જો હું પણ હોત લાડકવાયો ?
મને કોણ પ્રેમ કરશે ભગવાન
મને કોણ પ્રેમ કરશે ?
નથી મારી પાસે માતા-પિતા
નથી કોઈ મને દત્તક લેતાં,
નસીબના સહારે જીવી રહ્યો છું
અનાથાશ્રમમાં ઉછરી રહ્યો છુ,
કોઈ દાતાના સહારે ભણી રહ્યો છું,
પણ બાળપણનું ગળું દબાવી રહ્યો છુ,
તમે છો દોસ્તો નસીબવાળા
મળ્યા છે તમને મા-બાપ સારાં,
લાડ તમારાં જે બધા પૂરા કરે છે,
ખોળામાં લઈ ખૂબ પ્રેમ કરે છે,
કદી ન તેમનું દિલ દુ:ખાવજો
વાત હંમેશા તેમની તમે માનજો,
ઈશ્વર તેમને જ ખુશીયો આપે છે,
જે મા-બાપનું સન્માન કરે છે.
મને કોણ પ્રેમ કરશે ?
નથી મારી પાસે માતા-પિતા
નથી કોઈ મને દત્તક લેતાં,
નસીબના સહારે જીવી રહ્યો છું
અનાથાશ્રમમાં ઉછરી રહ્યો છુ,
કોઈ દાતાના સહારે ભણી રહ્યો છું,
પણ બાળપણનું ગળું દબાવી રહ્યો છુ,
તમે છો દોસ્તો નસીબવાળા
મળ્યા છે તમને મા-બાપ સારાં,
લાડ તમારાં જે બધા પૂરા કરે છે,
ખોળામાં લઈ ખૂબ પ્રેમ કરે છે,
કદી ન તેમનું દિલ દુ:ખાવજો
વાત હંમેશા તેમની તમે માનજો,
ઈશ્વર તેમને જ ખુશીયો આપે છે,
જે મા-બાપનું સન્માન કરે છે.
