ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 23 ડિસેમ્બર 2020 (12:29 IST)

BCCI અને RCB એ યુઝવેંદ્ર ચહલ અને ધનશ્રી વર્માને લગ્નની શુભેચ્છા પાઠવી, ગઈકાલે બંધાયા હતા લગ્નના બંધનમાં

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે મંગળવારે તેની ફિયાંસી ધનશ્રી વર્મા સાથે સાત ફેરા લીધા છે. ચહલ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પત્ની ધનશ્રી સાથેના તેમના લગ્નની તસવીર  શેર કરીને આ વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ બંનેએ આ વર્ષે સગાઈ કરી હતી.


ચહલનો ફોટો શેર થતાંની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ પછી, તેના ફેંસ ઉપરાંત  બીસીસીઆઈ અને ચહલની ટીમ આરસીબીએ પણ તેમને અભિનંદન આપ્યા છે. ચહલની પત્ની ધનશ્રી પ્રખ્યાત યુટ્યુબર છે અને તે યુટ્યુબ પર તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. ડાન્સર હોવા ઉપરાંત તે ખૂબ જ સારી કોરિયોગ્રાફર પણ છે.