વાર્ષિક રાશિફળ વૃષભ (બ, વ, ઉ) જાણો કેવુ રહેશે વૃષભ રાશિના જાતકો માટે નવુ વર્ષ
વૃષભ રાશિ - વૃષભ રાશિના જાતક શાંત અને કોમલ હ્રદયવાળા હોય છે. રાશિચક્રમાં આ રાશિના બીજા સ્થાન છે. આ રાશિનોસ સ્વામી શુક્ર છે. આ રાશિવાળો સ્વભાવથી અંતર્મુખી અને વિશ્વસનીય હોય છે. આ કોઈને કોઈ કાર્યમાં વ્યસ્ત રહે છે. તેમને પરિશ્રમથી ભય રહેતો નથી. તેને નૃત્ય ગાયન, ખેલકૂદ સારી વસ્તુઓનો સંગ્રહ કરવો અને પુસ્તકો વાંચવા ખૂબ સારા લાગે છે. આ રાશિના વ્યક્તિ ચતુરાઈથી પોતાનુ કામ કાધી લે છે. મહત્વપૂર્ણ વાતોને ગુપ્ત રાખવી પસંદ કરે છે. બીજા પ્રત્યે ઉદાર ભાવ અને દયા ભાવ કાયમ રહે છે. પ્રયત્ન અને પરિશ્રમને મહત્વ આપવુ પસંદ કરે છે. તેમને શાંતિનુ વાતાવરણ સારુ લાગે છે. આ રાશિના જાતક યોજનાઓ બનાવવામાં હોશિયાર હોય છે.
આર્થિક જીવન - વર્ષ 2020ની શરૂઆતના મહિનામાં તમારી આર્થિક યોજનાઓ ફળીભૂત થશે. કામકાજથી આવકમાં વધારો થશે. જો કે ઉચ્ચ શિક્ષા માટે ધન ખર્ચ થવાની શક્યતા છે. ફેબ્રુઆરીમાં ધનના મામલે સાવધાની રાખો. નહી તો તમને ધન હાનિ થઈ શકે છે. જો માર્ચમાં શેયર બજારમાં રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો તો સમજી વિચારીને કરો. આ વર્ષના મધ્યમાં તમને પૈતૃક સંપત્તિ મળી શકે છે. સપ્ટેમ્બરમાં તમારી સેલેરીમાં વધારો થઈ શકે છે. જો તમે રોકાણ કરવા માંગો છો તો અનુબવી વ્યક્તિની સલાહ લો. લાભ મળશે. વર્ષના અંતમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. ભૌતિક સુખ સંસાધનોને એકત્ર કરવામાં તમે ધન ખર્ચ કરી શકો છો.
કેરિયર-વેપાર - કેરિયરની દ્રષ્ટિથી જુઓ તો તમારે માટે નવુ વર્ષ ફેરફાર લઈને આવશે. નોકરીની તક આવશે પણ તમારે એ તક માટે તૈયાર રહેવુ પડશે. કોઈ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાવવાની તક મળી શકે છે. આ વર્ષે તમને તમારા કેરિયરમાં અચાનક ફેરફાર માટે તૈયાર રહેવુ પડશે. જો તમે વેપાર સાથે જોડાયા છો તો માર્ચના મહિનામાં તમારી સમક્ષ ઘણા પડકારો આવી શકે છે. તમારા પ્રતિદ્વંદીઓની ચાલથી બચીને રહો. એપ્રિલમાં લાંબા સમયથી રોકાયેલા કાર્ય ગતિ પકડશે. આ સમય તમે તમારા વેપારમાં કોઈ નવી ડીલ કરી શકો છો. ધ્યાન રાખો કાર્યક્ષેત્રમાં ઉચ્ચઅધિકારીઓ સમક્ષ અવિશ્વાસની સ્થિતિ કાયમ રહી શકે છે. રચનાત્મક કાર્યોમાં મન લાગશે. વર્ષના અંતમાં વેપારમાં નવી યોજનાઓ સફળ થશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં પુરી ઈમાનદારી સાથે કાર્ય કરશો.
પારિવારિક જીવન - આ વર્ષે તમારો મધુર વ્યવ્હાર લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. તમે તમારી મધુર વાતોથી લોકોને તમારા પક્ષમાં કરવામાં સફળ રહેશો. કામકાજમાં વ્યસ્ત રહેવાને કારણે તમે તમારા પ અરિજનોને પૂરતો સમય નહી આપી શકો. બની શકે છે કે તમારા પરિજન તમને આ વાતની ફરિયાદ કરે. મનમાં માતા પિતાની સેવાનો ભાવ સદા રહેશે. તેમનો આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. સાસરિયા પક્ષમાંથી માન સન્માન પ્રાપ્ત થશે. પરિજનો સાથે કટુ શબ્દોનો પ્રયોગ ન કરો. તેનાથી તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે. એપ્રિલમાં પરિજનો સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર વાત થઈ શકે છે. આ દરમિયાન પરિજનો સાથે તમે તમારો કિમંતી સમય વિતાવશો. આ વર્ષે તમે સામાજીક કાર્યોમાં આગળ પડતો ભાગ લેશો. તેનાથી સમાજમાં તમને અને તમારા પરિવારનો રૂતબો વધશે. આ વર્ષે તમે તમારા પરિજનો સાથે કોઈ તીર્થ યાત્રા પર જઈ શકો છો.
પ્રેમ વિવાહ - વર્ષના શરૂઆતી ચરણમાં જીવનસાથીની સાથે તમરા મધુર સંબંધો કાયમ રહેશે. તમે બને એકબીજાની શક્તિ બનશો. કામની વ્યસ્તતાને કારણે તમે તમારા પ્રેમજીવનને ઓછો સમય આપી શકશો. આ વાતને લઈને તમારો લવ પાર્ટનર તમારાથી નારાજ તહી શકે છે. વર્ષના મધ્યમાં પણ જીવનસાથી સાથે સાંમજસ્ય કાયમ રહેશે. તેમના દ્વારા તમને આર્થિક મદદ મળી શકશે. પ્રેમ જીવનમાં તમને સંબંધોને લઈને થોડા ગંભીર રહેવુ પડશે. તેનાથી તમારા સંબંધોમાં જોશ અને ઉત્સાહનો ભાવ કાયમ રહેશે. જો તમે લગ્ન લાયક છો ઓ મે મહિનામાં તમને લગ્નની ચિંતા સતાવી શકે છે. જૂનમાં પ્રેમનો એકરાર કરવા માટે સમય યોગ્ય રહેશે. માનસૂનમાં પ્રેમ જીવનમાં તમને આનંદ મળશે. લવ પાર્ટનર સાથે ક્યાય જવાનુ મન બનાવી શકો છો. જો તમે સિંગલ છો તો આ સમયે નવા સંબંધોની શરૂઆત પણ થઈ શકે છે. વર્ષના અંતમાં પણ તમે પ્રેમ અને વૈવાહિક જીવન માટે પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે
સ્વાસ્થ્ય - આ વર્ષે આરોગ્ય પ્રત્યે કોઈ પ્રકારની બેદરકારી બિલકુલ પણ ન કરો. કારણ કે તમને તેનુ મોટુ નુકશાન થઈ શકે છે. આરોગ્યમાં ઉતાર-ચઢાવની સ્થિતિ કાયમ રહેશે. તેનાથી તમારુ મન કોઈ એક વસ્તુ પર એકાગ્ર નહી રહી શકે. શરીરમાં નવીન ઉર્જાનો સંચાર બન્યો રહે એ માટે યોગ નએ ધ્યાનની ક્રિયા અપનાવો. વર્ષના શરૂઆતના મહિનામાં કોઈ સાથે ફાલતુ ચર્ચામાં ન પડો. અસંતુલિત ખાનપાનને કારણે તમારુ આરોગ્ય ગડબડ થઈ શકે છે. મિત્રો સાથે દુખ દર્દ વહેંચવાથી મન હળવુ થશે. વર્ષના મધ્યમાં તમે તમારા કાર્યમાં વ્યસ્ત રહેશો. જેને કારણે તમે તમારા આરોગ્ય પર ઓછુ ધ્યાન આપી શકશો. ઓગસ્ટમાં કોઈ જૂના રોગ તમને પરેશાન કરી શકે છે. વર્ષના અંતમાં તમારા આરોગ્ય પર ધ્યાન આપો. આ દરમિયાન તમને થાકનો અનુભવ થઈ શકે છે.
વર્ષ 2020 માટે જ્યોતિષિય ઉપાય
આ વર્ષે શુક્રવારના દિવસે 11 વર્ષથી નાનકડી કન્યાઓને સફેદ રંગની મીઠાઈ, ચોખાની ખીર, સાકર કે પતાશા ખવડાવો અને તેમના પગે પડીને તેમનો આશીર્વાદ લો અને નિયમિત રૂપે ગૌ માતાને લોટનો પેડો ખવડાવો
આ ઉપરાંત તમે અનંત મૂળની જડ પણ ધારણ કરી શકો છો. જે તમને બુધન દોષોને દૂર કરવા, અલ્સર, અપચો અને લોહી સંબંધી વિકારોથી બચવામાં મદદ કરશે.