ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (07:51 IST)

ગુરૂ કૃપાથી આવનારા 128 દિવસ સુધી આ રાશિના જાતકો પર નહી આવે કોઈ સંકટ, નસીબનો મળશે ભરપૂર સાથ

દેવગુરૂ બૃહસ્પતિને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટાભાઈ, શિક્ષા, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન અને વૃદ્ધિ વગેરેના કારક ગ્રહ માનવામાં આવે છે. બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે. દેવગુરૂ આ સમયે કુંભ રાશિમાં વિરાજમાન છે. આવનારા 128 દિવસ સુધી દેવગુરૂ આ રાશિમાં વિરાજમાન રહેશે. દેવ ગુરૂ બૃહસ્પતિ આવનારા 128 દિવસ સુધી કેટલીક રાશિ પર વિશેષ કૃપા કરશે. આ રાશિના જાતકો પર 128 દિવસ સુધી કોઈ સંકટ નહી આવે. આવો જાણીએ 128 દિવસ સુધી કઈ રાશિના લોકોને કિસ્મતનો મળશે પુરો સાથ 
 
મેષ રાશિ - 
 
શુભ પરિણામ મળશે 
ધન લાભ થશે 
આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે 
નોકરી અને વેપારમાં પ્રોગ્રેસ કરશો 
વૈવાહિક જીવન સુખમય રહેશે 
નવુ વાહન કે મકાન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. 
કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો 
8 ડિસેમ્બરથી શરૂ થશે 
 
મિથુન રાશિ 
 
ધન-લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે 
નસીબનો પુરો સાથ મળશે. 
મિથુન રાશિના જાતકો માટે આ સમય વરદાન સમાન છે. 
વૈવાહિક જીવન સુખમય રહેશે. 
પરિવારના સભ્યોનો સહયોગ મળશે 
ખૂબ માન-સન્માન મળશે 
પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે 
 
તુલા રાશિ 
 
તુલા રાશિના જાતકો માટે સમય ખૂબ જ ફળદાયી રહેવાનો છે. 
નોકરી અને વેપાર માટે સમય શુભ રહેશે. 
વૈવાહિક જીવનમાં સુખનો અનુભવ કરશો. 
ધન લાભ થશે. 
કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે. 
તમારી નોકરીમાં નવી તક પ્રાપ્ત થશે 
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેશો