બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કેટરીના કેફ
Written By વેબ દુનિયા|

શુ સલમાન-કેટરીના લગ્ન કરશે ?

IFM

કેટરીના કેફે સલમાન ખાનના જીવનમાં ત્યારે પ્રવેશ કર્યો જ્યારે એશ્વર્યા રાય સાથેપોતાના સંબંધ તૂટવાથી તેઓ ખૂબ જ દુ:ખી હતા. બંનેની દોસ્તી થી અને સલમાનને કારણે 'બૂમ'જેવી ફિલ્મ કરવા છતાં કેટરીનાને ફિલ્મો મળી. ધીરે ધીરે બોલીવુડમાં કેટરીના સલમાનની ગર્લફ્રેંડ તરીકે જાણીતી થઈ ગઈ.

કેટરીના અને સલમાન પોતાની પર્સનલ જીંદગીની ચર્ચા કયારેય થવા દેતા નથી, પરંતુ બંનેનો એકબીજા પ્રત્યે વ્યવ્હાર એ બાજુ ઈશારો કરે છે એક તેઓ એકબીજાને પસંદ કરે છે. બંનેની વચ્ચે વયનુ લાંબુ અંતર છે, પરંતુ કેટરીનાને આ બદલ કોઈ વાંઘો નથી. સલમાન જો ઈશારો કરે તો એ પોતાનુ કેરિયર છોડીને લગ્ન કરી લે.

સલમાનના પરિવારમાં કેટરીનાને બધા પસંદ કરે છે. કેટરીના અને રણબીરની કેમેસ્ટ્રી સારી જામતી હોવાથી લોકો એ બંને વચ્ચે અનેક ચર્ચાઓ કરી રહ્યા છે, અને બીજી બાજુ સલમાન પણ ઝરીનની નજીક હોવાની વાતો સામે આવી છે, છતા ઈશ્વરે આ જોડી વિશે શુ વિચાર્યુ છે એ તો આવનારો સમય જ બતાવશે.