ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Modified: ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (18:39 IST)

કર્ક વાર્ષિક રાશિફળ 2020 (ડ, હ)-જાણો કેવુ રહેશે કર્ક રાશિના જાતકો માટે નવુ વર્ષ

આ રાશિનો સ્વામી ચંદ્રમા હોય છે. રાશિચક્રમાં તેનુ સ્થન ચોથુ છે. આ રાશિના જાતકનુ મન ચંચળ હોય છે. તેથી તેના કાર્યો અને વિચારોમાં ચંચળતા જોવા મળે છે. આ તમારી ઉપર આવનારા સંઘર્ષને ટાળાવામાં સક્ષમ હોય છે.  તેમને સ્વતંત્રતા પસંદ છે. જો કે તેમના જીવનમાં અનેકવાર અનિયમિતતા જોવા મળે છે. પોતાના જીદ્દી સ્વભાવને કારણે તેમને અનેકવાર કષ્ટનો સામનો કરવો પડે છે. ખોટા કાર્યો અને વાતોમાં તેમને રસ રહેતો નથી. આ રાશિમાં ગુરૂ શ્રેષ્ઠનો હોય છે. સંસ્થા કે સામાજીક કાર્યોની જવાબદારી તેમના ખભા પર રહે છે. પણ તેમનુ સ્વાસ્થ્ય થોડુ કમજોર રહે છે. 
 
કર્ક રાશિનુ આર્થિક જીવન  વર્ષના પહેલા મહિનામાં મુડીનુ રોકાણ કરો તો જ સારુ રહેશે. કર્ક રાશિના લોકોનો નાણાકીય પક્ષ ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે. આ વર્ષે તમારા ખિસ્સામાં ધન તો આવશે પણ એ ધન રોકાશે નહી. ઘરમાં કોઈ માંગલિક કાર્યને કારણે તમારી પર ઉધારી વધી શકે છે.  જો તમને તમારી ફેમિલી માટે હેલ્થ ઈંશ્યોરેંસ લઈ રાખ્યુ છે તો સારી વાત છે. નહી તો પરિજનોના સ્વાસ્થ્યમાં તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. કેરિયર વેપાર  કર્ક રાશિના જાતકોને નવા વર્ષમાં કેરિયર સામાન્ય રહેશે. ભાગ્ય કરતા પોતાની મહેનતથી તમે નોકરીમાં સફળતા મેળવી શકો છો. જો તમે તમારી નોકરી જીવનને શાનદાર બનાવવા માંગો છો તો તમારા સહકર્મચારીઓ સાથે સંબંધો સારા બનાવો. બૉસની અપેક્ષાઓ પર ખરા ઉતરો.  નોકરીને ફ્કત નોકરીની જેમ જ ન સમજો પણ તેને તમરુ પૈશન સમજો. 
 
કર્ક રાશિનુ પારિવારિક જીવન - કર્ક રાશિનુ પારિવારિક જીવન વર્ષ 2020માં મિશ્રિત રહી શકે છે.  વર્ષના શરૂઆતી દિવસોમાં મિત્રો અને નિકટના લોકોનો સહયોગ ન જેવો રહેશે.  માર્ચમાં પારિવારિક જીવનમાં તનાવ રહી શકે છે.   પરિજનોના સ્વાસ્થ્ય તમારે માટે ચિંતાનુ કારણ બની શકે છે. મે માં પરિવાર સાથે સંબંધો સારા રહેશે.  તેમના દ્વારા તમને સન્માન પ્રાપ થશે.  કોઈ સંબધી તરફથી અપ્રિય સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સપ્ટેમ્બરમાં ઘર પર કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે. 
 
કર્ક રાશિનો પ્રેમ   - આ વર્ષ તમારા પ્રેમ જીવન માટે મીલનો પત્થર સાબિત થશે.  વર્ષની શરૂઆતમાં લવ પાર્ટનર સાથે રોમાંસ કરવાની તક મળશે.  પરસ્પર નાની મોટી તકરાર થશે. છતા પણ પ્રેમ ભર્યો સંબંધ કાયમ રહેશે.  હજુ સુધી સિંગલ છો તો આ વષે ફેબ્રુઆરી માર્ચમાં તમારો કોઈ લવ પાર્ટનર મળી શકે છે.  જો તમે પરણેલા છો તો એકસ્ટ્રા મેરિટલ અફેયર તમને બદનામીના રસ્તે લઈ જઈ શક છે. 
 
કર્ક રાશિનુ આર્થિક જીવન - કર્ક રાશિ માટે વર્ષ 2020 મિશ્રિત પરિણામો આપવા વાળો પ્રતીત થાય છે વર્ષ ની શરૂઆત માં જ ગુરુ નું ગોચર તમારા છઠ્ઠા ભાવ માં રહેવા થી આર્થિક સંઘર્ષ કરવો પડી શકે છે અને ખર્ચાઓ માં વધારો દેખાય છે. જાન્યુઆરી થી માર્ચ અને તે પછી જુલાઈ થી નવેમ્બર મધ્ય ની વચ્ચે સુધી નો સમય તમારા પક્ષ માં રહેશે અને આ દરમિયાન તમે સારું ધન અર્જિત કરી શકશો। આવા માં તમે ઘણા એવા નિર્ણય લેશો જે ભવિષ્ય માં તમારા માટે ધન ના માર્ગ ખોલશે આ સમય માં તમને નાણાકીય વધઘટ નો સામનો કરવો પડશે અને આકસ્મિક આવનારા ખર્ચાઓ ને લીધે તમારી આર્થિક સ્થિતિ નબળી હોઈ શકે છે 
 
કર્ક રાશિનુ સ્વાસ્થ્ય - નવા વર્ષમાં તમારા સ્વાસ્થ્ય સંબંધી પડકારોનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય પર તમારો ખર્ચ પણ વધી શકે છે. આ વર્ષે તમે ટાઈફોઈડ, ડૈગુ, ચિકન ગુનિયા કે અન્ય પ્રકારના તાવની ચપેટમાં આવી શકો છો.  આરોગ્યની દ્રષ્ટિએ વર્ષના અંતિમ બે મહિના તમારે માટે સારા છે.  
 
પોતાનું ધ્યાન રાખો અને પોતાને કોઇ પણ જાત થી માનસિક રૂપ થી નબળુ ના પડવા દો. તણાવ ને દૂર કરવા માટે પોતાની જીવનશૈલી માં પરિવર્તન લાવો। સવારે વહેલા ઊઠો અને ફરવા જાઓ તથા પ્રાણાયામ અને યોગાભ્યાસ નિયમિત રૂપ થી કરો. જો તમે આવું કરી શકવા માં સફળ થશો તો તમે ના કેવળ માત્ર શારીરિક પરંતુ માનસિક બળ નું પણ ભૌતિક લાભો નું આનંદ લઈ શકશો।
 
ઉપાય 
 
- મંગળવારે અને શનિવારે ચમેલી ના તેલ નો દીવો પ્રગટાવી શ્રી હનુમાન ચાલીસા, બજરંગ બાણ અથવા સુંદરકાંડ નો પાઠ કરો અને નાના બાળકો ને ગોળ ચણા અથવા બુંદી નો પ્રસાદ વિતરિત કરો
 
- વર્ષ 2020 દરમિયાન શનિવાર ના દિવસે છાયા પાત્ર નું દાન કરવું જોઈએ. આના માટે કોઈ માટી અથવા લોખંડ ના વાસણ માં સરસીયા નું તેલ ભરી તેમાં પોતાના મોઢા નું પ્રતિબિંબ જોઈ કોઈ ને દાન કરી દો. આવું તમને નિયમિત રૂપે વર્ષ પર્યન્ત કરવું છે.