શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2025
Written By
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2024 (18:03 IST)

Shani Gochar 2025: વર્ષ 2025માં આ રાશિની શરૂ થશે શનિની ઢૈય્યા, જાણો શુ રહેશે પ્રભાવ

Shani Gochar
Shani Gochar 2025: ગ્રહોના ગોચર જ્યોતિષમાં એક વિશેષ ઘટના માનવામાં આવે છે. જ્યારે કોઈ ગ્રહ પોતાની ચાલ બદલીને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો તેની અસર બધી રાશિઓ પર જુદી જુદી રીતે જોવા મળે છે. વર્ષ 2025માં અનેક મહત્વપૂર્ણ ગ્રહ પરિવર્તન થવા જઈ રહ્યા છે. તેનાથી શનિનુ ગોચર અત્યાધિક મહત્વપૂર્ણ રહેશે. 
 
2025માં શનિ ગોચર 
વૈદિક જ્યોતિષ મુજબ શનિ ધીમી ગતિથી ચાલનારો ગ્રહ છે. જે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે અને ફરીથી એ રાશિમાં આવવામાં 30 વર્ષનો સમય લાગે છે.  આગામી 29 માર્ચ 2025ના રોજ શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમા પ્રવેશ કરશે.  આ પરિવર્તનથી કેટલીક રાશિઓને લાભ થશે. જ્યારે કે કેટલાક માટે આ પડકારરૂપ સમય સાબિત થઈ શકે છે. આવો જાણીએ કે શનિના આ ગોચરનુ ધનુ રાશિ પર શુ પ્રભાવ પડશે. 
 
ધનુ રાશિ પર શનિ ગોચરનો પ્રભાવ 
 
ધનુ રાશિ માટે શનિ બીજા અને ત્રીજા ભાવનો સ્વામી છે પણ 2025માં તેમનુ ગોચર ચતુર્થ ભાવમાં થશે. આ દરમિયાન ધનુ રાશિના જાતકોની ઢૈય્યા શરૂ થશે. શનિના ગોચરને કારણે પરિવારથી અંતર વધવાના યોગ છે.  કામ કે અન્ય કારણોસર તમને તમારુ નિવાસ સ્થાન બદલવુ પડી શકે છે.  આ ઉપરાંત પારિવારિક જીવનમાં તનાવ પણ રહી શકે છે.  પરિવારમાં તાલમેલની કમીને કારણે કેટલીક  પરેશાની થઈ શકે છે.  વિશેષ કરીને માતાજીના સ્વાસ્થ્યનુ વધુ ધ્યાન રાખવુ પડશે.  
 
કરિયરની દ્રષ્ટિથી સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. જો કે  ન્યાયાલય સંબંધી મામલામાં વિજય પ્રાપ્ત કરવાના સંકેત છે. જુલાઈથી નવેમ્બરની વચ્ચે છાતી સાથે જોડાયેલ સંક્રમણની શક્યતા છે.  આવામાં તમારા સ્વાસ્થ્ય અને દિનચર્યામાં અનુશાસન બનાવી રાખવુ જરૂરી રહેશે.  બીજી બાજુ ઉત્તરાર્ધ સ્થિતિઓ થોડી સારી થઈ શકે છે પણ એ માટે સંયમ અને પરિશ્રમની જરૂર રહેશે. 
 
શનિના ગોચર દરમિયાન ઉપાય 
શનિવારે કાળા તલનુ દાન કરો. તેનાથી શનિના અશુભ પ્રભાવ ઓછા થશે અને જીવનમાં સકારાત્મકતા વધ