શુક્રવાર, 9 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By કલ્યાણી દેશમુખ|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:14 IST)

નિબંધ

નિબંધ
શિક્ષકે વર્ગમાં બધાને કહ્યું કે - "આવતીકાલે બધા ગાય ઉપર એક નિબંઘ લખી લાવજો."

બીજે દિવસે બધાને નિબંધ લખેલી નોટ બહાર કાઢવા કહ્યુ,

ગટ્ટુની પાસે જઈને જોયુ તો તેના હાથ પર પાટો હતો.

શિક્ષકે પૂછ્યુ - 'કેમ આ શુ થયુ ? નિબંધ લખવો ન પડે એટલે એક નવુ નાટક ?'

ગટ્ટુ બોલ્યો - 'નહિ નહિ હુ તો લેશન કરતો હતો પણ !'

શિક્ષકે કહ્યું - 'તો એમા હાથ કેવી રીતે ભાંગે ?'

ગટ્ટુ બોલ્યો - "તમે કહ્યું હતું કે ગાય પર નિબંધ લખી લાવવો બરાબર્ ? હુ તો એમ જ કરતો હતો પણ જેવો મે ગાય પર બેસીને નિબંધ લખવો શરુ કર્યો કે તરત ગાયે મને શિંગડુ માર્યું. અને હું તેના પરથી પડી ગયો. જેના કારણે મારો હાથ ભાંગી ગયો."