શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય
Written By વેબ દુનિયા|

જો હું હોતી એક પતંગિયુ

N.D
જો હું હોત એક પતંગિયુ
ઉડતી રહેતી ચારે બાજુ
ન કોઈ ચિંતા હોતી ગણિતની
ન કોઈ ડર રહેતો પરીક્ષાનો
હોત જો હુ એક પતંગિયુ
રહેતી દિવસભર ફૂલો પર
મોડા સુધી બેસી રહેતી
હું આ નાજુક હિંચકા પર
કોઈ ન કહેતુ પછી મને ભણવાનુ
રમ્યા કરતી મે દિવસભર
જો હુ હોત એક પતંગિયુ તો
ફર્યા કરતી ચારેબાજુ