બુધવાર, 27 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (08:19 IST)

Ganesh Chaturthi 2021: આજથી શરૂ થશે ગણેશ ચતુર્થી ઉત્સવ, આ રાશિ પર રહેશે બાપ્પાની કૃપા

હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી ગણેશ ઉત્સવ શરૂ થાય છે અને અનંત ચતુર્દશી સુધી ચાલે છે. જેને ગણેશ વિસર્જન પણ કહેવામાં આવે છે. બાપાની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બરે છે. તેથી  ગણેશ ઉત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 19 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ દરમિયાન, ભગવાન ગણેશની 4 રાશિઓ પર વિશેષ કૃપા રહેશે-
 
વૃષભ- ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિ તમારા પર વિશેષ કૃપા કરશે. જ્યોતિષીય ગણતરી મુજબ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ તમારા માટે અનુકૂળ દેખાઈ રહી છે. નાણાકીય મોરચે પણ તમને લાભ મળશે. રોકાણથી લાભની શક્યતા છે.
 
મિથુન- ગણેશ ચતુર્થીથી આવતા 10 દિવસ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. ભગવાન ગણેશના આશીર્વાદ તમારા પર રહેશે. નોકરી કરનારા લોકો અને વેપારીઓને લાભ થવાની શક્યતા છે.  સુખ સુવિદ્યાઓ વધી શકે છે. આ દરમિયાન બાકી કામ પૂરા થશે.
 
સિંહ-  સિંહ રાશિના લોકો માટે ગણેશ ઉત્સવ સારા સમાચાર લાવશે. આ દરમિયાન તમારી મુશ્કેલીઓ ઓછી થશે. ભગવાન શ્રી ગણેશની કૃપાથી અધૂરું કાર્ય પૂર્ણ થશે. સંપત્તિમાં વધારો થશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે.
 
કન્યા- કન્યા રાશિના લોકો માટે 10-19 સપ્ટેમ્બરનો સમય ઘણો લાભકારી રહેશે. આ સમય દરમિયાન, તમને વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને સ્તરે લાભ થશે. આર્થિક સ્થિતિમાં સુધારાની શક્યતા રહેશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે.