1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

ખિસકોલી

ખિસકોલી
W.D

ખિસકોલી આવી ખિસકોલી આવી
અનુશાસનની શીખામણ લાવી.

દાણા ખાઈને ઈતરાવવા લાગી
નાના હાથ હલાવવા લાગી

થાકતી નથી તે ચાંલવામાં
ઉંધતી નથી તે પારણામાં

દાણા વચ્ચેથી ઉપાડીને ચાલતી
થોડાં માટીમાં દબાવતી જતી

અમને જોઈને તે ગભરાઈ
ઝાડ પર ચઢીને નખરાઈ

લાંબી યાત્રા તે કરે છે
સમજી-વિચારી તે ચાલે છે.

ચંચલ અને ચપળ આવી
જુઓ સુંદર ખિસકોલી આવી.