શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: બુધવાર, 15 ડિસેમ્બર 2021 (00:41 IST)

આજનુ રાશિફળ (15/12/2021) આજે 5 રાશિના જાતકોને સફળતા મળશે

મેષ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
 
વૃષભ : આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. રોજગારનાં ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે.કાર્યમાં મુશ્કેલી આવશે. સામાજિક પ્રતિષ્ઠામાં કમી આવશે. વ્યાપારમાં લાભ સામાન્ય રહેશે. કુટુંબમાં મનોવિનોદ થઈ શકે છે.
 
મિથુન : કુટુંબ સંબંધી વિવાદ માનસિક કષ્ટનું કારણ બનશે. આર્થિક કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ. સામાજિક ક્ષેત્રોમાં પ્રતિષ્ઠાના યોગ. એન્જિનિયર, ટેક્નોલોજી કર્મીઓ માટે ઉપલબ્ધિ ભાગ્યવર્ધક કાર્યો માટે યાત્રાના યોગ. ધર્મ, આધ્યાત્મના કાર્યોમાં યાત્રા થશે.
 
કર્ક : અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ, અપરણિતો માટે લગ્ન   સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે. ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.