વૃષભ રાશિનુ વાર્ષિક રાશિફળ 2019 - Vrishabha Rashifal 2019

Vrishabha
Last Modified મંગળવાર, 1 જાન્યુઆરી 2019 (00:02 IST)
વૃષભ રાશિવાળા માટે વર્ષ 2019 પડકારોવાળુ રહેશે.
ખુદને ડગલે ને પગલે સાબિત કરવા પડશે. વર્ષની શરૂઆત કન્યા લગ્ન અને તુલા રાશિમાં થવાને કારણે વૃષભ રાશિનો સ્વામી શુક રાશિના છઠ્ઠા સ્થાન પર છે. આ કારણે તમારી જીદગીમાં ઉથલ પાથલ થયેલી રહેશે અને વિરોધીઓ સાથે હરીફાઈ વધશે.
બિઝનેસમેનને પણ બીજા કરતા આગળ નીકળવાના નવા રસ્તા શોધવા પડશે.
પણ હિમંત ન હારો અને હિમંતથી પરિસ્થિતિનો સામનો કરો. કાર્યસ્થળ પર પ્રેમ પ્ર્રસંગના યોગ બની રહ્યા છે. જેનાથી તમારુ કામકાજ પ્રભાવિત થશે.
તેથી તેનાથી બચીને રહેવુ જ
યોગ્ય રહેશે.

ફેબ્રુઆરી મહિનાના મધ્ય સુધી મંગળ તમારી રાશિના 12મા સ્થાન પર પ્રવેશ કરવાથી તમને ધન લાભના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં સુધાર થશે તો બીજી બાજુ પિતાની સંપત્તિમાં તમને લાભ મળી શકે છે.
તેથી તેનાથી બચવુ જ યોગ્ય રહેશે.

વૃષભ પારિવારિક જીવન - માર્ચ સુધી પારિવારિક જીવન સામાન્ય રહેશે. ત્યારબાદ રાહુના રાશિ પરિવર્તન કરતા મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ ઉભો થઈ શકે છે. તનાવ વધશે.
તમારો સ્વભાવ થોડો ચિડચિડો થઈ જશે.
તમારી ભૂલોના જવાબદાર બીજાને ઠેરવી શકો છો. પરિવારમાં કોઈ સભ્યની સાથે ગંભીર મતભેદ થવાની પ્રબળ શક્યતા છે.

વૃષભ
વૈવાહિક જીવન - સાતમાં ભાવમા પાપકતરી યોગ બની રહ્યો છે. માર્ચ સુધી તમને વધુ ચિંતા કરવાની જરૂર નથી. પણ ત્યારબાદ તમારે માટે પરિસ્થિતિ ખરાબ થતી જશે.
નાની નાની વાતો પર પણ ગેરસમજ થવા માંડશે. 6 માર્ચથી 25 એપ્રિલ વચ્ચે સંબંધ વધુ ખરાબ થઈ જશે. ચિંતા ન કરો, સમય રહેતા બધુ ઠીક થઈ જશે.

વૃષભ
આરોગ્ય - વૃષભ રાશિના લોકોને આ વર્ષે ત્વચા સાથે જોડાયેલ કોઈ બીમારી થઈ શકે છે. ખાવા પીવાનુ ધ્યાન રાખો નહી તો ફૂડ પોઈઝનિંગના શિકાર થઈ શકો છો. બ્લડ શુગર, કાર્ડિયક જેવી બીમારી પરેશાન કરી શકે છે. 2019 વર્ષ તમારા સ્વાસ્થ્યના મામલે ઉતાર ચઢાવ આપીને જશે.
તમારી રાશિનો સ્વામી શુક્ર વર્ષ 2019નો સ્વામી છે જે વર્ષની શરૂઆતમાં છઠ્ઠા સ્થાન પર સ્થિત છે.
ચંદ્રમા સાથે યુતિને કારણે આ તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરશે. આ કારણે વર્ષ 2019માં વૃષભ રાશિવાળાને પિત
કફ સહિત અન્ય ગંભીર રોગોનો સામનો કરવો પડી શકે છે. તેથી આ વર્ષે તમારા સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો.

વૃષભ રાશિ કેરિયર - વૃષભ રાશિવાળા માટે વર્ષ 2019 કેરિયરના હિસાબથી સારુ નથી. તમારી બધી આશાઓ એવી ને એવી જ રહી જશે.
બીજી બાજુ રાહુની દશાથી જાતકોને પ્રમોશન મળવાની આશા છે. કેરિયરમાં મંઝિલ સુધી પહોંચવા માટે ખુદ પર વિશ્વાસ રાખો.
તમને પડકાર મળી શકે છે. નોકરી અને બિઝનેસ બંને જાતકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ રાશિના દસમાં ભાવના સ્વામી શનિ વર્ષ 2019ની શરૂઆતમાં જ અષ્ટમ ભાવમાં સૂર્ય સાથે વિરાજમાન છે. સૂર્ય અને શનિના ટક્કરને કારણે કેરિયરમાં ઉતાર ચઢાવ કાયમ રહેશે.
વર્ષની વચ્ચે સમય સંતુલિત થઈ જશે. જે લોકો નોકરી બદલવાનુ વિચારી રહ્યા છે તેમને માટે સમય સારો છે. જોબ ચેંજ કરવા માટે સારી ઓફર મળી શકે છે.
કાર્યસ્થળ પર તમારુ મહત્વ જાળવી રાખવા મહેનત કરવી પડશે.

કામકાજ સાચવીને કરો. બેદરકારી ભારે પડી શકે છે.
ઓગસ્ટ પછી સમય સંતુલિત થશે શુભ કાર્યની તક બનશે તેથી ધ સંપત્તિના કાર્ય સફળ થશે.
વર્ષના અંતિમ દિવસોમાં થોડી ઉઠા પટક રહેશે અને કામ અટકી શકે છે.

વૃષભ વેપાર - મંગળ રાહુની દશામાંથી પસાર થતા લોકો માટે સમય સારો છે. દરેક કામના અંતિમ મિનિટે કોઈને કોઈ પરેશાની આવી જશે. જેને કારણે તમે પરેશાન રહેશો. બિઝનેસ પાર્ટનર સાથે તાલમેલ બનાવવામાં પરેશાની આવી શકે છે. દગાખોરીનો શિકાર થઈ શકો છો.


વૃષભ રાશિનુ આર્થિક જીવન - વૃષભ રાશિવાળાને વર્ષ 2019માં આર્થિક જીવન મામલે જોખમનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષના પૂર્વાધ સુધી તમારે માટે ધન હાનિ અને ફાલતૂ ખર્ચ વધુ રહેવાના યોગ બની રહ્યા છે. સાથે જ શેયર માર્કેટ વગેરેમાં પૈસા લગાવવા તમારે માટે જોખમભર્યુ રહી શકે છે.

માર્ચમાં રાહુનુ પરિવર્તન તમારી ફાઈનેંશિયલ કંડીશન બગાડી શકે છે.
ફાલતૂ ખર્ચને કંટ્રોલ કરીને જ કામ સુચારુ રોપથી ચાલી શકશે. સાથે જ ક્યાય પણ ધન રોકાણ કરતી વખતે સાવધ રહો. ધન એકઠુ કરવાનો ભવિષ્યમાં લાભ થશે.
માર્ચના અંતમાં ગુરૂના અષ્ટમ ભાવમાં શનિના હોવાથી આર્થિક સ્થિતિ ડગમગાશે.

પણ જલ્દી જ અષ્ટમમાં ગુરૂ વક્રી થવાથી સ્થિતિ નિયંત્રણમાં રહેશે.
વર્ષના ઉત્તરાર્ધમાં
ફાઈનેશિયલ કંડીશન ઠીક થઈ જશે. સપ્ટેમ્બર મહિનામાં તમારે માટે ધન લાભના યોગ બની રહ્યા છે.
કોઈને આપેલ ઉધાર પણ પરત મળી શકે છે.
કર્જથી છુટકારો મળશે અને વર્ષના અંતિમ દિવસ ખુશીથી પસાર થશે. ટૂંકમાં વર્ષ 2019 આર્થિક સ્થિતિ મુજબ ઉતાર ચઢાવવાળુ જ રહેશે.

રોમાંસ - વૃષભ રાશિવાળા માટે વર્ષ 2019મા& લવ લાઈફ મસ્ત રહેવાની છે. ક્કોઈ નવુ રિલેશન બનશે સાથે જ ચોરીછિપીથી પ્રેમમાં પડવાના સંકેત બની રહ્યા છે. પરણિત લોકોનો કોઈ નવો સંબંધ બની શકે છે વૈવાહિક જીવનની બહાર શારીરિક સંબંધ બનવાના યોગ છે. ચંદ્રમાં છઠ્ઠા ભાવમાં હોવાને કારણે કોઈના પ્રત્યે આકર્ષણ વધશે અને લવ લાઈફમાં વર્કિંગ લાઈફ પર પણ અસર પડશે.
2019માં કુંવારા લોકો લવ મેરેજ માટે પરિવારને મનાવી લેશે અપ્ણ આ થોડુ મુશ્કેલ રહેશે.
સિંગલ લોકોના દિલમાં કોઈ વસી શકે છે.
સાથે જ લવ લાઈફ હવામાં વધુ રહેશે કારણ કે તમે ઈશ્કમાં દુનિયાદારી ભૂલી જશો.
ઓફિસમાં કોઈ લવ એંગલ હોય તો કામ પ્રભાવિત થઈ શકે છે

વૃષભ રાશિના વર્ષ
2019 માટે ઉપાય

વૃષભ રાશિવાળા વર્ષ 2019મા ખરાબ ગ્રહોનો પ્રભાવ ઓછો કરવા માટે કેટલાક ઉપાય કરી લે.

- કોઈપણ પ્રકારના ખોટા કામમાં ન પડે
નહી તો તમને પસ્તાવો થઈ શકે છે.
સાથે જ લોટરી વગેરેમાં રોકાણ કરવાનુ જોખમ ન લો.

- હનુમાન ચાલીસાનો પાઠ કરો અને સકારાત્મક રહો. રોજ રામ મંદિરમાં જાવ અને પ્રાર્થના કરો.


આ પણ વાંચો :