દાદીમાં
|
દાદી મારી વ્હાલી વ્હાલી
મને કહેતી ઢીંગલી રાણી
સારી સારી વાતો કહેતી
હું રીસાવુ તો મને મનાવતી
ફળ ખવડાવતી, દૂધ પીવડાવતી
રંગ-બેરંગી કપડા અપાવતી
મંદિરમાં અને બાગમાં લઈ જતી
મમ્મીના ગુસ્સાથી બચાવતી
પોતાના ખોળામાં સુવડાવતી
ઘોડો હાથી બનીને ફરાવતી
રોજ નવી વાર્તા સંભળાવતી
રમતાં-રમતાં મને ભણાવતી
ખરા ખોટાનો ભેદ સમજાવતી
આવી મારી વ્હાલી દાદી