મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified: બુધવાર, 19 જાન્યુઆરી 2022 (00:02 IST)

Astro tips: પરેશાનીઓને દૂર કરવામાં કારગર છે ખાંડ, અપનાવો તેની સાથે જોડાયેલા જ્યોતિષ ઉપાય

ઘણા લોકો જીવનમાં પ્રગતિ (Success) મેળવવા માટે સખત મહેનત કરે છે, પરંતુ છતા પણ તેમનો સંઘર્ષ (Struggle) ચાલતો જ રહે છે. આટલી મહેનત કરવા છતાં તેમને પદ કે સફળતા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે અને તેમાંથી એક છે જ્યોતિષ(Jyotish Shastra) સંબંધિત નિયમો.  આ નિયમોની અવગણના શુભ માનવામાં આવતા નથી. કહેવાય છે કે તેના કારણે કરિયર પર પણ ખરાબ અસર પડે છે. એવું માનવામાં આવે છે કે જ્યોતિષ સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
 
અમે તમને ખાંડ સંબંધિત કેટલાક જ્યોતિષીય ઉપાયો બતાવી રહ્યા છીએ. રસોડામાં હમેશા ઉપલબ્ધ રહેતી ખાંડ અનેક પ્રકારના દુ:ખને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. જાણો તેનાથી સંબંધિત જ્યોતિષીય ઉપાયો.
 
કુંડળીમાં સૂર્યને કરે મજબૂત 
 
એવું કહેવાય છે કે ખાંડનો સંબંધ ગ્રહો સાથે હોય છે અને તેથી ખાસ પ્રસંગોએ તેની મીઠાશનો સમાવેશ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈની કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તે તેના સંબંધિત ઉપાય પણ કરી શકે છે. તાંબાના વાસણમાં ખાંડ ભેળવીને પાણી પીવાથી સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે.
 
સફળતા માટે
 
ઘરની બહાર નીકળતી વખતે જો તમે કરિયર સંબંધિત કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા હોય તો સાકરનો ઉપાય કરવાનું ભૂલશો નહીં. તાંબાના વાસણમાં ખાંડ અને પાણી લઈ તેને ઓગાળીને થોડું પીવું. તે ખાંડ અને દહીંવાળા ઉપાયની જેમ કામ કરે છે અને સફળતા મેળવવામાં પણ મદદરૂપ સાબિત થશે.
 
રાહુ ગ્રહ 
 
એવું કહેવાય છે કે રાહુ ગ્રહ પર પણ ખાંડ અસરકારક માનવામાં આવે છે. તેની સાથે જોડાયેલા ઉપાય કરવા માટે  લાલ કપડામાં સાકર બાંધીને રાત્રે સૂતી વખતે માથાની નીચે મુકો. આવુ કરવાથી કુંડળીમાં ચાલી રહેલા રાહુની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.
 
પિતૃદોષથી મુક્તિ માટે 
 
આમાં પણ ખાંડ સંબંધિત ઉપાય કારગર સાબિત થઈ શકે છે. આ ઉપાય કરવા માટે લોટની રોટલી બનાવી તેમાં ખાંડ મિક્સ કરીને કાગડાને ખવડાવો. એવું કહેવાય છે કે આવું કરનારની પરેશાનીઓ ઓછી થાય છે. ઉલ્લેખનીય છે કે આ ઉપાય ઘણા દિવસો સુધી કરવો શુભ માનવામાં આવે છે.