સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (07:50 IST)

Astro Tips : ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીના પાણીનો કરો આ ઉપાય

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મોટાભાગમા ઘરોમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીનું પાણી પણ ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ તુલસીના પાણીના ફાયદા.
 
તુલસીના પાણીને ગ્રહણ કરો  - તુલસીના 6 થી 7 પાન લો. તુલસીના પાનને તમે રાત્રે પાણીમાં પલાળીને મુકી દો. તમે આ પાનને તાંબાના લોટામાં કે વાસણમાં ઢાંકીને મુકી દો. બીજા દિવસે આ જળને ગ્રહણ કરો. તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે તમારા મનને શાંત પણ કરે છે.
ઘરમાં તુલસીના પાણીનો છંટકાવઃ - ઘરમાં તુલસીનું પાણી છાંટવું ખૂબ જ શુભ છે. આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. પૂજા કર્યા પછી ઘરમાં તુલસીનું પાણી છાંટી શકો છો. જો ઘરમાં કોઈ બીમાર હોય તો તેના પર પણ તુલસીનું પાણી છાંટવું.
 
તુલસીના પાણીથી સ્નાન કરો - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીનું પાણી દરિદ્રતા દૂર કરે છે. આ પાણીથી તમે સ્નાન કરી શકો છો. તેનાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. કારતક મહિના પછી તમે માગશર મહિનામાં તુલસીના પાણીથી સ્નાન કરી શકો છો.
 
તુલસીના પાણીથી લડ્ડુ ગોપાલને સ્નાન કરાવો - ઘણા ભક્તો નિયમિતપણે  લડ્ડુ ગોપાલને સ્નાન કરાવે છે અને તેમની પૂજા કરે છે. આવી સ્થિતિમાં તમે  લડ્ડુ ગોપાલને તુલસીના પાણીથી સ્નાન કરાવો. શ્રી કૃષ્ણને તુલસી અતિ પ્રિય છે. તેનાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.