1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

વાંદરાભાઈની કમાલ

વાંદરાભાઈની કમાલ
N.D

વાંદરાભાઈ તો છે કમાલ
નકલ કરવામાં બેમિસાલ

બુધ્ધિ ન વાપરે પોતાની
નકલ ઉતારે આખા ગામની

એકવાર પહેરી પાયજામો
નીકળી પડ્યા એ તો બજાર

ખિસ્સામાં હતા થોડા રૂપિયા
પણ કરવો હતો તેમને વેપાર

એક દુકાન હતી શણગારેલી
જ્યા બની રહી હતી જલેબી

વાંદરાભાઈનુ તો મન લલચાયુ
શુ લેવુ હતુ તે યાદ ન આવ્યુ

કાઢ્યા પૈસા, લીધી જલેબી
ગરમ જલેબીથી જીભ દાઝી

ગભરાઈને પાછા ફર્યા ભાઈ
ફરી ન કદી દેખાયા ભાઈ.
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો