1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

કેવી મજાની ઋતુ આવી !

કેવી મજાની ઋતુ આવી !
થરથર થરથર કાંપે શરીર
કચકચ કચકચ હોઠ વાગે ભાઈ
કેવી મજાની ઋતુ આવી ભાઈ

સાંજ પડે નહી કે સૌ ઘરમાં ઘૂસે
સૌને જોઈએ ઓઢવા રજાઈ ભાઈ

કોઈ તો તાપ કરીને તપવા બેસે
તો પણ શરીરમાં ગરમી આવે ન ભાઈ

પાણી લાગે દુશ્મન જેવુ
હાથ નાખતાં પણ બીક લાગે ભાઈ

મોડી સવાર સુધી પથારી ન છૂટે
આળસી થયા સૌના શરીર ભાઈ

સૂરજ નીકળ્યો ત્યારે હાશ થઈ
સૌ ના મોઢા ગયા મલકાઈ

ગરમા ગરમ ચા ને ભજીયાનો નાસ્તો
મમ્મી આપે તો મજા પડે ભાઈ

કસરત કરો અને શરીર બનાવો
લીલા-શાકભાજી અને ખાવ માવા-મીઠાઈ
કેવી મજાની ઋતુ આવી ભાઈ
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો