1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

તો બનીશુ સૌના વ્હાલાં

તો બનીશુ સૌના વ્હાલાં
-શ્રીમતી રૂપા ભારતી

N.D
ચમકતા તારા આકાશમાં
સૌને ગમે છે
ખિલેલા ફૂલ છોડ પર
સૌને લલચાવે છે.

ઉડતાં પતંગિયા રંગ-બેરંગી
સૌને ખુશ કરે છે
સારા લાગે છે પક્ષી
જ્યારે આસપાસ ટહુકે છે

તારા, ફૂલ, પતંગિયા, પક્ષી જેવા
કેમ નથી આપણે બની જતા
શુ ઉણપ છે આપણામાં કે
બધાને બહુ નથી ગમતાં

તારાઓ પાસેથી શીતળતા
નો ગુણ આપણે લઈ લઈએ
ફૂલો પાસેથી કોમળતા-હાસ્ય
આપણે સૌ ચૂંટી લઈએ

હસી-ખુશી વિનમ્રતા
પતંગિયાથી મેળવીએ
ચકલી પાસેથી મીઠો
કર્ણપ્રિય અવાજ સીખી લઈએ

જ્યારે હશે આપણામાં આ ગુણ
આપણે પણ સારા કહેવાઈશુ
આપણાંથી થશે બધા ખુશ
બધાના વ્હાલાં બની જઈશુ.

ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ