શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By

અકબર બીરબલની સ્ટોરી - અકબરનું ઉખાણું

અકબરને ઉખાણુ સાંભળવાનો અને સંભળાવવાનો ખુબ જ શોખ હતો. તેઓ બધાના ઉખાણા સાંભળતાં અને સમય આવતાં પોતાનું ઉખાણુ પણ સંભળાવતાં. એક દિવસ અકબરે બીરબલને એક ઉખાણું સંભળાવ્યુ - 

ઉપર ઢક્કન નીચે ઢક્કન, મધ્ય મધ્ય ખરબુજા,
માઁ છુરી સે કાટે આપહિં, અર્થ તાસુ નાહિં દૂજા.


બીરબલે આવુ ઉખાણું ક્યારેય નહોતુ સાંભળ્યુ એટલે તેને ચક્કર આવી ગયાં. તે ઉખાણાનો અર્થ તે સમજી શક્યો નહિ. તેથી તેણે બાદશાહને પ્રાર્થના કરી કે, મને આ પહેલીનો જવાબ શોધવા માટે થોડોક સમય આપો. બાદશાહે પ્રસ્તાવ મંજુર કર્યો.

બીરબલ અર્થ સમજવા માટે ત્યાંથી ચાલી નીકળ્યો. તે એક ગામની અંદર પહોચી ગયો. એક તો ગરમી હતી અને બીજુ કે રસ્તાનો થાક હતો એટલે તે મજબુર થઈને એક ઘરમાં ઘુસી ગયો. ઘરની અંદર એક છોકરી જમવાનું બનાવી રહી હતી.

બેટા શું કરે? બીરબલે પુછ્યું. છોકરીએ જવાબ આપ્યો, તમને દેખાતુ નથી? હું છોકરીને રાંધી રહી છુ અને માને બાળી રહી છુ.

ઠીક છે બે જણાં વિશે તો તે મને જણાવી દિધું પરંતુ તે કહે કે તારો બાપ શું કરી રહ્યો છે? બીરબલે પુછ્યું.

તે માટીમાં માટીને ભેળવી રહ્યાં છે, છોકરીએ કહ્યું. આ જવાબ સાંભળીને બીરબલે ફરીથી પુછ્યું- તારી મા શું કરી રહી છે?

એક ને બે કરી રહી છે- છોકરીએ કહ્યું.

બીરબલને છોકરી પાસેથી આવી અપેક્ષા ન હતી. પરંતુ તે એટલી મોટી પંડિત નીકળી કે તેના જવાબ સાંભળીને બીરબલ એકદમ આશ્ચર્યચકિત રહી ગયો. એટલામાં તેના માતા-પિતા આવી પહોચ્યાં. બીરબલે આખી વાત તેમને સંભળાવી.

છોકરીના પિતાએ કહ્યું કે- મારી પુત્રીએ તમને યોગ્ય ઉત્તર આપ્યાં છે.
- તુવેરની દાળ તુવેરના સુકા લાકડા વડે ચઢી રહી છે.
- હું અમારી જ્ઞાતિમાં એક વ્યક્તિના અગ્નિસંસ્કાર માટે ગયો હતો.
- અને મારી પત્ની પડોશમાં મસુરની દાળ દળી રહી હતી.

બીરબલ છોકરીની ઉખાણા ભરેલી વાતો સાંભળીને ખુબ જ ખુશ થયો. તેણે વિચાર્યું કે કદાચ અહીંયા બાદશાહના ઉખાણાંનો પણ જવાબ મળી જશે એટલા માટે તેણે તે ઉખાણું છોકરીના પિતાને પુછી લીધુ.

આ તો એક સરળ ઉખાણું છે. આનો અર્થ હું તમને સંભળાવું છું- ધરતી અને આકાશ બે ઢાંકણ છે. તેની અંદર રહેનાર મનુષ્ય તડબુચ છે. તે એવી રીતે મૃત્યું આવવા પર મરી જાય છે જેવી રીતે ગરમીને લીધે મીણબત્તી ઓગળી જાય છે- તે ખેડુતે કહ્યું. બીરબલ તેની આવી બુદ્ધિમાની જોઈને ખુબ જ ખુશ થયો અને તે ખેડુતને ભેટ આપીને તે દિલ્હી જવા નીકળી પડ્યો. ત્યાં જઈને બીરબલે બધાની આગળ તે ઉખાણાનો જવાબ સંભળાવ્યો. બાદશાહે ખુશ થઈને બીરબલને ઈનામ આપ્યું.