બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કેટરીના કેફ
Written By વેબ દુનિયા|

કેટરીના હવે ફિલ્મો પણ બનાવશે

IFM
અભિનેત્રીના રૂપમાં કેટરીનાને એટલો બધો વિશ્વાસ આવી ગયો છે કે હવે તે એક પગલુ આગળ વધવા માંગે છે. હવે ખુબ જ ઝડપી કેટરીના કૈફ નિર્માતાના રૂપમાં પણ દેખાશે. પાછલાં દિવસોમાં કેટરીનાએ એક ફ્રેંચ ફિલ્મ જોઈ. તેને તે ફિલ્મ ખુબ જ ગમી અને તે તેના રાઈટ્સ મેળવવાના પ્રયત્નો કરી રહી છે. જો તેમને તેના અધિકાર પ્રાપ્ત થશે તો તે આ ફિલ્મનું નિર્માણ શરૂ કરી દેશે અને તેમાં મુખ્ય ભુમિકા પણ ભજવશે.

કેટરીના ઈચ્છે છે કે તે હવે સ્ટાર હોવાની સાથે સાથે સારી અભિનેત્રીના રૂપમાં પણ ઓળખાય. એટલા માટે હવે તેણે ફિલ્મોની પસંદગી વિશે સાવધાની રાખવાની શરૂ કરી દિધી છે. કદાચ ફિલ્મનું નિર્માણ પણ તે એટલા માટે જ કરી રહી હોય.