રવિવાર, 5 ફેબ્રુઆરી 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified બુધવાર, 9 જૂન 2021 (22:32 IST)

Surya Grahan 2021 Date, Timing in India - 10 જૂનના રોજ 148 વર્ષ પછી શનિ જયંતી અને સૂર્ય ગ્રહણનો અદ્દભૂત સંયોગ

સૂર્ય ગ્રહણ દરમિયાન શુ ન કરવુ જોઈએ

જાણો ક્યા જોવા મળશે રિંગ ઓફ ફાયરનો નજારો 
 
વર્ષ 2021નુ બીજી ગ્રહણ 10 જૂનના રોજ લાગવા જઈ રહ્યુ છે જે એક સૂર્ય ગ્રહણ હશે.  ધાર્મિક દ્રષ્ટિથી ભલે જ ગ્રહણ લાગવુ શુભ નથી માનવામાં આવતુ પણ આ ખગોળીય ઘટનાના દીદાર કરવા માટે દરેક કોઈ ઉત્સુક રહે છે.  ઉલ્લેખનીય છે કે વલયાકાર સૂર્ય ગ્રહણ રહેશે જેમા ચંદ્રમાં સૂર્યને એ રીતે ઢાંકશે જેનાથી સૂર્યનો બહારનો ભાગ પ્રકાશમાન રહી જશે અને મધ્ય ભાગ પૂરી રીતે ઢંકાય જશે. આ સ્થિતિમાં સૂર્ય એક આગની અંગૂઠીની જેવો  જોવા મળશે. જાણો આ અદ્દભૂત સૂર્ય ગ્રહણ સાથે જોડાયેલ ખાસ વાતો.. 
 
ક્યારે અને ક્યા લાગશે સૂર્ય ગ્રહણ ? સૂર્ય ગ્રહણ 10 જૂનના રોજ બપોરે 1 વાગીને 42 મિનિટથી શરૂ થશે જેની સમાપ્તિ સાંજે 6 વાગીને 41 મિનિટ પર હશે. ઉત્તરી અમેરિકાના ઉત્તરી ભાગમાં, ઉત્તરી કનાડા, યૂરોપ અને એશિયામાં, ગ્રીનલેંડ અને રૂસના મોટાભાગના ભાગમાં તેને જોઈ શકાશે. કનાડા, ગ્રીનલેંડ અને રૂસમાં વલયાકાર સૂર્ય ગ્રહણ જોવા મળશે. બીજી બાજુ ઉત્તર અમેરિકાના મોટાભાગનો ભાગ, યૂરોપ અને ઉત્તર એશિયામાં આંશિક સૂર્ય ગ્રહણ દ્રશ્ય હશે. 
 
ભારતમાં આ સ્થના પર જોવા મળશે આંશિક સૂર્ય ગ્રહણ - અમેરિકી અંતરઇક્ષ એજંસી નાસાએ એક ઈટરૈક્ટિવ મૈપ રજુ કરયો છે. જેમા એ બતાવ્યુ છે કે સૂર્ય ગ્રહણ ક્યા ક્યા જોવા મળશે. મૈપમાં એવુ બતાવ્યુ છે કે સૂર્ય ગ્રહણ ભારતના અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમા જોવા મળશે.  સૂર્ય ગ્રહણ આંશિક રૂપમાં જોવા મળશે જેની શરૂઆત 12.25 મિનિટે થશે અને 12.51મા આ ખતમ થશે. 
 
 
148 વર્ષ પછી અદ્દભૂત સંયોગ - તિથિ કાળ ગણના મુજબ148 વર્ષ પછી આ તક આવી છે કે શનિ જયંતિના દિવસે સૂર્યગ્રહણ લાગશે. 10 જૂનના રોજ સૂર્ય ગ્રહણનો અદ્દભૂત યોગ પણ બનશે. જો કે ચંદ્રગ્રહણની જેમ ભારતમાં આ સૂર્ય ગ્રહણ દેખાશે નહી. તમે જાણતા જ હશો કે સૂર્ય દેવ અને શનિ પિતા-પુત્ર છે. પૌરાણિક માન્યતા છે કે બંનેમાં મતભેદ અને જુદાપણુ રહે છે. 
 
શુ રહેશે સૂતકનો સમય  ? 
 
ભારતમાં આ ગ્રહણનો સૂતક કાળ માન્ય નહી રહે. કારણ કે જ્યોતિષ મુજબ એ જ ગ્રહણનો સૂતક કાળ માન્ય હોય છે જે ગ્રહણ આપણી ત્યા દેખાવવાનુ હોય. ભારતમાં સૂર્ય ગ્રહણ નહી દેખાય. 
 
વલયાકાર સૂર્ય ગ્રહણ શુ છે ? 
 
વલયાકર સૂર્ય ગ્રહણને રિંગ ઓફ ફાયરના નામથી પણ ઓળખવામાં આવે છે.  કારણ કે આ દરમિયાન આકાશમાં સૂર્ય એક આગની અંગૂઠીની જએમ ચમકતો જોવા મળે છે.  જો કે આ નજારો થોડોક જ સમયનો હોય છે. આ ગ્રહણ ત્યારે થાય છે જયારે ચંદ્રમાં સૂર્યના સંપૂર્ણ ભાગને પોતાની છાયાથી ઢાંકી નથી શકતો. આ સ્થિતિમાં સૂર્યનો બહારનો ભાગ પ્રકાશિત રહે છે.  એટલે કે જ્યારે ચંદ્ર સૂર્યની સામે આવતા તેને આ રીતે ઢાંકી દે છે કે સૂર્ય વચ્ચેથી તો ઢંકાયેલો લાગે છે પણ તેની કિનારે રોશનીની એક રિંગ કે અંગુઠી બનતી જોવા મળે છે તો તેને વલયાકાર સૂર્ય ગ્રહણ કહે છે. 
 
સૂર્ય ગ્રહણ દરમિયાન શુ ન કરવુ જોઈએ   
 
- આ દરમિયાન કોઈપણ નવા કે માંગલિક કાર્યની શરૂઆત ન કરવી જોઈએ 
- ગ્રહણ કાળમાં ભગવાનની મૂર્તિને અડવુ કે તેની પૂજા ન કરવી જોઈએ 
- ગ્રહણ કાળમાં ભોજન બનાવવુ અને ખાવુ બંનેની મનાઈ હોય છે. 
- તુલસીના છોડને અડવાની પણ મનાઈ હોય છે. 
- આ દરમિયાન દાંતોની સફાઈ, વાળમાં કાંસકો, ટોયલેટ જવુ, નવા વસ્ત્ર પહેરવા, વાહન ચલાવવા વગેરે આદિ કાર્યોને પણ ન કરવાની સલાહ આપવામાં આવે છે. 
- ગ્રહણ સમયે સૂવાથી બચવુ જોઈએ. 
 
સૂર્ય ગ્રહણ લાગવાનુ વૈજ્ઞાનિક કારણ - સૂર્ય આપણા સૌરમંડળના કેન્દ્રમાં સ્થિત છે અને બધા ગ્રહ તેમના ચારે બાજુ ચક્કર કાપે છે. સૂર્યના ચક્કર લગાવનારા ગ્રહોના ઉપગ્રહ પણ હોય છે. જે પોતાના ગ્રહોના આંટા મારે છે. જેમ પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્રમાં છે. આ પ્રક્રિયા દરમિયાન જ્યારે ચંદ્રમાં પૃથ્વીની પરિક્રમા કરતા સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે જેનાથી સૂર્યની રોશનીને તે આંશિક કે પૂર્ણ રૂપથી ઢાંકી લે છે તો આ સ્થિતિને સૂર્ય ગ્રહણ કહે છે.