બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : શુક્રવાર, 5 નવેમ્બર 2021 (10:27 IST)

વિક્રમ સંવંત 2078નુ વાર્ષિક રાશિફળ - મકર રાશિના જાતકો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો નહી તો નુકશાન થવાની શક્યતા

અભ્યાસ  - સંવંત 2078 સ્ટુડેંટ્સ માટે અનુકૂળ છે અને ખાસ સાબિત થઈ શકે છે. સ્ટુડેંટ્સ આ દરમિયાન એક્ઝામ્સમાં સારુ પ્રદર્શન કરીને સક્સેસ મેળવી શકે છે. જે સ્ટુડેંટ્સ પ્રેકટિકલ આપી રહ્યા છે. તેમના પ્રોજેક્ટ સમય પર પૂરા થઈ શકે છે. નવા કોર્સ માટે યોજનાઓ બનાવશે. એંટરટેનમેંટ સાથે સ્ટડીઝ પર પણ ધ્યાન આપતા રહો. આ વર્ષે મનમાં નવા સબ્જેક્ટ્સ પ્રત્યે ઈંટરેસ્ટ વધશે. સાયંસ અને ટેકનીકલ ફીલ્ડ માટે રૂઝાન વધશે. કંપીટિટીવ એક્ઝામ આપી રહેલ સ્ટુડેંટ્સના સક્સેસના યોગ છે. હાયર સ્ટડીઝ માટે ફોરેન ટ્રેવલના પણ યોગ છે.
 
ફેમિલી - સંવંત 2078માં ફેમિલી લાઈફ ઠીક રહેશે પણ કેટલાક નિકટના સંબંધીઓ સાથે ડિસ્પ્યૂટ્સના પણ યોગ છે. આ વર્ષે ગુસ્સાને કાબૂમાં રાખવા માટે બેકારની વાતોથી મેંટલ ટેંશન ન વધારો. ઘરમાં કોઈ શુભ કાર્યના આયોજનથી તમે ખુશ રહેશો. માતા-પિતા સાથે સંબંધ સારા રહેશે. જો તેમને કોઈ ગંભીર બીમારી છે તો તેમા સુધાર આવી શકે છે. લાઈફ પાર્ટનર સાથે ક્યાક બહાર ફરવા જવાનો યોગ બની રહ્યો છે અને તેમની સાથે તમે કંઈક સારી ક્ષણોનો આનંદ લઈ શકશો.  સંતાનના પ્રમોશનના ગુડ ન્યૂઝ મળી શકે છે. જે તમારુ મન પ્રસન્ન કરી શકે છે.
આ વર્ષે ફેમિલી સાથે ધર્મ સ્થળની યાત્રાના યોગ છે.
 
રિલેશનશિપ - સંવંત 2078 લવ રિલેશનશિપ માટે સામાન્ય રહેશે. જે લોકો પહેલાથી જ લવ અફેયરમાં છે તેમના પ્રેમમાં વધારો થઈ શકે છે. ખુદ પર કંટ્રોલ કરો નહી તો સંબંધો ખરાબ થવાની શક્યતા છે. રિલેશનશિપમાં મધુરતા તો બનશે જ પણ વર્ક લોડના કારણે તમે પાર્ટનર માટે સમય નહી કાઢી શકો. તેનાથી સંબંધોમાં નિરાશા આવી શકે છે. લવ બર્ડ્સને કેટલેકે અડચણોનો સામનો કરવો પડી શકે છે. તમે પ્રેમમાં રિસ્ક ઉઠાવવાથી પાછળ નહી હટો અને તમારી પસંદગીના વ્યક્તિને પ્રપોઝ કરવા માટે ઉત્સુક રહેશો. આ વર્ષે આ વાતનુ પુરૂ ધ્યાન રાખો કે લવર પર તમારી વાત મનાવવા માટે દબાવ ન નાખશો.
 
નોકરી - સંવંત 2078માં સર્વિસમેન સાહસ અને ઉત્સાહથી ભરેલુ રહેશે. આ વર્ષે તમારી એકસ્ટ્રા વર્કિંગ એફિશિએંસી એ લોકોને ચોંકાવી દેશે. જેનુ વર્ક પરફોર્મેંસ તમારાથી સારુ છે. તમારા વિરોધીઓની ચાલોને પકડવામાં તમે સફળ રહેશો. આ વર્ષે ઓફિસમાં પ્રમોશન અને માન-સન્માન મળવાના પૂરી પૂરા યોગ બની રહ્યા છે. કોઈ સીનિયર ઓફિસરના સહયોગથી મોટો પ્રોફિટ મળશે. આ વર્ષે સર્વિસમેનને ખૂબ તક મળશે. જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને થોડો સમય રાહ જોવી જોઈએ.
 
બિઝનેસ - સંવંત 2078 બિઝનેસમેન માટે સફળ વર્ષ સાબિત થઈ શકે છે અને તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. તમરા બિઝનેસમાં પ્રોફિટ મળશે પણ ઘણા કામો એક સાથે કરવાથી બચો. આ વર્ષે બિઝનેસમાં પ્રતિષ્ઠા મેળવશો. તમારુ સેલ્ફ કૉંન્ફિડેંસ સતત તમને જીત આપવશે. બિઝનેસ ટ્રેવલ્સ તમારે માટે પ્રોફિટેબલ રહેશે. તમે કંઈક નવુ કરીને ઈંકમમાં વધારો કરશો. આ વર્ષે જૂના આપેલ ઉધાર પરત મળવાની શક્યતા છે. શેયર માર્કેટથી મોટો પ્રોફિટના યોગ બની રહ્યા છે. પૈસાની લેવડદેવડમાં અલર્ટ રહો. કોઈ નિકટની વ્યક્તિ પર પણ પૈસાને લઈને વધુ વિશ્વાસ કરવો નુકસાનદાયક સાબિત થઈ શકે છે.
 
આર્થિક સ્થિતિ  - સંવંત 2078 ફાઈનેંશિયલ લેવલ પર ઠીક જશે. વર્ષની શરૂઆતમાં મોટો પ્રોફિટ થઈ શકે છે. આ વર્ષે કોઈ મિત્ર મોટો પ્રોફિટ કરાવી શકે છે. ઈમોશનલ થઈને મોટુ રોકાણ કરવાથી બચો. લેવદ-દેવડમાં અલર્ટ રહો. પૈસાને લઈને કોઈના પર પણ વિશ્વાસ ન કરશો. તમારા કાર્યોને પૂરા કરીને તમે ઈંકમ વધારી શકો છો. જો ખર્ચ પર કંટ્રોલ નથી થાય તો ખોટ થઈ શકે છે. યાદ રાખો કે બચાવેલા પૈસા જ ભવિષ્યમાં કામ આવશે. આ વર્ષે ફાઈનેશિયલ ટ્રેવલ્સ ખૂબ પ્રોફિટેબલ રહેશે. જૂન પછી સમય મળતાવડો રહેશે.