ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કેટરીના કેફ
Written By નઇ દુનિયા|

માય સલમાન ઈઝ ધ બેસ્ટ - કેટરીના

IFM

આ કહેવુ છે સલમાનના દિલની ઘડકનોમાં સમાયેલ સુંદરી કેટરીના કેફનુ. બંને વચ્ચે મતભેદ વધવાના તમામ અફવાઓને છેટે મુકી કેટરીનાએ એક મુલાકાતમાં દિલ ખોલીને વાત કરી. તેમણે સલમાનને ગોલ્ડન મેન બતાવતા 'વંડરફુલ પર્સન' તરીકે બતાવ્યો. કેટનુ કએહ્વુ છે કે છેલ્લા છ વર્ષથી એ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં છે અને સલમાને તેનો સાથે દરેક પગલે આપ્યો છે. સલમાનને એક સારા માર્ગદર્શક અને મિત્ર બતાવતા કેટ કહે છે કે સલમાનનુ મન ચોખ્ખુ છે અને એ એક નીડર માણસ છે અને તેણે જ મને નીડરતા શીખવાડી છે.

આગળ તેણે કહ્યુ કે સલમાન વિશેષ પ્રકારના વ્યક્તિ છે અને તેનામાં કેટલીક ખાસ આવડતો છે જે બીજામાં નથી. તે કહે છે કે મને જ્યારે પણ જરૂર પડી ત્યારે સલમાને મારી મદદ કરી. તેણે મને ફિલ્મ ઈંડસ્ટ્રીના રીત-રિવાજો શીખવાડ્યા, અને અહીં રહીને કેવી રીતે કામ કરી શકાય છે એ શીખવાડ્યુ. સલમાન વિશે વાત કહેતા કાયમ દૂર રહેનારી કેટે કહ્યુ કે - સલ્લુ મને અવારનવાર કહે છે કે હું બદલાઈ ગઈ છુ, ત્યાએરે હુ એને કહુ છુ કે હું આગળ વધી રહી છુ, તેથી બદલાઈ રહી છુ. આવા સમયે એ મને સાચવીને આગળ વધવાની સલાહ આપે છે અને કહે છે કે જોજે કોઈ ખોટા માર્ગે ન દોરવાઈ જતી.