ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કેટરીના કેફ
Written By વેબ દુનિયા|

લોકપ્રિયતાની દોડમાં સૌથી આગળ કેટરીના

IFM
યુવા વર્ગ સૌથી વધુ ફિલ્મો જુએ છે અને આ વર્ગની કેટરીના પ્રિય અભિનેત્રી છે. આનુ પ્રમાણ છે કે કેટરીનાનુ નામ સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. તેનુ વોલપેપર સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવે છે. તેઓ સ્ટાઈલ આઈકોન પસંદગી પામી છે. તેમને દુનિયાની સૌથી સેક્સી અભિનેત્રી જાહેર કરી છે.

કેટરીનાની સુંદરતાનો યુવા વર્ગ દિવાનો છે. એક પ્રસિધ્ધ નિર્દેશકનુ કહેવુ છે કે કેટરીનાનો ચહેરો માસૂમ છે, જેને કારણે દર્શક તેમને ખૂબ જ પસંદ કરે છે.

કોઈ કલાકારની લોકપ્રિયતાને માપવાનુ માપદંડ બાળકો પણ હોય છે અને કેટરીનાને તો બાળકો પણ ખૂબ જ પસંદ કરે છે. 6 થી 60 વર્ષો
સુધીના લોકોનો પ્રેમ કેટરીનાને મળ્યો છે, તેથી કેટરીનાને ફિલ્મોની સાથે સાથે જાહેરાત પણ મળે છે.