1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

રજાની મજાઓ

રજાની મજાઓ
N.D
રજા પડી ભાઈ રજા પડી
શાળામાં તો રજા પડી
મજા પડી ભાઈ મજા પડી
મોજ કરવાની રજા પડી

પુસ્તકો બધા ગયા પસ્તીમાં
દિવસો હવે વિતશે મસ્તીમાં
લેશન કરવાના દિવસો ગયા
રમતો રમવાના દિવસો આવ્યા

ઉંઘ હવે મને આવતી નથી
ભૂખ હવે મને લાગતી નથી
દોસ્તો સાથે રમવા ફરવામાં
ક્યાં જાય છે દિવસ ખબર પડતી નથી

દોસ્તો પણ મારી વાત એક માનજો
મસ્તીમાં પહેલા તબિયતનુ ધ્યાન જરા રાખજો
જો તમે વધુ તડકામાં ફરશો તો
રમવાને બદલે પથારીમાં પડશો

માંદા પડશો તો ઘરમાં બેસવુ પડશે
ખાવા-પીવામાં દૂધ-ફ્રૂટ જ મળશે
આઈસ્ક્રીમ, બરફ તમને જોતા જ રહેશે
આવુ વેકેશન તમને જોવુ ગમશે ?
About Writer
કલ્યાણી દેશમુખ
kalyani deshmukh.... બધા વાંચો