ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કેટરીના કેફ
Written By વેબ દુનિયા|

કેટરીના મસાલા ફિલ્મો પણ કરે છે

IFM
ફિલ્મોની પસંદગીની બાબતે કેટરીનાની પસંદગી બદલાઈ ગઈ છે. 'વેલકમ' અને 'સિંહ ઈઝ કિંગ' જેવી ફિલ્મો કરનારી કેટરીનાએ 'ન્યુયોર્ક' કરી અને 'રાજનીતિ' કરી રહી છે, પરંતુ તેણે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે તે મસાલા ફિલ્મો પણ કરતી રહેશે.

કેટરીનાનુ કહેવું છે કે આજે તે જે સ્થિતિમાં છે ત્યાં સુધી તે કોમર્શિયલ ફિલ્મો દ્વારા જ પહોચી છે. આવામાં તે આવી ફિલ્મોમાં કામ કરવાનું કેવી રીતે છોડી શકે. હવે તેને તે વાતની ખુશી થાય છે કે પ્રકાશ ઝા જેવા નિર્દેશક તેમની પાસે પ્રસ્તાવ લઈને આવવા લાગ્યા છે.

તાજેતરમાં કેટરીના 'ન્યુયોર્ક'ની સફળતાની રાહ જોઈ રહી છે. આ ફિલ્મ તેના દિલની નજીક છે અને આ ફિલ્મ માટે તેણે ઘણી મહેનત પણ કરી છે.