ પ્રકારનો દબાન ન કરો અને તેમના પર કારણ વગરે શક ન કરો.   આ સમય તમે બંને વચ્ચે કોઈ વાતને લઈને નાની મોટી ચર્ચા થઈ શકે છે.  પણ જો વાત વધારશો ફરી પરિણામ ઠીક નહી રહે. જો આ સમય તમારી બંને વચ્ચે   કોઈ સ્થાને વિવાદ છે તો તેને ઉકેલવાની કોશિશ કરો. જો નવી રિલેશનશિપ છો તો તેમા ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. 
 
રાશિફળ 2019 મુજબ ઉપાય 
 
વર્ષ 2019માં તમારે નિમ્નલિખિત ઉપાય કરવા જોઈએ. આ ઉપાયોને કરવાથી તમે વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મેળવશો અને તમે તમારા મનપસંદ પરિણામોને સહેલાઈથી પ્રાપ્ત કરી શકશો. 
 
- રોજ તમારી નાભિ ગરદન બંને કાન મસ્તક અને જીભ પર કેસરનુ તિલક લગાવો 
- માછલીઓનો દાણા અથવા લોટની ગોળીઓ નાખો અને સાત સૂકા નારિયળ બુધવારની સાંજે વહેતા પાણીમાં વહાવો. 
- નિયમિત રૂપથી મા દુર્ગાની ઉપાસના કરો અને દુર્ગા ચાલીસનો પાઠ કરો.