મુનમુનની ક્રિકેટ
|
ઘર આખું ખાલી જોયુ, શરૂ થઈ ગઈ લઈને બેટ
પપ્પા તો ઓફિસે નીકળ્યાં, મમ્મી બજારમાં ગઈ
દીદી ગઈ બહેનપણીને ઘેર,મુનમુનની તો મોજ થઈ
મુનમુને માર્યો છક્કો, દિવાલ ઘડિયાળ તૂટી ગઈ
રનનો એવો વરસાદ પડ્યો કે ઘરની તોડ-ફોડ થઈ
ઘર આખું વિખેરી નાખ્યું ત્યારે થોડું ભાન થયું
મમ્મી જોશે તો માર પડશે ચિંતા તેને બહું થઈ
મમ્મી જ્યારે ઘરે આવશે તો કાન ખેંચીને પકડશે
આ વાતથી ગભરાઈને મુનમુન કબાટમાં સંતાઈ ગઈ.
-શ્રીમતી શોભા શર્મા
ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ
