બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કેટરીના કેફ
Written By વેબ દુનિયા|

નવા હીરોને પ્રાથમિકતા

IFM

આવનારો સમય રણબીર કપૂર, ઈમરાન ખાન, નીલ નીતિન મુકેશ જેવા નાયકોનો છે. તે વાતને કેટરીના સારી રીતે સમજી ગઈ છે અને તેથી કેટરીના વર્તમાન સમયમાં નવા નાયકોની સાથે ફિલ્મ કરવાની બાબતને પ્રાથમિકતા આપી રહી છે.

પોતાના કેરિયરમાં કેટરીનાએ મોટાભાગે સલમાન ખાન, અક્ષય કુમાર અને ગોવિંદા જેવા કલાકારોની સાથે કામ કર્યુ છે. ઉંમરની બાબતે તેઓ કેટરીના કરતાં અઢારથી વીસ વર્ષ જેટલા મોટા છે.

યુવા નાયકોમાં રણબીરની સાથે તેઓ રાજકુમાર સંતોષી દ્વારા બનાવવામાં આવી રહેલ 'અજબ પ્રેમ કી ગજબ કથા'માં રોમાંસ કરતી જોવા મળશે. ફિલ્મ સાથે સંકળાયેલ સૂત્રોના જણાવ્યા મુજબ રણબીર અને કેટરીનાની કેમેસ્ટ્રી ગજબની છે. આ ઉપરાંત તે પ્રકાશ ઝા ની 'રાજનીતિ'મા પણ રણબીર સાથે કામ કરી રહી છે.

ઈમરાન ખાનની સાથે કેટરીનાએ '7 ડેઝ ઈન પેરિસ' સાઈન કરી હતી, પરંતુ કોઈ કારણોસર તેણી તે ફિલ્મમાંથી નીકળી ગઈ. નીલ નીતિન મુકેશની સાથે કેટરીના તાજેતરમાં જ પ્રદર્શિત 'ન્યૂયોર્ક'મા જોવા મળી.