ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કેટરીના કેફ
Written By વેબ દુનિયા|

શું કેટરીના અને સલમાન લગ્ન કરશે?

IFM
કેટરીના કૈફે સલમાનની જીંદગીમાં ત્યારે પ્રવેશ કર્યો જ્યારે તેઓ ઐશ્વર્યા રાય સાથેના સબંધ તુટવાને લીધે ખુબ જ દુ:ખી હતાં. બંને વચ્ચે દોસ્તી થઈ અને સલમાનને લીધે 'બૂમ' જેવી ઘટના બાદ પણ કેટરીનાને ફિલ્મો મળી. ધીમે ધીમે બોલીવુડમાં કેટરીના સલમાનની ગર્લફ્રેંડના રૂપમાં ઓળખાવા લાગી.

કેટરીના અને સલમાન પોતાની ખાનગી જીંદગીની ચર્ચા ક્યારેય પણ નથી કરતાં. પરંતુ એકબીજા પ્રત્યેનો વ્યવહાર તે વાત તરફ ઈશારો કરે છે કે બંને જણાં એકબીજાને પસંદ કરે છે. બંનેની ઉંમરની વચ્ચે ઘણું અંતર છે, પરંતુ કેટરીનાને આ વાત પર કોઈ વાંધો નથી. સલમાન જો ઈશારો કરી દે તો હમણાં તે પોતાનુ કેરિયર છોડીને તેમની સાથે લગ્ન કરી લે.

સલમાનના પરિવારમાં કેટરીનાને બધા જ પસંદ કરે છે. આમ પણ તેમની બધી જ પ્રેમિકાઓને પસંદ કરવામાં આવી હતી. સંગીતા બિજલાની, સોમી અલી, ઐશ્વર્યા રાયની સાથે તો સલમાનના લગ્ન થતાં થતાં રહી ગયાં.

કેટરીના અને સલમાનના લગ્નની તારીખની મીડિયાએ ઘણી વખત ઘોષણા કરી, પરંતુ હંમેશા સમાચાર ખોટા જ પડ્યાં. શું કેટરીનાનું નામ પણ સલમાનની પૂર્વ પ્રેમિકાઓના લીસ્ટમાં દાખલ થઈ જશે કે પછી તે સલમાન ખાન સાથે લગ્ન કરશે? આ એવો સવાલ છે કે તેનો જવાબ તો કદાચ કેટરીનાને પણ ખબર નથી.