સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Modified: ગુરુવાર, 31 ડિસેમ્બર 2020 (06:08 IST)

આજનુ રાશિફળ (31/12/2020‌) - જાણો આજે વર્ષના છેલ્લા દિવસે કોણે થશે લાભ અને કોણે રહેવાનુ છે સતર્ક

મેષ : જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. વેપાર, કુટુંબમાં શુભકાર્યો, કર્મક્ષેત્રમાં વિશેષ ભાગીદારી સંબંધી વિવાદનો યોગ. આવકનાં સ્ત્રોતોમાં ભાગ્યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્વનાં કાર્યોમાં સમય પસાર થશે.
 
વૃષભ : તમારી ઈચ્છાઓ તેમજ મહત્વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્મવિશ્ચાસ વધશે. વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્ન કરવો પડશે.
 
મિથુન : સંતોષપ્રદ વાતાવરણ રહેશે. કાર્ય સ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભવના છે. વિચારેલું કાર્ય સમય પર થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. આર્થિક ઉન્નતિ થશે. નોકરીમાં સ્થાનાંતરણનો યોગ બનશે. મુશ્કેલીઓ દૂર થશે. લાભદાયક સમાચાર મળશે. આરોગ્યનું ધ્યાન રાખવું.
 
કર્ક : કોઈ નામી વ્યક્તિથી મુલાકાત થશે. કુટુંબની સાથે મનોરંજનની તક મળશે. વ્યર્થ સમય નષ્ટ ન કરવો. વેપારમાં પ્રગતિ થશે. જ્ઞાનવૃદ્ધિ માટે સ્વાધ્યાયમાં રુચિ વધશે. વેપાર સારો ચાલશે. અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી પ્રસન્નતા થશે. વિરોધીથી સાવધાન રહેવું.
 
સિંહ : કોઈ ચિંતાથી મુક્તિ મળશે. સમસ્યાઓ ઉકેલાશે. સંતાનને રોજગારના ક્ષેત્રે ઉન્નતિ મળશે. આવકના નવા સાધાન પ્રાપ્ત થશે. ખાનપાનમાં ગડબડીથી પેટમાં તકલીફ થઈ શકે છે. શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઋતુ પ્રમાણે આહાર લેવો. વિશેષ યાત્રાનો યોગ છે.
 
કન્યા : ધૈર્યથી વ્યાપારિક કાર્યોને પૂર્ણ કરો. નવા કાર્યોથી દૂર રહો. ધાર્મિક યાત્રાનો યોગ, વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. નાણાંકીય કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મનોરંજન, સંતાન સંબંધી કાર્યોમાં ધન ખર્ચ થશે. શિક્ષણ સંબંધી કાર્યોમાં ગહન શોધ થશે. 
 
તુલા : ગહન શોધ, જ્ઞાન તેમજ આધ્યાત્મનાં અગત્યનાં કાર્યોમાં ગહન શોધનો યોગ. કર્મકાંડ આધ્યાત્મ સંબંધી કાર્યોમાં મન લાગશે. સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપો.
 
વૃશ્ચિક : નવી કાર્યયોજનાના યોગ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે. માન-સન્માન પ્રાપ્ત થશે. બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે.
 
ધન : યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
 
મકર : મહત્વકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાનો યોગ છે. કુટુંબમાં સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે. વિરોધી હેરાન કરી શકે છે. સામાજિક કાર્યોમાં સન્માન પ્રાપ્ત થશે. નોકરીમાં સ્થિતિ મજબૂત રહેશે. ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે. વેપાર સારો ચાલશે.
 
કુંભ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. શૈક્ષણિક ક્ષેત્રમાં આવનારી સમસ્યાઓને સંયમપૂર્વક ઉકેલવી. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. 
 
મીન : દૈનિક વ્યાપાર, કૌટુંબિક માંગલિક કાર્યો. ધાર્મિક કાર્યો માટે વિશેષ યાત્રાનો યોગ. ધર્મ આધ્યાત્મ સંબંધી ચિંતનનો યોગ. ભાગ્યવર્ધક કાર્યોમાં અડચણ સંભવિત. બહારનાં ક્ષેત્રોની યાત્રા દરમ્યાન સાવધાની રાખવી, રોગ, ઋણ સંબંધી કાર્યોમાં સંયમ રાખવું.