શુક્રવાર, 1 ડિસેમ્બર 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By

Numerology 2023 Moolank 6 - મૂલાંક 6

numerology
મૂલાંક  6 (6, 15, 24 તારીખે જન્મ લેનારા લોકો)
 
અંક જ્યોતિષ મુજબ મૂલાંક 6 શુક્રનુ પ્રતિનિધિત્વ કરે છે. 6 મૂલાંક વાળા લોકો જીવનમાં વધુ સંતુલિત હોય છે. તે પોતાના પરિવારના સભ્યોને બધી સુખ સુવિદ્યાઓ આપવામાં સક્ષમ હોય છે. તેમનુ ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ હોય છે. તેમને વિલાસિતાપૂર્ણ જીવન શૈલી પસંદ હોય છે. જો કે તેઓ સમય માટે એક ખૂબ જ વ્યવસ્થિત દ્રષ્ટિકોણ કાયમ રાખે છે. તેઓ મોટા ઉદાર દિલવાળા હોય  છે. 
 
મૂલાંક 6 માટે અંક જ્યોતિષ 2023 આગાહી કરે છે કે વર્ષ 2023 આ જાતકો માટે સારું રહેશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, નવેમ્બર અને ડિસેમ્બરમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે.
 
મૂલાંક 6 વાળા માટે કેરિયર અને ધન માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણીઓ 
 
 વર્ષ 2023 કરિયર  અને નાણાકીય વૃદ્ધિ માટે મિશ્ર વર્ષ છે. 2023 માં તમારા માટે ભાગીદારીની સલાહ આપવામાં આવતી નથી. તમને તમારા પોતાના વ્યવસાયના માલિક બનવાની સલાહ આપવામાં આવે છે. જો તમે 2023 માં આવું કરવાની યોજના બનાવો છો, તો તે તમારી સફળતાની તકોમાં વધારો કરશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં મહત્વપૂર્ણ વ્યવસાયિક નિર્ણયો લેવા જોઈએ.
 
જો તમે નોકરી કરો છો તો તમે નોકરી બદલશો નહી. 2023માં સ્પષ્ટ નિર્ણય લેવા અને કોઈપણ અજાણ્યા પર વિશ્વસ કરવો નહી. 
 
 મૂલાંક 6 વાળા માટે લવ રિલેશનશિપ અને લગ્ન માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
 2023 માં, તમારે તમારા સંબંધો વિશે ખૂબ કાળજી લેવી જોઈએ. તમારે શક્ય તેટલી વહેલી તકે તમામ મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ, અને તે જ સમયે બધી ગેરસમજ દૂર કરવી જોઈએ. પરિણીત યુગલોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના વ્યવસાયિક જીવનનો તણાવ ઘરમાં ન લાવે. તમારે ક્યારેક વેકેશન પર જવુ અને પ્રવાસ કરવો જોઈએ અથવા સાથે ડેટ પર જવું જોઈએ. એકંદરે 2023 પરિણીત યુગલો માટે સરેરાશ વર્ષ રહેશે.
 
મૂલાંક 6 વાળાની ફેમિલી અને સોશિયલ લાઈફ માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણીઓ 
 
વર્ષ 2023માં તમારા પરિવારને તમને ભરપૂર સહયોગ મળશે. તમને પરિવાર સાથે તમારી જે પણ ગેરસમજ છે તેને તરત જ દૂર કરી લેવી જોઈએ. સ આમાજીક જીવનના મોરચા પર 2023 સરેરાશ રહેશે. વસ્તુઓનુ સમાધાન ન હોવાને કારણે થોડી નિરાશા મળી શકે છે. સામાજીક જીવનની આ સરેરાશ અવધિ દરમિયાન ધૈર્ય રાખવા અને તમારા વ્યવસાયને શાંતિથી કરવાની સલાહ આપવામાં આવે છે. 
 
મૂલાંક 6 વાળાના અભ્યાસ માટે અંક જ્યોતિષ 2023ની ભવિષ્યવાણી 
 
મૂલાંક 6 વાળા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ દ્વારા થોડી વ્યાકુળતાનો અનુભવ થઈ શકે છે. જો તમે માનસિક રૂપથી આવુ કરવા માટે તૈયાર નથી તો તમે અભ્યાસમાં એક બ્રેક લો. વિદેશમાં અભ્યાસ પ્રાપ્ત કરવાના ઈચ્છુક લોકો માટે વર્ષ 2023 સફળ રહેશે અને અહી સુધી કે પ્રોદ્યોગિકીનો અભ્યાસ કરનારાઓને પણ આ વર્ષે મોટી સફળતાનો અનુભવ થશે. જો તમે રચનાત્મક ક્ષેત્રમાં કામ કરો છો તો તમને ઘણી સફળતા પણ મળશે.  મૂલાંક 6 માટે અંક જ્યોતિષ ભવિષ્યવાણી 2023 બતાવે છે કે આ વર્ષ સરેરાશ રહેશે. પણ આ સલાહ આપવામાં આવે છે કે તમે તમારા બધા નિર્ણય જાતે લો અને બીજા પર વિશ્વાસ ન કરશો. 
 
ઉપાય 
 
રાધા કૃષ્ણ મંદિરમાં જઈને દર્શન કરો અને તેમને માખણ-મિશ્રીનો ભોગ લગાવો 
 રોજ સવારે ઉઠીને તમારી જીભ પર મિશ્રી મુકો. તમરા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. 
 
લકી કલર્સ - સિલ્વર અને પિંક
લકી નંબર - 6 અને 3
શુભ દિશા - દક્ષિણ-પૂર્વ અને ઉત્તર
શુભ દિવસ - શુક્રવાર અને બુધવાર
અશુભ રંગો - લાલ અને નારંગી
અશુભ અંક - 1 અને 3
અશુભ દિવસ - સોમવાર