ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : બુધવાર, 11 જાન્યુઆરી 2023 (12:33 IST)

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ! પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ , એની મજા લૂંટીએ છીએ. ખાસ કરીને આપણે ભૌગોલિક દ્ર્ષ્ટિએ જોવા જઈએ તો 22 મી ડિસેમ્બરથી જ સૂર્યઉતર દિશા તરફ ખસવા માંડે એટલે કે સૂર્યનું ઉત્તરાયણ 22 મી ડિસેમ્બરથી જ થાય છે. પરંતુ કોઈ જાણે કેમ આપણે વર્ષોથી 23 જેટલા દિવસ જવા દઈએ 14મી જાન્યુઆરીએ(પછી એ દિવસે વિક્રમ સંવતની તિથિ ગમે તે હોય! ઉત્તરાયણ છીએ. 
 
આપણા દેશમાં રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક એમ ત્રણ પ્રકારના તહેવાર ઓ વર્ષ દરમિયાન ઉજવાય છે તેમાં ઉત્તરાયણને આપણે સામાજિક તહેવાર કહી એ શકીએ કેમ કે સમાજના નાના મોટા,  આબાલવૃદ્ધ , સ્ત્રી અમે પુરૂષ , શ્રીમંત અને ગરીબ , હિંદુ અને મુસલમાન , ખ્રિસ્તી અને પારસી ,  જૈન અને શીખ , શેઠ અને નોકર તમનને માટે આ તહેવારનું પોતપોતાની રીતી આગવું મહ્ત્વ છે. કેટલાક લોકો આ પર્વને મકરસંક્રાતિ ના નામે ઓળખે છેૢ સૂર્ય મકરવૃત તરફ ગમન કરે છે સંક્રાંત થાય છે એ ઉપરથી આ નામ  પડ્યું છે ગમે તેમ પણ આ તહેવારની અનોખી અદા છે. 
 
મોટા શહેરમાં તો દિવાળી પછી તરત જ ઉત્તરાયણની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય છે . વાંસ ચીને એમાથી ઢટ્ટા કમાન બનાવવાનું અને જાતજાતના આકારની ને રંગની પતંગો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલૂ થઈ જાય છે બીજા બાજુ દોરી પાવાનું (દોરી રંગવાનું) કામ પણ યુદ્ધના ધોરણે શરૂ થાય છે. રાત્રે મોડે સુધી પેટોમક્ષના 
અજવાળે કે ભરે વોલ્ટેજ ના ગોળા લગાવીને ધંધાદારી દોરી પાનારા લોકોની સેવા કરે છે . એમાંય વળી ઉતરાયણની આગલીરાતે તો સૂરત-વડોદરા-અમદાવાદ જેવા શેહેરોમાં આખી રાતનું  " પતંગ બજાર" ભરાય છે. શોખીન લોકો તે રાત્રે જ એકાદ ડ્ઝન જેટલી પતંગો કિન્ના બાંધીને કયારે સૂર્યોદય થાય ને ક્યારે 
 
મેદાનમાં કે ધાબે -છાપરે જઈને એની રાહ જોવામાં પુરો ઉંઘતા ય નથી !ગૃહિણીઓ પણ આગલી રાત્રે તલ -સાંકળે કે તલના લાડુ બનાવી રાખે છે . સાથે બોર , જામફળ ને શેરડી તો ખરા જ ! કોઈ કોઈ તો ઉત્તરાયણની બપોરે ઉંધીયું ખાતા ખાતાં એ કાટા એ.....  કાટાની.....  બૂમો પાડવાનો આનંદ લૂટવાનું પણ આયોજન કરે છે.       
 
ઉત્તરાયણના રોજ વહેલી સવારથી જ પતંગના શોખીનો ઠંડીની પરવા કર્ય વિના હાથે ગરમ મોજાને સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધ નો મંગલ પ્રારંભ કરી દે છે. આઠ નવ વાંગતામાં તો આખું આકહાશ રંગબેરંગી પતંગોથી એવું છવાઈ જાય છે આ નવા પકીઓ કયાંથી આવ્યા તેની ચિંતામાં ને ગભરામણમાં કાગડા કાબર કબૂતર અને સમડી ઉડાઉડ કરી મૂકે છે . સમડીની મોટી પાંખમાં પતંગની દોરી ભરાઈ જવાના તો ઘણા બનાવા બને છે. 
 
 
કેટલાક ધાર્મિક હિન્દુઓ આ દિવસે બ્રાહમણોને દાન આપે છે ગાયોને ઘાસ ખવડાવે છે અને ગરીબોંર ગરમ સૂતરાઉ ધાબડા-કામડા ઓઢાડે છે. બાળકોના આનંદની તો કોઈ સીમાન જ નથી હોતી ! 
 
આનંદના અતિરેકમાં કેટલાક બાળકો ધાબા-છાપરા પર થ ઈ ભોંય પટકાય છે ગંભીર રીતે ઘવાય છે નએ કોઈ કોઈ તો જાન પણ ગુમાવે છે ત્યારે એ કુંટુંબ પૂરતા આ તહેવાર ગોઝારો બની જાય છે. 
 
પતંગ ચગાવવામાં  કોઈને વાંધો નથી ન હોવો જોઈ પરંતુ અત્યરાની અસહ્ય મોંઘ્વારી પતંગદોરીના ભાવ આસમાને ચડ્યા છેત્યારે ખરીદેમાં થોડું કાપ મૂકીઈ જરૂરી છે. કપાયેલો પતંગના કે દોરી પકડકાનો લોભ જતો કરી એ તે પણ એટલુ& જ જરોરી છે. પાવલીના પતંગ માટે કે પાંચ મીટરની દોરી માટે આપણે અપાણા લાખ રૂપિયાનો જાન ગુમાવીએ એ કોઈ પણ રીતે આપણને શોભતું નથી. આપણે આ બાબતે ધ્યાન રાખી તો ઉતરાયણ ઉજવીએ ..