હોળી રંગોની ટોળી
|
રંગતી મનને
માંડતી ચહેરા પર હાથ
આ હોળી લાવી રંગોની ટોળી
લાલ, ગુલાબી, ભૂરા, લીલાને પીળા
આ નવરંગી રંગ લઈને
દોડશે આજે તો ઘેર ઘેર
કરશે મસ્તી પિચકારી લઈને
આજે તો દેખાશે બધાના રૂપ નિરાળા
ગોરા પણ દેખાશે આજે કાળા
પીળા ફૂલોમાં ખીલતી સરસો રાણી
બાળકો ખાશે આજે ચણા-ખજૂર-ધાણી
લઈને ફુગ્ગા બાળકો વ્હાલા
ફેંકી રહ્યા છે સંતાઈને લાલા
એક બીજાની પર પિચકારી મારી
હોળી છે કહીને રહ્યા છે ઘર પલાળી
કોઈ પ્રેમથી તો કોઈ બળજબરીથી
રમી રહ્યા છે પણ સૌ પ્રેમથી
ભૂખ લાગે તો ખાવો મેવા-મીઠાઈ
મમ્મીએ બનાવી છે ખૂબ સેવઈ
ઘૂઘરા, મઠિયા પણ બન્યા છે
ખાવા બધા ઉતાવળા થયા છે
સાચે જ આજે તો મસ્ત બધા છે
ઘરમાં સંતાઈને રહેનારની તો સજા છે.