શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (18:44 IST)

Budh parivaratan - 4 ફેબ્રુઆરીએ બુધ થઈ જશે વક્રી, જાણો કોણે થશે ફાયદો

બુધ ગ્રહને  વૈદિક જ્યોતિષ મુજબ નવ ગ્રહનો રાજકુમાર કહેવાય છે. આવામાં 4 ફેબ્રુઆરીએ બુધ વક્રી થઈને મકર રાશિમાં પ્રવેશ કરશે.  બુધનુ વક્રી થવુ જ્યોતિષ મુજબ ગ્રહો સંબંધમાં એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. જેના મુજબ બુદ્ધિ અને વાણીના સ્વામી બુધના વક્રી થવાના વિશેષ પ્રભાવ માણસના વ્યવ્હાર અને તેના સમજવા વિચારવાની ક્ષમતા પર પડે છે. આવો જાણીએ કંઈ રાશિ પર શુ પડશે પ્રભાવ 
 
મેષ રાશિ - બુધના આ ગોચરથી તમારા કેરિયરમાં સફળતા અપાવવા ઉપરાંત  તમારા પિતાને પણ પ્રમોશન આપશે.  આવામાં નવી વસ્તુઓ શીખવાનુ મન કરશે. આ દરમિયાન શસ્ત્ર વગેરે કામ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. જ્યા સુધી બને બહારનુ ખાવાનુ ટાળો 
 
વૃષભ રાશિ - આ ગોચરમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે.  આર્થિક લાભ સાથે જ તમારી આરોગ્ય પણ સારુ રહેશે. આયુષ્યમાં વૃદ્ધિ થશે. 
 
મિથુન રાશિ - ગોચરનો આ સમય શુભ ફળોની પ્રાપ્તિ માટે તમને થોડી વધુ મહેનત  કરવા ઉપરાંત આ દરમિયાન તમને મકાન બદલવુ પડી શકે છે. 
 
કર્ક રાશિ - આ ગોચર તમને ધન લાભ અપશે. દસ્તકારી કામમાં જોડાયેલા લોકોને વિશેષ લાભ થશે. કોર્ટમાં 11 માર્ચ સુધી દલીલો તમાર પક્ષમાં રહેશે. 
 
સિંહ રાશિ - આ દરમિયાન તમે દિલથી બીજાની મદદ કરશો.  કોઈપ કામ ધૈર્યથી કરવાથી સફળતા મળશે અને સાથે જ ધન લાભ થશે. 
 
કન્યા રાશિ - બુધના આ ગોચરથી કોઈપણ કાર્યમાં તમારો રસ વધશે. સાથે જ બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે. બીજી બાજુ જેમના  બાળકો છે તેમના બાળકોનો પ્રોગ્રેસ થશે અને જીવનમાં ભરપૂર રોમાંસ મળશે. 
 
તુલા રાશિ - બુધના આ ગોચરથી તમને ભૂમિ ભવન અને વાહનનુ સુખ મળશે. સાથે જ તમારા સિવાય બીજા માટે પણ શુભ રહેશે. પણ આ દરમિયાન માતાના સ્વાસ્થ્યનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. 
 
વૃશ્ચિક રાશિ - બુધનુ આ ગોચર બીજા સાથેના તમારા સંબંધો સુધારશે.  11 માર્ચ સુધી તમે તમારા વિચારોને અભિવ્યક્ત કરવાની પૂરી કોશિશ કરવાથી લાભની શક્યતા છે. સાથે જ આ સમય તમારી આયુમાં વૃદ્ધિ કરશે અને તમે અને તમારા ભાઈ બહેન મહેનત મુજબ લાભ મેળવશો. 
 
 
ધનુ રાશિ - બુધના આ ગોચરથી તમારી સાથે જ તમારા પરિવારના લોકો માટે પણ લાભકારી રહેશે. આ દરમિયાન શત્રુઓ પર વિજય મેળવવા ઉપરાંત તમારા ધનકોષમાં પણ વૃદ્ધિ થશે. તમારી બૌદ્ધિક ક્ષમતા સારી હોવા સાથે જ તમને માતાનુ સુખ મળશે. 
 
મકર રાશિ - ધનની પ્રાપ્તિ માટે આ ગોચર શુભ રહેશે.  સંતાન પક્ષને ન્યાયાલયથી લાભ મળવાની સાથે જ તમારા પ્રેમ સંબંધો મજબૂત થશે. 
 
કુંભ રાશિ - આ દરમિયાન સમાજમાં તમારા અને તમારા પરિવારનુ માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. સાથે જ આ ગોચર તમને શૈય્યા સુખ પણ અપાવશે.  પરંતુ તમારે તમારા પૈસા 11 માર્ચ સુધી સાચવીને રાખવાની જરૂર છે. ભગવાન ગણેશની ઉપાસના કરો. 
 
મીન રાશિ - બુધનુ આ ગોચર તમારા સંતાનનો પોગ્રેસ કરાવશે. સાથે જ તમારી આવકમાં વધારો થશે. યોગ્ય રહેશે કે તમે આ સમયે સમયની કિમંત સમજીને જ આગળ વધો આ સમય તમને કઈક નવુ શીખવાની તક આપશે.