શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: મંગળવાર, 1 જાન્યુઆરી 2019 (00:07 IST)

તુલા રાશિફળ 2019 - Tula Rashi 2019 Horoscop

તુલા રાશિફળ 2019 મુજબ તુલા રાશિવાળા માટે આગામી વર્ષ અનેક રીતે સારુ રહેવાનુ છે.   આ વર્ષે કેરિયર, અભ્યાસ અને આર્થિક ક્ષેત્રમાં સારા પરિણામ મળવાની આશા છે. બીજી બાજુ પારિવારિક અને પ્રેમ જીવન પણ સુખદ વ્યતીત થશે.  આ વર્ષે નોકરી અને વ્યવસાયમાં શાનદાર પરિણામ આવવાની શક્યતા છે. માર્ચના મહિનામાં નોકરિયાત જાતકોને કોઈ સારા પરિણામની ભેટ મળી શકે છે. નવા આઈડિયાને કારણે કાર્યક્ષેત્રમાં તમને પ્રમોશન મળી શકે છે. આ વર્ષે નોકરી અને વ્યવસાયમાં સહયોગીઓ પાસેથી વધુ મદદની અપેક્ષા ન રાખો.  સારુ રહેશે ક્તે તમે તમારુ કાર્ય ખુદ કરો. ધન સંબંધી મામલે ભાગ્યનો સાથ મળશે.  જેના પરિણામસ્વરૂપ તમને ધનની પ્રાપ્તિ થશે.  નાનાકીય મામલે અનેક સારી તક મળશે.  તેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે.  પારિવારિક જીવનમાં પણ મધુરતા આવશે.  આ વર્ષે પારિવારિક જીવનમાં કોઈ મોટી ખુશી મળી શકે છે. 
 
 
રાશિફળ 2019 મુજબ તુલાનુ પારિવારિક જીવન 
 
આ વર્ષે તમારુ પારિવારિક જીવન સુખી રહેશે.  ઘરની ખુશીઓથી તમે આનંદિત રહેશો. વર્ષના મધ્યમાં ઘરમાં કોઈ મોટી ખુશી આવી શકે છે. આ સમય ઘરમાં માંગલિક કાર્યર્કમ થઈ શકે છે.  જો કે માતાના આરોગ્ય થોડુ બગડશે.  પણ જો તેમના આરોગ્યની સારી રીતે દેખરેખ કરો તો બધુ ઠીક રહેશે. નિવાસ સ્થાનમાં પરિવર્તનની શક્યતા છે. જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં તમે તમારા કાર્યને લઈને વધુ વ્યસ્ત રહેશો. આવામાં તમે તમારા પરિવારને ઓછો સમય આપશો.  તમે ઘરની ખુશીઓમાં વધુ ભાગ ન લઈ શકો એવુ બની શકે.  પિતાજીનુ આરોગ્ય સારુ રહેશે. તેમની સાથે ક્યારેક કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે.  ઘરમાં ભાઈ બહેનો માટે સમય સારો છે. આ વર્ષે તેમને કોઈ મોટી સફળતા મળી શકે છે. તેમના વિદેશ જવાના પણ યોગ બની રહ્યા છે.  ભાઈ બહેનો દ્વારા તમને આર્થિક મદદ મળી શકે છે.  તે પોતાના કેરિયર પ્રોગ્રેસ કરશે.  ઘરમાં કોઈ નવા સભ્યનુ આગમન થઈ શકે છે.  જેનાથી પરિવારની સંખ્યા વધશે.  જો કે ક્યારેક ક્યારેક પરિવારમાં કોઈપ્રકારનો ક્લેશ પણ જોવા મળી શકે છે.  આવામાં પરિસ્થિતિને સંભળવાનો પ્રયાસ કરો 
 
રાશિફળ 2019 મુજબ વિવાહ  2019ના શરૂઆતમાં તમારુ વિવાહિક જીવન થોડુ તનાવ ભરેલુ રહેશે. જાન્યુઆરી ફેબ્રુઆરીનો સમય વૈવાહિક જીવનમાં ઉથલ પાથલ લાવી શકે છે. આ દરમિયાન તમે જીવનસાથી સાથે તાલમેલ બનાવવાનો પ્રયત્ન કરો અને તેમની નાની મોટી ભૂલોને નજર અંદાજ કરો. આ ઉપરાંત તેમના પર ક્રોધિન ન થાવ તો સારુ છે. આ દરમિયાન તમે પણ ધીરજનો પરિચય આપો.  માર્ચથી પરિસ્થિતિઓમાં સુધાર મળશે. વૈવાહિક જીવનમાં તાલમેલની સ્થિતિ બનશે. તમે બંને વચ્ચે એક સારી સમજદારી જોવા મળશે.   જીવનસાથી તમારી ભાવનાઓને ફક્ત સમજશો પણ તેમની કદર પણ કરશો. એપ્રિલ અને મે નો સમય વિવાહિક જીવન માટે સમસ્યા કારક રહી શકે છે.  તેથી આ સમય જરા સાચવીને ચાલવુ પડશે. 
 
રાશિફળ 2019 મુજબ સ્વાસ્થ્ય જીવન 
 
આ વર્ષે તમારા સ્વાસ્થ્ય જીવન ખૂબ જ સારુ રહેવાનુ અનુમાન છે. આ વર્ષે તમને આરોગ્ય લાભ મળવા ઉપરાંત જૂની બીમારીઓથી પણ છુટકારો મળશે.  તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર રહેશો. તેથી ફિટ રહેવા માટે કોઈ સ્પોર્ટ્સ રનિંગ યોગ અને એક્સરસાઈઝ જીમ જોઈન કરી શકો છો. જો કે તમને જાન્યુઆરીમાં થોડો મનસિક તનાણ્વ રહી શકે છે આ પરિસ્થિતિ પણ સામાન્ય રહેશે.   તમે માંસિક સંતુષ્ટિનો અનુભવ કરશો. આરોગ્ય સારુ રહેવાને કારણે તમે કાર્યક્ષેત્રમાં તમારી ક્ષમતાથી વધુ મહેનત કરશો. બહાગ દોડ ભરેલા કાર્યોમાં તમે સક્રિયતા બતાવશો.  જો આ દરમિયાન તમને કોઈ બીમારી પણ થાય છે તો તમે જલ્દી રિકવર કરશો.  મન પ્રસન્ન રહેશે અને મનમાં સકારાત્મક વિચાર ઉભા થશે. જે તમને આગળ વધારવામાં મદદ કરશે.   તમે આરોગ્યને લએની સારી જીવનશૈલી અપનાવો. તેમા ખાનપાનનુ વિશેષ ધ્યાન રાહો.  જેવુ કે વધુ તેલવાળુ ભોજન ન કરો.  જો તમે ફાસ્ટ ફૂડ લવર છો તો કૃપયા તેનાથી પરેજ કરો. માર્ચ એપ્રિલમાં તમારુ વજન થોડુ વધી શકે છે.  બીજી બાજુ ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી તમને સ્કિન સંબંધિત સમસ્યા થઈ શકે છે.  પણ જો તમે યોગ્ય સમય પર તેનો ઈલાજ કરાવી લેશો તો આ સમસ્યા જલ્દી સમાપ્ત થઈ જશે. 
 
તુલા રાશિફળ મુજબ કેરિયર 
 
વર્ષ 2019માં તમારુ કેરિયરના સારા પરિણમ મળશે. માર્ચ પછી  તમારા નવા વિચાર તમને સફળ પરિણામ અપાવવામાં સફળ રહેશે. આ સમયે કાર્યક્ષેત્રમાં તમને સારા પરિણામ મળશે.  સહકર્મચારીઓનો સહયોગ મળશે પણ એટલો નહી જેટલી તમે તેમની પાસેથી આશા કરશો . તેથી તમે તેમના ભરોસે ન રહો.  ફેબ્રુઆરી અથવા માર્ચમાં  તમને કેરિયરમાં મોટી ખુશખબર મળી શકે છે.  આ દરમિયાન નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે. અથવા તમારી આવકમાં વધારો શક્ય છે. કેરિયરમાં આગળ લઈ જવામાં તમારી સંવાદ શૈલી મહત્વની ભૂમિકા ભજવશે.  તમે તમારી વાતોને સહેલાઈથી બીજા સાથે શેયર કરશો.  જેનાથી તમને સારુ પરિણામ મળશે. જો તમે સરકાઅરી ક્ષેત્રમાં નોકરી કરી રહ્યા છો તો પરિણામ વધુ સફળ રહેશે અને જો પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરી રહ્ય અછો તો પણ સારુ પરિણામ મળશે.   જો કે આ માટે તમને મહેનત કરવી પડશે. જો નોકરીની શોધમાં છો તો તમને નોકરી મળવાની શક્યતા છે. બીજી બાજુ જૂન જુલાઈ અને ઓગસ્ટમાં તમને સારા પરિણામ મળશે. નોકરીના કારણે તમને યાત્રા કરવાની તક મળશે.   તમે આ સંબંધમાં વિદેશ યાત્રા પણ કરી શકો છો.  આઈટી ક્ષેત્રમાં કાર્યરત જાતકો માટે આ વર્ષ નવી આશાઓથી ભરેલુ રહેશે. 
 
વેપાર 
 
પાર્ટનર સાથે તમારો તલામેલ સારો રહેશે અને તમે બંને વચ્ચે બધુ ઠીક રહેશે. આ વર્ષે કોઈ નવુ કામ શરૂ કરી શકો છો. માર્ચ પછી તમારા કામમાં તેજી આવશે અને તમને કામમાં સફળતા આપાવશે.  સેલ્સ કે માર્કેટિંગમાં તમે કોઈ રેકોર્ડ તોડી શકો છો. 
 
તુલા રાશિફળ 2019 મુજબ આર્થિક જીવન 
 
રાશિફળ 2019 મુજબ આ વર્ષે તુલા રાશિના જાતકો માટે આશાઓથે ભરેલુ રહેશે.  આર્થિક ક્ષેત્રમાં તમને આશાથી વધુ સારુ પરિણામ મળશે.  આ ક્ષેત્રમાં ભાગ્ય પણ તમારો સાથ આપશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે અનેક તક પ્રાપ્ત થશે.  આ વર્ષે તમને આર્થિક લાભ મળવાની પ્રબળ શક્યતા છે.   આ ઉપરાંત જૂન મધ્ય સુધી તમને કોઈ મોટો નફો થઈ શકે છે.  પણ ત્યારબદ જુલાઈ સુધી તમને સાવધ રહેવાની સલાહ છે.   આ સમય તમે કોઈ મોટા આર્થિક નિર્ણય ન લો.  રોકાણ કરવાથે એબચો. ધન મામલે કોઈ પર વધુ વિશ્વાસ ન કરો. આ સમય તમને ખર્ચમાં અચાનક વૃદ્ધિની શક્યતા છે.  કોઈને કોઈ કારણે તમને ધન ખર્ચ થશે.  કોશિશ કરો કે બિનજરૂરી  વસ્તુઓની ખરીદીમાં પૈસા ખર્ચ ન થાય.  બીજી બાજુ નવેમ્બરમાં પણ આ સ્થિતિ જોવા મળશે.  તેથ્જી આ સમયે પણ ધનનો ખર્ચ સમજી વિચારીને કરો.   આ વર્ષે પૈતૃક સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે.  આર્થિક મામલે પરિવારનો સહયોગ મળશે. તમે નવુ વાહન ખરીદી શકો છો.  વિદેશી સંબંધોથી લાભની શકયતા દેખાય રહી છે. વેપારમા નફાનો યોગ છે. 
 
રાશિફળ 2019 મુજબ તુલા રાશિ માટે રોમાંસ 
 
આ વર્ષે તમને પ્રેમ જીવનમાં સારુ પરિણામ મળશે.  વર્ષ 2019 તમારી લવ લાઈફ માટે એક સારુ વર્ષ સાબિત થશે. આ વર્ષે કોઈની સાથે નવા સંબંધની શરૂઆત કરી શકો છો. લવ પાર્ટનર સાથે તમે સારો તાલમેલ બતાવશો.  તમે તેમની સાથે ટ્રિપ પર જઈ શકો છો. મનોરંજન માટે બંને સાથે ક્યાક ફરવા જઈ શકો છો. જો કે અનેક પરિસ્થિતિઓ એવી પણ આવશે જ્યારે તમને નિરાશા હાથ લાગશે.  તમને તનાવનો સામનો કરવો પડશે.  એવી પરિસ્થિતિમાં ખુદને સાચવો. લવ પાર્ટનર પર કોઈ પ્રકારનુ દબાણ ન બનાવો.  જો તમને કોઈ વાત કરવી છે તો સીધા શબ્દોમાં કહો. ફેરવી તોળવીને વાત ન કરો.  જે જાતકોને પ્રેમની શોધમાં છે તેમને પ્રેમ મળશે. જો નવી રિલેશનશિપમાં છો તો તેમા ઉતાવળ ન કરો.  શરૂઆતમાં પાર્ટનર પર પણ આખો બંધ કરીને વિશ્વાસ ન કરો.  તમારા સંબંધોને પહેલા સમય આપો.  સાથીની ટેવને સમજો અને ફરી સંબંધોને આગળ વધારો. આ વર્ષે તમારા પ્રેમના સંબંધો વિવાહિક સંબંધોમાં તબ્લ્દીલ થઈ શકે છે.  આ માટે ઘરના લોકો પણ રાજી થઈ જશે. આ માટે તમારે તેમને મનાવવા પણ પડશે.  તમારા પ્રેમના સંબધોમાં શંકા ગેરસમજને આવવા ન દો અને પ્રિયતમના વિશ્વાસને કાયમ રાખો. 
 
 
તુલા રાશિફળ 2019 મુજબ ઉપાય 
 
વર્ષ 2019માં તમારે નિમ્ન લિખિત ઉપાય કરવા જોઈએ. આ ઉપાયોને કરવાથી વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમે તમારા મનપસંદ પરિણામો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશો. 
 
- નિયમિત રૂપે ગૌ માતાને લોટનો પેંડો ખવડાવો અને તેમની પીઠ પર ત્રણ વાર હાથ ફેરવો 
- 1 થી 11 વર્ષની કન્યાઓને કોઈ મીઠાઈ અથવા સાકર ખવડાવો અને તેમના પગે પડીને તેમનો આર્શીર્વાદ મેળવો. આવુ સમય સમય પર કરતા રહો.